કચ્છઃ સમગ્ર રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં ઘટાડો(Gujarat Weather Report) થયો છે. છેલ્લાં થોડાક દિવસોથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં લોકો કડકડતી ઠંડીમાં ઠુંઠવાયા (Cold Temperature in Gujarat) હતા. ત્યારે આજે ઠંડીના પ્રમાણમાં ઘટાડો થયો છે. આજે રાજ્યના જિલ્લાઓમાં 11 ડિગ્રીથી 21 જેટલું તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત સવારથી જ રાજ્યના જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.
દરિયો ન ખેડવા સૂચના
રાજ્યમાં હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં 40થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઇ રહ્યા છે. તો આજે કમોસમી વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બનસની અસરને(Effect of Western Disturbances) પગલે ઠેર ઠેર કમોસમી વરસાદ (Unseasonal Rain in Gujarat) વરસી શકે છે .આજના દિવસે પણ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે.
કચ્છ જિલ્લામાં આજે વરસી શકે છે કમોસમી વરસાદ
કચ્છ જિલ્લામાં આગાહી મુજબ સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયું હતું અને માવઠાની (Rainfall Forecast in Gujarat) આગાહી વચ્ચે "માક" આવી હતી તો પશ્ચિમ કચ્છમાં ગાઢ ધૂમમ્સ છવાઈ હતી તો 9 વાગ્યા બાદ સુરજના દર્શન થયા હતા અને સામાન્ય તાપમાન નોંધાયું હતું. તો આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી(Non Season rain in Gujarat) કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ winter woolen market in Junagadh: જુનાગઢમાં વધી રહેલી ઠંડીના કારણે ગરમ કપડાંની માર્કેટમાં જોવા મળી તેજી
આજે રાજ્યના ગાંધીનગરમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું
હવામાન વિભાગ (Meteorological Department in Gujarat) દ્વારા આજે રાજ્યના જિલ્લાઓમાં 11 ડિગ્રીથી 21 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. તો સૌથી ઓછું તાપમાન રાજ્યના મહાનગર ગાંધીનગર ખાતે 11.0 ડિગ્રી તાપમાન નોંધાયું છે અને બાકીના જિલ્લાઓમાં ઠંડીનું પ્રમાણ અગાઉ કરતાં પ્રમાણમાં ઘટ્યું હતું અને મોટા ભાગના જિલ્લાઓમાં તાપમાન સામાન્ય ડિગ્રી નોંધાયું હતું.
ગુજરાતના મહાનગરોમાં લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
ક્રમ | મહાનગરો | તાપમાન |
1 | અમદાવાદ | 19.9 |
2 | ગાંધીનગર | 11.0 |
3 | રાજકોટ | 20.0 |
4 | સુરત | 21.0 |
5 | ભાવનગર | 20.2 |
6 | જૂનાગઢ | 14.0 |
7 | બરોડા | 18.0 |
8 | નલિયા | 19.8 |
9 | ભુજ | 18.6 |
10 | કંડલા | 20.2 |
આ પણ વાંચોઃ Cold wave in Gujarat: જાણો શિયાળામાં પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતા જાળવી રાખવા શું કરવું