ETV Bharat / state

Water of Namrada in Kutch: કચ્છમાં નર્મદાનું પાણી આપવા મુદ્દે સરકારની મંજૂરી, ખેડૂતો લેખિત મંજૂરીની રાહમાં - કચ્છમાં ખેડૂતોની નર્મદાના પાણીની માંગણી

કચ્છમાં નર્મદાનો વધારાનો પાણી (Water from Narmada in Kutch) આપવા મુદ્દે આખરે રાજ્ય સરકાર તરફથી વહીવટી મંજૂરી મળી છે. વર્ષોથી ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા તે કામ માટે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા વહીવટી મંજૂરી અપાઈ. પરંતુ ભારતીય કિસાન સંઘ કચ્છ (Indian Farmers Union Kutch) જિલ્લાના ખેડૂતો હજુ પણ સરકારની લેખિત મંજૂરીની રાહમાં છે.

Water from Narmada in Kutch : કચ્છમાં નર્મદાના વધારાનું પાણી આપવા મુદ્દે સરકારની મંજૂરી, ખેડૂતો લેખીત મંજૂરીની રાહમાં

author img

By

Published : Jan 18, 2022, 3:52 PM IST

Updated : Jan 18, 2022, 4:32 PM IST

કચ્છ : 2006માં ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નર્મદાના વધારાના પાણીને (Water from Narmada in Kutch) કચ્છ પહોંચાડવા મુદ્દે સૈધાંતિક મંજૂરી આપી હતી. જો કે, ત્યાર બાદ અનેક વખત વિવિધ મુખ્યપ્રધાનો, સાંસદો, ધારાસભ્યો અને અન્ય નેતાઓ દ્વારા નર્મદાના પાણીને સૈધાંતિક મંજૂરી મળ્યા હોવાના નામે સરકારના ગુણ ગાયા હતા પણ 16 વર્ષ બાદ આ કામને સરકાર તરફથી વહીવટી મંજૂરી (Kutch the Government Approved Narmada Water) આપવામાં આવી છે.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે 4369 કરોડના કામો કર્યા મંજૂર

રાજ્ય સરકારના માહિતી વિભાગ તરફથી મળતી માહિતી મુજબ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel in Kutch) રાજ્યના સરહદી જિલ્લા કચ્છ માટે નર્મદાના વધારાના 1 મિલીયન એકર ફીટ પાણીના ઉપયોગ માટે ફેઝ 1 ના કામો માટે 4369 કરોડના કામો મંજૂર કર્યા છે. નર્મદાના પૂરના વહી જતા વધારાના પાણીનો આ એક મિલિયન એકર ફીટ પાણીનો જથ્થો કચ્છ પ્રદેશ માટે ફાળવવામાં આવેલો છે.

2.81 લાખ એકર વિસ્તારમાં આ નર્મદા જળથી સિંચાઈ થઈ શકશે

આ વધારાના પાણીના ઉપયોગ માટે કુલ 337.98 કિલોમીટરની લંબાઇની પાઇપ લાઇન દ્વારા 4 લિંકનું આયોજન કરાયું છે. કચ્છના ધરતીપુત્રોને જરૂરિયાત મુજબ સિંચાઇનું પાણી મળી રહે તે હેતુથી આવી પાઇપલાઇન મારફતે 38 જેટલી નાની તથા મધ્યમ સિંચાઈ યોજનાઓમાં આ પાણી નાખવાનું રાજ્યના જળસંપત્તિ વિભાગનું આયોજન છે. આ કામો હાથ ધરાવાના પરિણામે કચ્છના મુન્દ્રા, અંજાર, માંડવી, રાપર, ભુજ અને નખત્રાણા- આ છ તાલુકાના 77 ગામોને સિંચાઈ સુવિધા મળતી થશે. સાથે જ અંદાજે 2.81 લાખ એકર વિસ્તારમાં આ નર્મદા જળથી સિંચાઈ થઈ શકશે, તેવું માહિતી વિભાગ દ્વારા જણાવાયું હતું.

અનેક વાર ખેડૂતોએ કર્યા હતા ધરણાં

ઉલ્લેખનીય છે કે કચ્છના ખેડૂતો અનેક વર્ષોથી નર્મદાનું પાણી મેળવવા માંગ કરી રહ્યા હતા. કચ્છ જિલ્લા ભારતીય કિસાન સંઘ દ્વારા પણ લાંબા સમયથી આ મુદ્દે ધરણાં અને વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યા હતા. ગત મંગળવારે જ કિસાન સંઘ (Indian Farmers Union Kutch) દ્વારા જિલ્લા સ્તરના ધરણાં પ્રદર્શનમાં કચ્છ ભરમાંથી હજારો ખેડૂતો હાજર રહ્યા હતા. સાધુ સંતોની હાજરીમાં સૌ કોઈએ નર્મદાના પાણીની(Farmers Demand for Narmada Water in Kutch) વહીવટી મંજૂરી મળે તેવી માંગ કરી હતી.

ગાંધીનગર ખાતે પણ કરાઈ હતું અનેક વાર રજૂઆત

12 જાન્યુઆરીના ભારતીય કિસાન સંઘના (Bhartiya Kisan Sangh) હોદ્દેદારોએ ગાંધીનગર ખાતે કચ્છના સાંસદ, પાંચ ધારાસભ્યો, જિલ્લા પંચાયત પ્રમુખ, વિધાનસભા અધ્યક્ષા સાથે મળી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સાથે મુલાકાત કરી હતી. ભારતીય કિસાન સંઘ દ્વારા સરકારને 20 જાન્યુઆરી સુધીનું અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું હતું અને જો વહીવટી મંજૂરી ન મળે તો રાજકીય નેતાઓ અને કાર્યક્રમોના બહિષ્કાર, કચ્છ બંધ વગેરે યોજવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

સરકાર તરફથી લેખિત મંજૂરી મળી નથી: પ્રમુખ, કચ્છ જિલ્લા ભારતીય કિસાન સંઘ

જો કે આજે સવારે વહીવટી મંજૂરીની જાહેરાત કર્યા બાદ પણ કચ્છ જિલ્લા ભારતીય કિસાન સંઘના પ્રમુખે ETV Bharat જણાવ્યું હતું કે હજુ સરકાર તરફથી લેખિત મંજૂરી મળી નથી. "આ પ્રકારની જાહેરાતો અગાઉ અનેક વખત થયેલી છે અને આજે પણ ફક્ત જાહેરાત જ થઈ છે. જ્યાં સુધી લેખિત મંજૂરી નહીં મળે ત્યાં સુધી ભરોસો કરી શકાય નહીં,"

આ પણ વાંચોઃ Unseasonal Rain in Kutch : કચ્છ જિલ્લામાં આગામી 5 દિવસોમાં વરસી શકે છે કમોસમી વરસાદ

આ પણ વાંચોઃ Bhartiya Kisan Sangh: કચ્છના ખેડૂતો નર્મદાના નીરને લઈને આકરા પાણીએ, સરકાર બાહેંધરી નહીં આપે તો કચ્છ બંધ સહિતના ઉગ્ર આંદોલન

Last Updated : Jan 18, 2022, 4:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.