- ભુજમાં કચ્છ ભાજપના તમામ વિજેતા નગરસેવકોને આવકાર્યા
સેવા,સમર્પણ અને નિષ્ઠા થકી પ્રજાલક્ષી કાર્યો કરવા આદેશ અપાયો
પ્રજા કાર્ય માટે સક્રિય રહેવાના સોનેરી સુચનો અપાયા હતા
કચ્છ: ભુજના ટાઉનહોલ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ચૂંટાયેલા નગરસેવકોનો સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સંગઠનના હોદ્દેદારો સાથે 344 વિજેતા નગરસેવકોને બોલાવવામાં આવ્યા હતા અને આવકાર સાથે પ્રજા કાર્ય માટે સક્રિય રહેવાના સોનેરી સુચનો પણ અપાયા હતા. સેવા,સમર્પણ અને નિષ્ઠા થકી પ્રજાલક્ષી કાર્ય કરી કઈ રીતે છબી મજબૂત કરાય તે અંગે જીલ્લાના આગેવાનોએ માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતુ. જેમા, કચ્છ જીલ્લા ભાજપના પ્રમુખ, કચ્છ અને મોરબીના સાંસદ તથા અન્ય જુના આગેવાનો પણ જોડાયા હતા.
આ પણ વાંચો: ભુજ નગરપાલિકામાં કોણ સંભાળશે સુકાન પદ?
કોગ્રેસી આગેવાનને ભાજપમાં આવકાર આપવામા આવ્યો
કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઇએ નવા ઇતિહાસ સાથે ભાજપે મેળવેલ જીત તેમજ નવા ચુંટાયેલા નગરસેવકોને માર્ગદર્શન અપાયું હતુ, સાથે પ્રજા સેવા માટે તેમની પંસદગીને આવકાર આપ્યો હતો. કચ્છ જીલ્લાના તમામ ચુંટાયેલા પ્રતિનીધીઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા. ભાજપના બધા વિજેતા ઉમેદવારોને ભાજપના મોવડી મંડળે આવકાર્યા પરંતુ જે વિસ્તારમાં ભાજપને કોગ્રેસે માત આપી તેવા અબડાસા વિસ્તારના કોગ્રેસી આગેવાનને પણ ભાજપમાં આવકાર આપવામા આવ્યો હતો.