- કચ્છના નલિયાની SBIમાં 3 કોરોના પોઝિટિવ
- 3 કર્મચારી પોઝિટિવ આવતા 2 દિવસ માટે બેન્ક બંધ રખાઇ
- સરકારી તંત્રના આંકડાઓમાં કોરોનાનો એક પણ કેસ નહિ
કચ્છ : સમગ્ર દેશ સહિત ગુજરાતના કચ્છમાં પણ કોરોનાનું સંક્રમણ ફરી વધી રહ્યું છે. ત્યારે કચ્છના વહીવટી તંત્ર દ્વારા રજૂ કરાતા કોરોનાના આંકડા સામે અનેક સવાલો ઉભા થયા છે. અબડાસા તાલુકાના મુખ્ય મથક એવા નલિયામાં SBI બેન્કમાં 3 કર્મચારીઓ પોઝિટિવ આવતા તારીખ 17/3થી 18/3 કુલ બે દિવસ બેન્ક બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના બોર્ડ બેન્ક બહાર પણ મારવામાં આવ્યા છે.
આ પણ વાંચો : ભદ્ર વિસ્તારમાં લોકોની ભારે ભીડ, કોરોનાના કેસમાં ધરખમ વધારો
DDO ઓફિસના આંકડામાં છેલ્લા બે દિવસમાં કોરોનાનો એક પણ કેસ નહિ
કચ્છ જિલ્લા પંચાયતના DDO ઓફિસ દ્વારા કોરોનાના છેલ્લા 2 દિવસના આંકડા પ્રમાણે નલિયામાં કોરોનાનો આંક શૂન્ય છે. બેન્ક દ્વારા પોતાના ત્રણ કર્મચારીઓ પોઝિટિવ આવતાં તે અંગેની નોટિસ બેન્કના મુખ્ય ગેટ ઉપર લગાવવામાં આવી છે. જેમાં નલિયા તાલુકા આરોગ્ય અધિકારીની સૂચનાનો પણ ઉલ્લેખ છે.
આ પણ વાંચો : કોરોનાના વધતા કહેર વચ્ચે રેલવે પ્લેટફોર્મ ટિકિટોમાં 5 ગણો વધારો
SBI અને સરકારી ઓફિસરોના અહેવાલમાં તફાવત
કચ્છ જિલ્લાના આંકડાઓમાં છેલ્લા બે દિવસમાં અબડાસામાં એક પણ કેસ નોંધાયો નથી. આમ, તંત્ર દ્વારા જ જારી કરાતાં કચ્છના કોરોનાના આંકડા કેટલા સાચા તે અંગે અનેક સવાલો ઉભા થયા છે. SBI(સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા) અને સરકારી ઓફિસરોના અહેવાલમાં જ તફાવતો જોવા મળી રહ્યા છે.