વર્ષોથી વિદેશ સ્થાઇ થયેલા બિનનિવાસી ભારતીય ઉદ્યોગ સાહસિકો દ્વારા વતનના લોકોને પડતી મુશ્કેલીઓમાં આર્થિક યોગદાન કચ્છને પ્રાપ્ત થાય છે, તે રીતે ગુજરાતમાં માળખાકીય સુવિધાના કામો, ઉદ્યોગો, આરોગ્ય સેવાઓ, ઉર્જા જેવા મહત્વના ક્ષેત્રોમાં આગળ આવી મૂડીરોકાણ કરવા આહવાન કર્યુ હતું.
બિનનિવાસી ભારતીય ઉદ્યોગપતિઓ સાથેની મુલાકાત મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ હેલ્થ સેકટરમાં દેશના વડાપ્રધાન મોદીનો મુખ્ય ઝોક દેશના લોકો સ્વસ્થ હશે તો વિકાસ સારી રીતે કરી શકીશું. તેવો હોવાનો ઉલ્લેખ કરી ગુજરાતમાં શરૂ કરાયેલ આરોગ્ય ચકાસણી કાર્યક્રમ અંતર્ગત ગત વર્ષે 27 હજાર મોટાં ઓપરેશન કરાયા હોવાનું જણાવ્યું હતું.
બિનનિવાસી ભારતીય ઉદ્યોગપતિઓ સાથેની મુલાકાત કચ્છમાં પીવાના પાણીનો પ્રશ્ન હવે ભૂતકાળ બનાવી દેવાયો છે, તેમ જણાવી કચ્છમાં નર્મદા કેનાલના કામો પણ હવે અંતિમ તબકકામાં હોવાનું ઉમેર્યું હતું. કચ્છમાં ડિસેલિનેશન પ્લાન્ટ મંજૂર કરાયાં હોવાનું જણાવી દૈનિક 10 કરોડ લીટર દરિયાના ખારા પાણીને મીઠાં કરવાના સમગ્ર આયોજન અંગે, કચ્છ જિલ્લામાં દુષ્કાળ દરમિયાન 100 કરોડ કિલો ઘાસ વલસાડ અને મુંબઇથી મંગાવવા સાથે 700 કરોડનો ખર્ચ કરી, એક પણ પશુનું મૃત્યુ ન થાય તેની કાળજી લેવાવા ઉપરાંત બન્નીમાં મોટા પાયે કલસ્ટર ઉપર ઘાસ ઉગાડવાનું સમગ્ર આયોજન અને કચ્છના પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે ધોરડો, ભુજીયા ડુંગર, કાળો ડુંગરના વિકાસનો ચિતાર આપ્યો હતો.
બિનનિવાસી ભારતીય ઉદ્યોગપતિઓ સાથેની મુલાકાત આ પ્રસંગે બિન નિવાસી ભારતીયોના પ્રતિનિધિઓ દ્વારા દેશ અને ગુજરાતમાં માળખાકીય સુવિધા સહિતના વિકાસ કાર્યો બદલ આનંદ અને સંતોષની લાગણી પ્રગટ કરી હતી. આ સાથે કચ્છમાં આંતર રાષ્ટ્રીય હવાઇ સુવિધા વિકસાવવા, કાર્ગો સુવિધાનું ફલક વિસ્તારવા પણ લાગણી વ્યકત કરાઇ હતી. આફ્રિકામાં સ્થાયી થયેલા NRI પ્રતિનિધઓ દ્વારા આફ્રિકાના 30 દેશોમાં મગ, ચણા, તુવેર જેવા કઠોળ ખેતીના પ્રોજેકટ સ્થાપવાની ખૂબ શકયતાઓ હોવાનું જણાવી, ભારત સરકાર દ્વારા કેન્યામાં જેમ આયુર્વેદ ઉત્પાદનો કરવા સહયોગ અપાયો હોવાની જાણકારી પણ અપાઇ હતી.
બિનનિવાસી ભારતીય ઉદ્યોગપતિઓ સાથેની મુલાકાત આ બેઠકમાં ગુજરાત રાજય બિનઅનામત વર્ગ આયોગના અધ્યક્ષ હંસરાજભાઈ ગજેરા, શ્ગોરધનભાઈ ઝડફીયા, ભુજના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય, કચ્છ જિલ્લા ભાજપના પૂર્વાધ્યાક્ષ દિલીપભાઈ ત્રિવેદી, જિલ્લા કલેકટર એમ. નાગરાજન સહિત લેઉવા પટેલ સમાજના આગેવાનો બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠકના પ્રારંભે અરજણભાઇ પિંડોરીયા અને પ્રવિણભાઇ પિંડોરીયાએ બિન નિવાસી ભારતીયોનો વિજયભાઇ રૂપાણીને પરિચય આપ્યો હતો.