ETV Bharat / state

કચ્છમાં ડ્રેગનફ્રૂટની ખેતી કરવા 144 ખેડૂતોને સરકારી સહાય અપાશે - વડાપ્રધાન નરેન્દ્ર મોદી

કચ્છ જિલ્લાના ખેડૂતો વરસાદની અનિયમિતતા તેમ જ વાતાવરણમાં નોંધપાત્ર બદલાવના કારણે બાગાયતી પાક ડ્રેગન ફ્રૂટની ખેતી તરફ વળ્યા છે. ગરમ અને ભેજવાળા વાતાવરણ ડ્રેગન ફ્રૂટના છોડને માફક હોવાથી જૂનથી લઈને ઓગસ્ટ સુધી આ ફ્રૂટનું વાવેતર કરવામાં આવે છે. સરકાર દ્વારા આ ડ્રેગન ફ્રૂટની ખેતી માટે સહાય પણ આપવામાં આવે છે ત્યારે આ વર્ષે કચ્છના 144 ખેડૂતોને ડ્રેગન ફ્રૂટની ખેતી માટે સરકારી સહાય આપવામાં આવશે.

કચ્છમાં ડ્રેગનફ્રૂટની ખેતી કરવા 144 ખેડૂતોને સરકારી સહાય અપાશે

author img

By

Published : Sep 10, 2021, 4:27 PM IST

  • કચ્છ જિલ્લામાં 144 ખેડૂતોને ડ્રેગન ફ્રૂટની ખેતી માટે સરકારી સહાય અપાશે
  • ખેડૂતને 2 હેક્ટરની મર્યાદામાં પ્રત્યેક હેક્ટરદીઠ મહતમ 1.25 લાખ રૂપિયાની સહાય અપાય છે
  • સહાય મેળવવા આઇ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહે છે

કચ્છઃ જિલ્લાના ખેડૂતો હવે બાગાયતી પાક તરફ વળ્યા છે. ત્યારે જિલ્લાના 144 ખેડૂતોને ડ્રેગનફ્રુટની ખેતી કરવા માટે સરકારી સહાય આપવામાં આવસે. ડ્રેગન ફ્રૂટ મૂળ વિદેશી ફૂટ તરીકે ગણાતું હોય છે, પરંતુ અનેક ગુણોથી ભરપૂર ડ્રેગન ફ્રૂટની ખેતીને પ્રોત્સાહન મળી રહે તે હેતુથી રાજ્ય સરકારે કમળના ફૂલ જેવા દેખાતા ડ્રેગન ફ્રૂટને કમલમ્ ફ્રૂટ તરીકે નામકરણ કરી બાગાયતી ખેતી હેઠળ ખેડૂતોને સરકારી સહાય આપવા ખાસ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અમલમાં મૂકી છે.

આ પણ વાંચો- ડ્રેગન ફ્રૂટને લાગ્યો રાજકીય રંગ, કચ્છના ખેડૂતોએ નામ આપ્યું કમલમ ફ્રૂટ

ડ્રેગન ફ્રૂટના વાવેતર માટે સરકાર દ્વારા આપવામાં આવે છે સહાય

ડ્રેગન ફ્રૂટની ખેતી પ્રારંભિક તબક્કામાં ખર્ચાળ હોવાથી સામાન્ય ખેડૂતોને નિયત હેક્ટર વિસ્તારમાં કરાયેલી ડ્રેગન ફ્રૂટના વાવેતર માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. વરસાદની અનિયમિતતા તેમ જ સિંચાઈના સ્ત્રોતના અભાવે કચ્છના 144 ખેડૂતો સરકારી સહાયથી ડ્રેગન ફ્રૂટની ખેતી કરશે. આ માટે ખેડૂતને 2 હેક્ટરની મર્યાદામાં પ્રત્યેક હેક્ટરદીઠ મહતમ 1.25 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે.

આ પણ વાંચો- ડ્રેગન ફ્રુટનું નામ કમલમ મુદ્દે રાજકારણ ગરમાયું, કમલમ હવે વેચાતું મળશે

જિલ્લામાં અંદાજિત 227 હેક્ટરમાં ડ્રેગન ફ્રૂટનું વાવેતર કરાયું

જિલ્લાના 9 તાલુકામાં ડ્રેગન ફ્રૂટની 227 હેક્ટરમાં ખેતી કરવામાં આવી છે, જેમાં સૌથી વધારે અંજાર તાલુકામાં 60 હેક્ટરમાં ડ્રેગન ફ્રૂટની ખેતી કરવામાં આવી છે. જ્યારે ગાંધીધામ અને માંડવી તાલુકામાં 40-40 હેક્ટરમાં ડ્રેગન ફ્રૂટની ખેતી કરવામાં આવી છે. તો અબડાસા અને ભૂજ તાલુકામાં 20-20 હેક્ટરમાં ડ્રેગન ફ્રૂટની ખેતી કરવામાં આવી છે. ભચાઉ તાલુકામાં 25, નખત્રાણા તાલુકામાં 5, મુન્દ્રા તાલુકામાં 10 તથા રાપર તાલુકામાં 7 હેક્ટરમાં ડ્રેગન ફ્રૂટની ખેતી કરવામાં આવી છે.

શું હોય છે સહાય મેળવવા માટેની પ્રક્રિયા?

