ક્ચ્છ: ઈઝરાયેલ એમ્બેસીએ(Embassy of Israel) કચ્છના કુકમામાંના સેન્ટર ઓફ એકસેલેંસ ફોર ડેટપામની (Center of Excellence for Datpam)મુલાકાત લીધી હતી. ભારત ઈઝરાયેલની મિત્રતાના ત્રીસ વર્ષ નિમિત્તે ખાસ લોગો પણ જાહેર કરાયો હતો. આજરોજ ઈઝરાયેલ એમ્બેસીએ કચ્છ કુકમાના સેન્ટર ઓફ એકસેલેંસ ફોર ડેટપામની મુલાકાત લીધી હતી. ચાલુ વર્ષે ભારત અને ઈઝરાયેલ વચ્ચેની મિત્રતાના (friendship between India and Israel) 30 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. જેની ઉજવણીના ભાગ રૂપે બન્ને દેશો વચ્ચેની ગાઢ મિત્રતાના પ્રતીક સ્વરૂપે એક ખાસ લોગો જાહેર કરવામાં આવ્યો હતો. ભારત સરકાર અને ઈઝરાયેલ સરકાર વચ્ચે કૃષિ સંબંધિત થયેલ સમજૂતી કરાર અનુસાર ભારત દેશમાં ઇંડો ઈઝરાયેલ એગ્રીકલ્ચર પ્રોજેક્ટ અમલમાં છે.
આ પણ વાંચો: ઈઝરાયલમાં બોનફાયર ફેસ્ટિવલમાં નાસભાગ મચતા 1 ડઝનથી વધારે લોકોના મોત, 100 ઈજાગ્રસ્ત
કુલ 3 સેંટર ઓફ એક્સેલેંસ કાર્યરત - એગ્રીકલ્ચર પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત રાજ્યમાં બાગાયત ખાતા દ્વારા કુલ 3 સેંટર ઓફ એક્સેલેંસ કાર્યરત છે. કચ્છ જિલ્લાના કુકમા ખાતે કાર્યરત સેંટર ઓફ એક્સેલેંસ ફોર ડેટપામની આજે યાઇર એશેલ, એગ્રીકલ્ચર એટેચી, ઇઝરાઇલ એંબેસી, ન્યુ દીલ્હી દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. સેંટર ઓફ એક્સેલેંસ ફોર ડેટપામના પ્રોજેક્ટ ઓફિસર કેતન પટેલ દ્વારા સેંટર દ્વારા થયેલ વિવિધ કામગીરીનું પ્રેઝંટેશન પણ રજુ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: ન્યૂયોર્ક ટાઈમ્સનો દાવો - "ભારતે પેગાસસને ઈઝરાયેલ પાસેથી ડિફેન્સ ડીલમાં ખરીદ્યું"
કચ્છના ખેડૂતોના વાડીની મુલાકાત લઈને આધુનિક તકનીકની માહિતી મેળવાઈ - સેંટર ખાતે ડેમોંસ્ટ્રેશન પ્લોટમાં સોઇલલેસ પધ્ધતિથી કુલ 450 ખારેકના ઓફશુટ (પીલા) તૈયાર થઈ રહેલ છે. જેમાંથી એક ઓફશુટનું વાવેતર યાઇર એશેલ અને ડૉ. ફાલ્ગુન મોઢના હસ્તે સેંટર ખાતેના ડેમોંસ્ટ્રેશન પ્લોટમાં કરવામાં આવ્યુ હતું. યાઇર એશેલ (Aair Ashel )દ્વારા ખારેકની ખેતી(Kharek farming) કરતા પ્રગતિશીલ ખેડૂતો હરેશભાઇ ઠક્કર, આશાપુરા એગ્રીકલ્ચર ફાર્મ, રેલડી અને પ્રવિણભાઇ દબાસિયા, બલરામ ફાર્મ, રેલડીના ખારેકના પ્લોટની મુલાકાત લેવામાં આવી અને ખેડુતો દ્વારા અપનાવવામાં આવેલ આધુનિક તકનીકની માહિતી મેળવી એવું નાયબ બાગાયત નિયામક એમ.એસ.પરસાણીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: ન્યૂયોર્ક ટાઈમ્સનો દાવો - "ભારતે પેગાસસને ઈઝરાયેલ પાસેથી ડિફેન્સ ડીલમાં ખરીદ્યું"