ETV Bharat / state

બહુચર્ચિત Mundra heroin caseના આરોપી દંપતીના વધુ એક દિવસના રિમાન્ડ મંજૂર

author img

By

Published : Oct 1, 2021, 12:38 PM IST

કચ્છના મુન્દ્રા પોર્ટ પર ટેલ્કમ પાઉડરની આડમાં લાવવામાં આવેલા 3,004 કિલો હેરોઈનને DRIની ટીમે ઝડપી પાડ્યો હતો. આ હેરોઈન કેસ મામલામાં 9 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. સાથે જ આ હેરોઈનના આયાતકાર કંપનીના માલિક દંપતીના 10 દિવસના રિમાન્ડ મંજૂર થતા તેમને કોર્ટમાં રજૂ કરાયા હતા. તો કોર્ટે બંનેના વધુ એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જોકે, હવે 1 દિવસની કસ્ટડી બાદ દંપતીને જેલના હવાલે કરવામાં આવશે.

Granted one more day remand of accused couple in much talked about Mundra heroin case

  • કચ્છના મુન્દ્રા પોર્ટમાં પકડાયેલા 21,000 કરોડ રૂપિયાના હેરોઈનનો મામલો
  • આરોપી દંપતી સુધાકર અને વૈશાલીના 10 દિવસના રિમાન્ડ પૂર્ણ થયા
  • NDPS કોર્ટમાં વિડિયો કોન્ફરન્સ મારફતે આરોપી દંપતીને કરાયા રજૂ
  • NDPS કોર્ટે 1 દિવસની કસ્ટડી મંજૂર કરી

કચ્છ: મુન્દ્રાના અદાણી પોર્ટ પરથી DRIએ 21,000 કરોડ રૂપિયાના હેરોઈનને પકડી પાડ્યું હતું. ત્યારે આ ડ્રગ્સના કેસમાં ઝડપાયેલા આંધ્રપ્રદેશના વિજયવાડાની આયાતકાર આશી ટ્રેડિંગના માલિક દંપતી સુધાકર અને વૈશાલીના 10 દિવસના રિમાન્ડ પૂર્ણ થયા હતા. તો વીડિયો કોન્ફરન્સ મારફતે નાર્કોટિક્સ કોર્ટ ભૂજમાં DRIએ વધુ રિમાન્ડની માગ કરી હતી. એટલે કોર્ટે દંપતીના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ત્યારબાદ ફરીથી તેમને જેલ હવાલે કરવામાં આવશે. તેવું સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીએ જણાવ્યું હતું.

DRI દ્વારા અત્યાર સુધી કુલ 9 આરોપીઓની ધરપકડ

આ બહુચર્ચિત હેરોઈન પ્રકરણમાં DRIએ આ કન્ટેનરના આયાતકાર દંપતી સુધાકર, વૈશાલી, ત્રણ અફઘાનિસ્તાની, એક ઉઝબેક નાગરિક અને અન્ય ભારતીય વ્યક્તિઓ મળીને કુલ 9 આરોપીઓની ધરપકડ કરી છે.

આ પણ વાંચો- Mundra heroin case માં અદાણી પોર્ટ સામે થશે તપાસ, Adani Groupએ સ્ટેટમેન્ટ જારી કર્યું

આ પણ વાંચો- Mundra heroin case: હિમાચલમાંથી ત્રણની ધરપકડ, કોંગ્રેસે CBI તપાસની કરી માંગ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.