ETV Bharat / state

Gram Panchayat Election 2021: સુખપર ગામના લોકો કેવો સરપંચ ઈચ્છે છે, જુઓ - સુખપર ગામના લોકોની માગણી

ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણીની (Gram Panchayat Election 2021) તારીખ નજીક આવી રહી છે. કચ્છ જિલ્લામાં 482 ગામોમાં ગ્રામ પંચાયતની ચુંટણી યોજાશે. જેના માટે 1600 જેટલા ઉમેદવારોએ સરપંચ પદ માટે પોતાની ઉમેદવારી નોંધાવી છે, ત્યારે ETV ભારતે ભુજ તાલુકાના સુખપર -મદનપુર ગામેની મુલાકાત લીધી હતી અને ગામના લોકો સાથે આગામી સરપંચ (Reaction of voters from Sukhpar village ) કેવા હોવા જોઈએ એ માટે વાતચીત કરી હતી.

Gram Panchayat Election 2021: સુખપર ગામના લોકો કેવો સરપંચ ઈચ્છે છે, જુઓ

author img

By

Published : Dec 6, 2021, 1:47 PM IST

  • Gram Panchayat Election 2021ને ધ્યાનમાં રાખીને ETV ભારતે કરી સુખપર ગામની મુલાકાત
  • નવા સરપંચ ગામમાં સીસીટીવી કેમેરાની સુવિધા પૂરી પાડે તથા ગટરના પ્રશ્નો ઉકેલે
  • સરકારી યોજનાઓનો લાભ લાભાર્થીઓ સુધી પહોંચાડે તેવો સરપંચ હોવો જોઈએ: ગામજનો

કચ્છ: કચ્છ જિલ્લાના ગામડાંઓમાં પણ Gram Panchayat Election 2021 નો ધમધમાટ જોવા મળી રહ્યો છે. જિલ્લાના ભુજ તાલુકાનું સુખપર એ પટેલ ચોવીસીનું મોટું ગામ છે, જે હાલ જ વિભાજન થઇ ને બે ગ્રામ પંચાયતોમાં તબદિલ થયું છે. 20,000ની વસ્તી ધરાવતા આ ગામમાં 12,000 જેટલા મતદાતાઓ છે. સુખપર જુના વાસ અને મદનપુર એમ બે ગ્રામ પંચાયતમાં વિભાજન થયું છે જેથી મદનપુરની આ પ્રથમ ચૂંટણી છે. આ ગામની અંદર વિકાસના કાર્યો અગાઉના સરપંચોએ કરેલા છે પરંતુ હજુ પણ કેટલાક કામો બાકી છે તો આવનાર સરપંચ કેવો જોઇએ એ અંગે લોકોએ પોતાના વિચારો રજૂ (Reaction of voters from Sukhpar village ) કર્યા હતાં.

આવનારા સરપંચ ગટરની યોજનાઓ થકી ગટરલાઇનના પ્રશ્નો દૂર કરે

સુખપર ગામમાં શિક્ષણ,આરોગ્ય અને રોડ રસ્તા તથા પાણી જેવી પાયાગત સુવિધાઓ છે તો ગટર યોજના પણ છે, સુખપરની અંદર ચાર શાળાઓ આવેલી છે. સરકારી શાળાઓમાં સારું શિક્ષણ મળી રહે તો એવા પ્રયત્નો જરૂરી છે. સુખપર તથા મદનપુર ગામનો સરપંચ ગામના લોકોના મત અનુસાર આત્મવિશ્વાસવાળો હોવો જોઈએ. તો આ ગામમાં હજી પણ ગટરના પ્રશ્ને પણ છે તો આવનારો સરપંચ યોગ્ય રજૂઆતો કરીને જે કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કરેલી ગટર યોજનાઓ છે તે પૂર્ણ કરે તેવું ગામના વડીલોએ (Reaction of voters from Sukhpar village ) જણાવ્યું હતું.

