ETV Bharat / state

Good Samaritan Award Winner : અકસ્માતગ્રસ્તો માટે કચ્છનો યુવાન મસીહા ગાંધીધામનો મુકેશ ગઢવી - અકસ્માતની ઘટના

અકસ્માતની ઘટનામાં ઇજાગ્રસ્તો માટે તત્કાલ સ્થળ પર પ્રાથમિક સારવાર મળે કે હોસ્પિટલ સુધી પહોંચાડાય તો જીવન બચી જાય છે. આ જ વિચારધારા સાથે અકસ્માતગ્રસ્તો માટે કચ્છનો યુવાન મુકેશ ગઢવી (Mukesh Gadhvi in Gandhidham)મસીહા બની ઉમદા કામગીરી કરી રહ્યો છે. તેને ગુડ સમરીટન એવોર્ડ એનાયત થયો હતો.

Good Samaritan Award Winner : અકસ્માતગ્રસ્તો માટે કચ્છનો યુવાન મસીહા ગાંધીધામનો મુકેશ ગઢવી

author img

By

Published : Feb 3, 2023, 9:33 PM IST

કચ્છ : અકસ્માતની સ્થિતિમાં સમયસર સારવારના અભાવે અનેક માનવ દીપ બુઝાઇ જતાં હોય છે. ઘાયલો માટે શરૂઆતના કલાકો ખુબ જ કિંમતી હોય છે. આ સમયે જો કોઇ મદદે આવીને તત્કાલ સ્થળ પર પ્રાથમિક સારવાર આપે કે હોસ્પિટલ સુધી પહોંચાડવાની સેવા કરે તો મહામુલું જીવન બચાવી શકાય છે. આ જ વિચારધારા સાથે કચ્છનો એક યુવાન છેલ્લા કેટલાક સમયથી કામગીરી કરી રહ્યો છે.

અકસ્માતગ્રસ્તો માટે કચ્છનો યુવાન મસીહા : પંચરંગી શહેર ગાંધીધામની એક ગેરેજમાં કામ કરીને રોજનું પેટીયું રળતો મુકેશ પોતાના પરિવારના પાલનપોષણની જવાબદારી નિભાવવાની સાથે અકસ્માતમાં ઘાયલ થતાં લોકો માટે માનવતાની મિસાલ કાયમ કરી રહ્યો છે. મધ્યમવર્ગીય પરિવારનો આ યુવાન કોઇ સવલતો કે નાણાં ન હોવા છતાં પણ ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવાનું કામ ચૂપચાપ કરી રહ્યો છે. આ યુવાન ખરા અર્થમાં અકસ્માતગ્રસ્તો માટે મસીહાનું કામ કરી રહ્યો છે.

આ પણ વાંચો CM Bhupendra Patel in Ahmedabad : પીએમ મોદીના ગુડ ગવર્નન્સના વિચારનું પ્રતિબિંબ છે સનદી અધિકારીઓના પુસ્તકો

22થી વધુ માનવ જિંદગી બચાવી : પોતાનો કિંમતી સમય કે રોજીરોટીની પરવા કર્યા વિના માત્ર ને માત્ર માનવતાને પ્રાધાન્ય આપતો ગાંધીધામનો 22 વર્ષીય વિરલો યુવાન મુકેશ ગઢવી અત્યારસુધી 22થી વધુ માનવ જિંદગીને યમરાજના હાથમાંથી આબાદ બચાવી લીધી છે તેમ કહેવું જરાપણ ખોટું નથી. ભારતીય સંસ્કારને ઉજાગર કરતો મુકેશ ગઢવી જણાવે કે, ભારતીય સંસ્કૃતિમાં સમગ્ર માનવ જાતના કલ્યાણની કામનાની વાત છે. ત્યારે મારાથી બનતી મદદ અને સેવા હું કરવાનો પ્રયત્ન કરૂ છું. મારી પાસે નાણાં કે અન્ય કોઇ માધ્યમ નથી કે હું મોટા સેવાકાર્યો કરી શકું. પરંતુ સમયદાનથી કોઇને મદદ કરી શકું તો પણ આ દુનિયામાં આવવાનો મારો ફેરો સફળ થશે. બસ આ જ વિચાર સાથે હું ગાંધીધામ કે આસપાસના વિસ્તારમાં કયાંય પણ અકસ્માત થાય તો સમાચાર મળતા જ તરત જ દોડી જઇને પ્રથમ કામ તેઓને હોસ્પિટલ પહોંચાડવાનું કરૂ છું.

આ પણ વાંચો G20 Summit India: કચ્છ માટે ઐતિહાસિક ક્ષણ, કચ્છના રણમાં યોજાશે G-20 બેઠક

ગેરેજમાં કામ કરીને પેટીયું રળે છે : મુકેશ દિવસના ગેરેજમાં કામ કરવા સમયે પણ જો સમાચાર આવે તો પણ કામ છોડીને પ્રથમ ઘાયલોને મદદરૂપ બનવાનું કામ કર્ છું. આ કામમાં તેને ગેરેજ માલિક પણ સારો સહકાર આપે છે. આ સાથે સામાજિક સંસ્થાની એમ્બયુલન્સને મદદમાં લઇને આ કામગીરી કરે છું. અત્યારસુધી 22 થી વધુ માનવ જીદંગીને સમયસર હોસ્પિટલ પહોંચાડીને યમરાજના હાથમાંથી પાછી લાવી છે તેનો મુકેશને મનમાં સંતોષ છે.

તાજેતરમાં '' ગુડ સમરીટન એવોર્ડ'' એનાયત : મુકેશ ગઢવીની આ કામગીરીની નોંધ સરકારે લઇને તાજેતરમાં તેને '' ગુડ સમરીટન એવોર્ડ'' એનાયત કરીને જિલ્લા કક્ષાએ ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, કોરોનાકાળમાં પણ રાતદિવસ સેવાકાર્યો કરીને 80થી વધુ કોરોનાગ્રસ્ત મૃતકોને અગ્નિદાહ આપ્યા હતાં.આવા યુવાનો થકી જ માનવતા અને ભારતીય સંસ્કૃતિની સુવાસ સમગ્ર સમાજ અને વિશ્વમાં કાયમ છે અને સૌને પ્રેરિત કરે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.