ETV Bharat / state

આને કહેવાય પરંપરાગત ગરબા, અહી ફકત બહેનો માટે થશે આસ્થા નવરાત્રી - ફકત બહેનો માટે થશે આસ્થા નવરાત્રી

નવરાત્રિનો તહેવાર હવે થોડા સમયમાં આવશે, ત્યારે સ્વાભાવિક છે કે, ગરબા શોખીન યુવક યુવતીઓમાં નવરાત્રિ તહેવારની ઉજવણી માટે ઉત્સાહ હોય, તો આ વર્ષે ખાનગી ધોરણે થતા દાંડિયારાસ આ વર્ષે મોકૂફ રખાયા છે અને શેરી, સોસાયટી તેમજ ફળિયાઓમાં જ ગરબાનું આયોજન થશે. છેલ્લાં અનેક વર્ષોથી નવરાત્રિમાં શેરી-ફળિયા ગરબીઓનું આકર્ષણ વધી રહ્યું છે. gujarat navratri celebration

અહી ફકત બહેનો માટે થશે આસ્થા નવરાત્રી
અહી ફકત બહેનો માટે થશે આસ્થા નવરાત્રી
author img

By

Published : Sep 15, 2022, 8:59 PM IST

Updated : Sep 16, 2022, 10:09 AM IST

કચ્છ: આગામી 25મી સપ્ટેમ્બરના શ્રાદ્ધ પક્ષ પૂરો થતાં 26મી સપ્ટેમ્બરથી આસો નવરાત્રિનો પ્રારંભ (gujarat navratri celebration ) થવાનો છે, ત્યારે માતાજીની આરાધનાના પર્વ માટે અત્યારથી તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે. ગરબા પ્રેમીઓ ગીત સંગીતની રમઝટમા મનમૂકીને ઝૂમવા માટે તૈયાર છે. ભુજના નાગર ચકલા ચોકમા આસ્થા નવરાત્રી રંગ જમાવે છે. અહીઁ થતી નવરાત્રીમાં મળતી દાનની રકમ ગરીબ (kutch traditional garba) દર્દીઓ માટે વાપરવામા આવે છે. ભુજના નાગર ચકલા ચોકમાં સંવેદના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આસ્થા નવરાત્રી ગરબીનું આયોજન કરવામાં આવે છે.

ફકત મહિલાઓ માટે જ આસ્થા નવરાત્રી: 2001ના ગોઝારા ભૂકંપ બાદ આ ગરબી થોડા સમય માટે બંધ રહીં હતી, ત્યાર બાદ એક નવા જ અંદાજમાં શરૂ કરવામાં આવી છે. આ વિસ્તારના યુવા કાર્યકરોએ નિશુલ્ક પણે જ દાતાઓના સહયોગથી આ ગરબી યોજે છે. ગરબીમાં દરરોજ રાસ રમવા આવતી બાળકીઓને આયોજકો દ્વારા ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે. નાની બાળકીઓ કે જે માતાજીનું સ્વરૂપ છે, તેમના માટે તેમજ યુવતીઓ અને માતાઓ માટે જ અહીં ગરબીનું આયોજન (garba for ladies only ) કરવામાં આવે છે.

અહી ફકત બહેનો માટે થશે આસ્થા નવરાત્રી

નાગર ચકલા ચોકમાં યોજાતી ગરબી: સંવેદના ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ જગત વ્યાસ અને ઉપપ્રમુખ મિત પૂજારા અને તેમની ટીમ દ્વારા ગરબીમાં આવતા ફંડથી ડાયાલિસિસના દર્દીઓને સહાય રકમ ફાળવવામાં આવે છે. તેમજ જરૂરતમંદ દર્દીઓને આરોગ્ય લક્ષી સેવાઓ પૂરી પાડી પાડવામાં આવે છે. ગરબીમાં નાની બાળાઓ જુદાં જુદાં 3 રાઉન્ડમાં રાસની રમઝટ બોલાવે છે. આ આધુનિક ગરબીને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટે છે. દાયકાઓ બાદ પણ નાગર ચકલા ચોકમાં યોજાતી ગરબી પહેલા જ જેટલી રમઝટ બોલાવે છે.

આપણું ફળિયું, આપણી પરંપરા: સંવેદના ચેરીટેબલ ટ્રસ્ટના ઉપપ્રમુખ મિત પૂજારાએ ETV Bharat સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, આ વર્ષે સતત 13માં વર્ષે આપણું ફળિયું, આપણી પરંપરા, આપણી સંસ્કૃતિ અંતર્ગત આસ્થા નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે પણ આ નવરાત્રીનું આયોજન ફક્ત બહેનો માટે જ કરવામાં આવ્યું છે. આ ટ્રસ્ટ દ્વારા અહીં ગરબા રમવા માટે આવતી મહિલાઓ પાસેથી કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. દરરોજ 3 રાઉન્ડમાં અહીં ગરબાની રમઝટ જામશે. આસ્થા નવરાત્રિમાં ગરબે રમવા આવતી 250થી 300 બાળાઓને લહાણી આપવામાં આવે છે. તેમજ દરરોજ 10 બાળાઓને ઇનામો પણ આપવામાં આવે છે. 11માં દિવસે મેઘા લહાણી અપવામાં આવે છે.

Last Updated : Sep 16, 2022, 10:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.