ETV Bharat / state

જાડેજાની સભામાં કેન્દ્રીય પ્રધાન પરસોતમ રૂપાલાએ કહ્યું જે વટવાળા હોય તેની સાથે રહેવાય - Gujarat Election 2022

નખત્રાણા ખાતે ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાના પ્રચારને લઈને સભાનું આયોજન (BJP sabha in Nakhatrana) કરવામાં આવ્યું હતું. જે સભામાં સમાજવાદી પાર્ટીના જગદીશ જોશીને (Abdasa Assembly seat) રૂપાલાએ કેસરિયો ખેસ પહેરાવ્યો હતો. તો બીજી તરફ રૂપાલાએ કહ્યું જે વટવાળા હોય તેની સાથે રહેવાય. (Gujarat Assembly Election 2022)

જાડેજાની સભામાં રૂપાલાએ કહ્યું જે વટવાળા હોય તેની સાથે રહેવાય

author img

By

Published : Nov 25, 2022, 1:10 PM IST

કચ્છ : અબડાસા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાએ પ્રચાર ઝુંબેશ (Abdasa Assembly seat) વેગવાન બનાવી છે. તેમને જનસમર્થન મળી રહે તે માટે નખત્રાણા ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રીય પ્રધાન પરસોતમ રૂપાલા (Parsotam Rupala in Nakhatrana) ઉપસ્થિત રહ્યા હતા અને સભાને સંબોધી હતી. તેમજ ઉમેદવાર પ્રદ્યુમનસિંહને જંગી બહુમતીથી જીતાડવા અનુરોધ કર્યો હતો. (Assembly seat in Kutch)

ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાના પ્રચારને લઈને જાહેર સભાનું આયોજન

જન સમર્થન માટે સભા યોજાઈ નખત્રાણા ખાતે ભાજપના (BJP sabha in Nakhatrana) ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજા માટેના જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રીય પ્રધાન પરસોતમ રૂપાલા ઉપસ્થિત રહ્યા હતા સાથે ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતાં. તો સભા સ્થળે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા. અબડાસાના સમાજવાદી પાર્ટીના ઉમેદવાર જગદીશ જોશી ભાજપમાં જોડાયા હતા. જેમને પરષોત્તમ રૂપાલાએ કેસરિયો ખેસ પહેરાવ્યો હતો. તો તાલુકાના અનેક આગેવાનો પણ ભાજપમાં જોડાયા હતા. (Kutch Assembly Candidate)

પ્રદ્યુમનસિંહ જાડેજાએ શું કહ્યું પ્રજાને સંબોધતા અબડાસા મતવિસ્તારના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ (Pradyuman Singh Jadeja in Abdasa) જણાવ્યું હતું કે, અબડાસામાં ગત ટર્મમા થયેલા ચાર હજાર કરોડથી વધુ વિકાસના કામોના કારણે આ વિસ્તારની વિકાસની વણઝાર વણથંભી રહી છે. તો તેમના દ્વારા ગઈ ટર્મમાં અપાયેલા વચનો પરીપૂર્ણ થતા લોકોને સંતોષ સાથે અબડાસા અગ્રેસર બનવા જઈ રહ્યો છે. સાથે સાથે છેવાડાના ગરીબમાં ગરીબ માણસ સુધી આરોગ્ય શિક્ષણ રોડ રસ્તા વીજળી તેમજ ભાજપની વિવિધ વિકાસ યોજનાઓના લાભ પહોંચતા લોકોમાં ભાજપ પ્રત્યે વિશ્વાસ છે. તેના કારણે ગુજરાતમાં ભાજપની એટલે ભરોસાની સરકાર બનવા જઈ રહી છે. (Gujarat Election 2022)

મતદાન કરો અને કરાવો તેવી અપીલ પ્રજાને સંબોધતા કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલાએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યો અંગેનો ઉલ્લેખ કર્યો હતો. તો જુદી જુદી સરકારી યોજનાઓ, ભારતીય જનતા પાર્ટીના કાર્યો, અબડાસા મતવિસ્તારના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના કાર્યો અંગે વાતચીત કરી હતી. આ ઉપરાંત જે વટવાળા હોય તેની સાથે રહેવાય. ઉપરાંત પ્રદ્યુમનસિંહ જાડેજા સાથે રહીને પ્રચંડ મતદાન કરો અને તેમને વિજય બનાવો તેવી અપીલ કરી હતી. આપ સૌ પોતે ઉમેદવાર બનીને ઘેર ઘેર જઈને કમળના નિશાન પર બટન દબાવીને મતદાન કરો અને કરાવો તેવી અપીલ છે તેવું જણાવ્યું હતું. (Gujarat Assembly Election 2022)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.