ગામની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સીસીટીવી કેમેરા લગાડવાની જરૂરિયાત: ગામજનો

આ ઉપરાંત આ ટર્મમાં રોટેશન મુજબ સરપંચ પદ માટે સામાન્ય મહિલા અનામતની સીટ છે ત્યારે ગામમાં મહિલાઓમાં આર્થિક અને સામાજિક પ્રશ્નો હોય તે આવનારા મહિલા સરપંચ દૂર કરે તથા જે પણ મહિલાઓ માટે સરકારી યોજનાઓ છે તેનો લાભ ગામની મહિલાઓ સુધી પહોંચે તેવા કાર્યો સરોઅંચ દ્વારા કરવામાં આવે તેમજ સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગામમાં સીસીટીવી કેમેરાની જરૂરિયાત છે તો ગામમાં વિકાસના કાર્યોના ભાગરૂપે સીસીટીવી કેમેરા લગાડવામાં આવે તેવી ગામના લોકોની આવનારા સરપંચ પાસે (Reaction of voters from Sukhpar village ) માંગ છે.

સુખપર વિભાજન થઇ ને બે ગ્રામ પંચાયતોમાં તબદિલ થયું છે

મહિલાઓ માટેની સરકારી યોજનાનો લાભ મહિલાઓ સુધી પહોંચવા જોઈએ

સુખપર ગામમાં મહિલાઓના ઉત્થાન માટે તથા મહિલાઓના વિકાસ માટે વિચારી શકે એવા સરપંચ ચૂંટાય (Gram Panchayat Election 2021) તેવી વાત પણ મહિલાઓએ કરી હતી તો પુરુષ સમોવડી સ્ત્રી બને એના માટે મહિલા સરપંચ પ્રયત્ન કરી શકે સરકારની યોજનાઓ વિધવા સહાય સહિતની મહિલા ઉત્થાનના કાર્ય કરી શકે. શિક્ષણ અને આરોગ્ય માટે મહિલા સરપંચ એક ટીમ બનાવીને કામ કરે એવા મિલનસાર સ્વભાવના મહિલા સરપંચ (Reaction of voters from Sukhpar village ) હોવા જોઈએ.

ગ્રામ્યસ્તરના પ્રશ્નોની યોગ્ય રજૂઆત કરી શકે તેવા સરપંચ હોવા જોઈએ: યુવા અગ્રણી

સુખપર ગામના યુવા અગ્રણીએ જણાવ્યું હતું કે ગામમાં સરપંચનો રોલ માત્ર વહીવટ પૂરતો નથી હોતો કોરોનાકાળમાં ગત ટર્મમાં જે સરપંચ હતા તેમણે આયુર્વેદિક દવાઓના વિતરણ સંગઠનો સાથે મળીને શેરીએ શેરીએ કાર્ય કર્યું છે. બીજી વાત ખેડૂતો માટે જે સરકારી યોજનાઓ છે તે અંગે ખેડૂતોને યોગ્ય રીતે માર્ગદર્શન મળી રહે તે માટે આગામી સરપંચે ખેડૂતો માટે સમય ફાળવીને ખેડૂતોને માર્ગદર્શન આપી સહકાર આપવો જોઈએ તથા ગ્રામ્ય સ્તરના પ્રશ્નોની યોગ્ય જગ્યાએ રજૂઆત (Reaction of voters from Sukhpar village ) કરવી જોઈએ. જો સરપંચ સક્ષમ હશે તો તે યોગ્ય જગ્યાએ રજૂઆત કરી શકશે અને તમામ સરકારી યોજનાનો લાભ લાભાર્થીઓ સુધી પહોંચી શકશે. (Gram Panchayat Election 2021) કચ્છ જિલ્લાના લોકોમાં સામાન્યપણે રાજકીય જાગૃતિ વધુ જોવા મળતી હોય છે તેનો પડઘો મતદારોની રજૂઆતોમાં થઇ રહ્યો છે.

આ પણ વાંચોઃ Gram Panchayat Election 2021: માનકુવા ગામના લોકો કેવો સરપંચ ઈચ્છે છે, જુઓ

આ પણ વાંચોઃ Gram Panchayat Election 2021: કચ્છના કુનરિયામાં લોકો કેવા સરપંચ ઈચ્છે છે, જુઓ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.