કમલમ્ (ડ્રેગન ફ્રુટ)ની ખેતી કરવા સહાય મેળવવા માટે ખેડૂતે આઈ-ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવાની હોય છે. આ અરજી બાગાયતી અધિકારીની કચેરી સુધી પહોંચાડવાની હોય છે. ત્યારબાદ મંજૂરી મળ્યા પછી ખેડૂતો દ્વારા સાધનિક કાગળો કચેરીમાં રજૂ કરવાના હોય છે અને કાગળિયા રજૂ કર્યા બાદ કચેરીના બાગાયતી અધિકારી મારફત સ્થળ ચકાસણી કર્યા બાદ મળવાપાત્ર સહાય સરકારના ધારા ધોરણો અનુસાર DBT (Direct Benefit Transfer) પ્રક્રિયા મારફતે ખેડૂતોના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.

ઓછો સમય ઉત્પાદન તેમ જ ઉંચા ભાવ અને રોકડિયા પાકના કારણે ખેડૂતો ડ્રેગન ફ્રૂટની ખેતી તરફ આકર્ષાઈ રહ્યા છે

ડ્રેગન ફ્રૂટ અનેક ઔષધીય ગુણ ધરાવતી હોવાથી માગમાં પણ નોંધપાત્ર વધારો થવા પામ્યો છે. ડ્રેગન ફ્રૂટની ખેતીને પાણીની ખાસ જરૂરિયાત રહેતી નથી. માત્ર લાંબા આયુષ્ય માટે સમયાંતરે પિયતનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્યતઃ ફૂલ આવવાના સમય પહેલા જમીન કોરી રાખવામાં આવે છે. પરિણામે ડ્રેગન ફ્રૂટના છોડ પર વધુ ફુલો ઉગી નિકળે છે અને વધુ ઉત્પાદન મળે છે. આ બાગાયત ખેતીમાં ટપક પદ્ધતિ વધુ સફળ સાબિત થવા પામી છે. ખૂબ જ ઓછા પીયત, સુકી અને સામાન્ય જમીન, ઓછી દેખરેખ, ઓછો સમય ઉત્પાદન તેમજ ઉંચા ભાવ અને રોકડિયા પાકના કારણે ખેડૂતો ડ્રેગન ફ્રૂટની ખેતી તરફ આકર્ષાઈ રહ્યા છે.

કમલમ્ અનેક રીતે ફાયદાકારક છે

ડ્રેગન ફ્રૂટની વૈજ્ઞાનિક નામ હાયલોસેરયસ અનડેટસ છે, જેની ખેતી મલેશિયા, થાઈલેન્ડ, ફિલિપિન્સ, અમેરિકા અને વિયેતનામ જેવા દેશોમાં થાય છે તથા આ દેશો ભારત દેશના ડ્રેગન ફ્રૂટના ઉત્પાદનમાં હરીફ પણ છે. ડ્રેગન ફ્રૂટમાં રેષા, વિવિધ વિટામિન, ખનીજ તત્ત્વો અને એન્ટિ ઓક્સિડન્ટસ્ હોય છે. આ ઓક્સિડન્ટસ્ તણાવને કારણે નુકસાન થતા કોષને સુધારવામાં અને દહન ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે તથા પાચન વ્યવસ્થા પણ સુધરે છે.

વર્ષ 2020માં નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં કમલમનો ઉલ્લેખ કર્યો હતો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જુલાઈ, 2020માં પર મન કી બાત કાર્યક્રમમાં ગુજરાતના રણપ્રદેશ કચ્છમાં ડ્રેગન ફ્રુટની ખેતી વિશે ઉલ્લેખ કર્યો હતો. ડ્રેગન ફ્રૂટની પાંદડીઓ અને ડાળીઓ કમળ જેવી હોવાથી એને કમલમ પણ કહેવામાં આવે છે. ખેડૂતોને તેમના ઉત્પાદનના સારા ભાવ મળે એ માટે યુરોપના અન્ય દેશોમાં પણ ભારતના ડ્રેગન ફ્રૂટનો નિકાસ કરવા માટે પ્રયત્નો કરવામાં આવે છે

ખેડૂતને હેક્ટરદીઠ 1.25 લાખ રૂપિયાની સહાય મળશે

ડ્રેગન ફ્રૂટની ખેતી માટે મળતી સહાય અંગે નાયબ બાગાયત નિયામક અધિકારી મનદીપ પરસાણિયાએ જણાવ્યું હતું કે, જિલ્લામાં અંદાજિત 227 હેક્ટરમાં ડ્રેગન ફ્રૂટની ખેતી હાલમાં કરવામાં આવે છે. આ વર્ષથી સરકારે ડ્રેગન ફ્રૂટની ખેતી કરતા ખેડૂતોને રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત સહાય આપવા માટેની યોજના અમલમાં મૂકી છે, જેમાં ખેડૂતદીઠ 2 હેકટરની મર્યાદામાં પ્રત્યેક હેક્ટરદીઠ મહત્તમ 1.25 લાખ રૂપિયાની સહાય મળવાપાત્ર છે. જિલ્લાના 144 જેટલા ખેડૂતો દ્વારા આઈ-ખેડૂત પોર્ટલમાં સહાય મેળવવા માટે અરજી કરવામાં આવી હતી અને કચેરી દ્વારા 144 અરજી મંજૂર કરવામાં આવી હતી અને આગામી સમયમાં સહાય માટેની કામગીરી હાથ ધરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.