કચ્છ : રાજ્યના હવામાનમાં ગરમીમાં દિવસે ને (Gujarat Weather Report) દિવસે વધારો થઈ રહ્યો છે. રાજ્યભરમાં મહત્તમ તાપમાનનો પારો સતત ઉપર ચડી રહ્યો છે. તો ગઈ કાલના પ્રમાણમાં આજે રાજ્યના અમુક જિલ્લાઓમાં ફરી મહતમ તાપમાનના પારામાં 1 ડીગ્રીનો વધારો થયો છે. તો અમુક જિલ્લાઓમાં 1 ડિગ્રી મહત્તમ તાપમાનનો પારો નીચે ઊતર્યો છે.
ધરતી પર ધગધગતો તાપ - રાજ્યમાં બપોર સુધીમાં ધોમ ધખતા તાપથી તાપમાનનો પારો 38 ડિગ્રીથી 42 ડિગ્રી સુધી નોંધાઈ રહ્યો છે. માર્ચ મહિનાની શરૂઆતથી ભારે તાપ જોવા મળી રહ્યો છે. તો ભારે તાપ લાગતા લોકો બપોરના સમયે ઘરમાંથી બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે. તો શરીરમાં (Today Heat Temperature) ઠંડક જાળવી રાખવા માટે લોકો શેરડી, નારિયેળ તથા લીંબુનો જ્યુસ પીતાં હોવા મળી રહ્યાં છે.
આ પણ વાંચો : LOVE HOROSCOPE : લવ લાઈફમાં તમારો અહંકાર જોખમમાં, જાણો તમારી રાશિની સંપૂર્ણ સ્થિતિ
હિટવેવની અસર - રાજ્યમાં મહત્તમ તાપમાનમાં (Maximum Temperature Today) સતત વધારા વચ્ચે અનેક જિલ્લામાં હીટ વેવની આગાહી હવામાન વિભાગે કરી હતી. રાજ્યના અમદાવાદ અને ગાંધીનગર આજે હિટ (Impact of Hit Wave in Gujarat) વેવની અસર વર્તાશે. ગરમ પવન ફૂંકાશે અને લૂ પણ વાશે. આગાહી મુજબ છેલ્લા 3 દિવસોથી હિટવેવની અસર પણ જોવા મળી રહી છે.
આ પણ વાંચો : Horoscope for the Day 17 March: આજનું રાશિફળ, જાણો કેવો રહેશે આપનો દિવસ
મહતમ તાપમાન ગુજરાત હવામાન અહેવાલ- રાજ્યમાં નોંધાયેલા મહતમ તાપમાનના આંકડા મુજબ રાજ્યમાં સૌથી વધારે મહતમ તાપમાન રાજકોટ અને જૂનાગઢ ખાતે 42 ડિગ્રી, બરોડા અને અમદાવાદ ખાતે 41.0 ડિગ્રી નોંધાયું છે તો ભુજ, કંડલા, ભાવનગર અને ગાંધીનગર ખાતે 40 ડિગ્રી તો સુરત ખાતે 39 ડિગ્રી અને કચ્છના નલિયા ખાતે 38 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.
ગુજરાતના શહેરોમાં મહત્તમ તાપમાન (ડિગ્રીમાં)
જિલ્લા | મહતમ |
અમદાવાદ | 41.0 |
ગાંધીનગર | 40.0 |
રાજકોટ | 42.0 |
સુરત | 39.0 |
ભાવનગર | 40.0 |
જૂનાગઢ | 42.0 |
બરોડા | 41.0 |
નલિયા | 38.0 |
ભુજ | 40.0 |
કંડલા | 40.0 |