ETV Bharat / state

ભુજની હોસ્પિટલે વૈશ્વિક ક્ષેત્રે એક નવી સફળતા કરી પ્રાપ્ત, જાણો કંઈ રીતે - GK General Hospital

ભુજની અદાણી સંચાલિત જી.કે.જનરલ હોસ્પિટલે (GK General Hospital) 78 વર્ષના વડીલના ફેફસાનું દૂરબીનથી ઓપરેશન કર્યું (Performed lung surgery with binoculars) છે. ગળી જવાયેલા કૃત્રિમ પદાર્થને બહાર કાઢી વૈશ્વિક ક્ષેત્રે એક નવી સફળતા પ્રાપ્ત કરી છે.

ભુજની હોસ્પિટલે વૈશ્વિક ક્ષેત્રે એક નવી સફતા કરી પ્રાપ્ત, જાણો કંઈ રીતે

author img

By

Published : Feb 15, 2022, 7:20 PM IST

Updated : Feb 15, 2022, 8:35 PM IST

ભુજની અદાણી સંચાલિત જી.કે.જનરલ હોસ્પિટલના (GK General Hospital) ENT વિભાગે 78 વર્ષના વડીલના ફેફસામાંથી દૂરબીન વડે કૃત્રિમ પદાર્થ (Bronchoscopy and Foreign Body Removal) સિફતપૂર્વક બહાર કાઢી એકનવી સફળતા પ્રાપ્ત કરી છે.અત્યાર સુધીમાં વૈશ્વિક ક્ષેત્રે 68 વર્ષના વયોવૃધ્ધના ફેફસામાં ગળી જવાયેલા કૃત્રિમ પદાર્થને બહાર કાઢવામાં આવ્યા છે.

ઓપરેશનથી કૃત્રિમ પદાર્થ બહાર કાઢતા વડીલને શ્વાસોચ્છવાસમાં થઈ રાહત

માંડવી તાલુકાનાં વડઝરી ગામના 78 વર્ષના શામજી મેઘજી ભીમાણીને ઉતરણ બાદ અચાનક શ્વાસ અને ઉધરસની તકલીફ ચાલુ થતા નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર લીધી હતી, પરંતુ તેમને ફાયદો ન થતા ભુજની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ગયા જ્યાં છાતીનું સિટીસ્કેન કરતાં જણાયું કે, ફેફસાના નીચેના ભાગના જમણા હિસ્સામાં કોઈક કૃત્રિમ પદાર્થ ફસાઈ ગયો છે. તેથી તેમને વધુ સારવાર માટે ભુજની જી.કે. જનરલના ENT વિભાગની સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમને 1 ફેબ્રુઆરીના રોજ દાખલ કરી બીજા દિવસે દુરબીનથી ઓપરેશન કરી ફેફસામાથી કૃત્રિમ પદાર્થ (બોરનો ઠળિયો) બહાર કાઢવામાં આવતા વડીલને શ્વાસોચ્છવાસમાં રાહત થઈ હતી.

આ પણ વાંચો: અમદાવાદ સિવિલ હોસ્પિટલની સરાહનીય કામગીરી રાજસ્થાનની મહિલાના ગળામાંથી 12 સે.મી.નું તીર કાઢ્યું

જી.કે.જનરલ હોસ્પિટલમાં ચીફ મેડિકલ સુપ્રિ. ડો. નરેંદ્ર હિરાણી અને તેમની ટીમે કરી શસ્ત્રક્રિયા

જી.કે.જનરલ હોસ્પિટલમાં ચીફ મેડિકલ સુપ્રિ. ડો. નરેંદ્ર હિરાણી અને તેમની ટીમે એક અનોખી કહી શકાય તેવી શસ્ત્રક્રિયા કરી હતી. ઓપરેશનના મુખ્ય સર્જન ડો. હિરાણીએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે બાળકો આવા પદાર્થો (બોરનો ઠળિયો) ગળી જતાં હોય છે, પરંતુ આટલી મોટી ઉંમરે આવી ઘટના જવલ્લે જ બનતી હોય છે. ડો. હીરાણી સાથે ડો. અજિત ખીલનાની, ડો. હેતલ જોશી, રેસિ. ડો. નિસર્ગ દેસાઇ તેમજ ડો. રોનક બોડાત વગેરે જોડાયા હતા.

દર્દીને કોઈપણ પ્રકારની વધુ જટિલતા સર્જાય નહીં તે માટે એનેસ્થેસિયા ટીમ હતી ખડેપગે

આ પ્રકારની શસ્ત્રક્રિયા મેડિકલ સાયન્સમાં જોખમી ગણાય છે. કેમ કે, દર્દીની શ્વાસનળીમાં દૂરબીન સેટ કરાય છે. ત્યારબાદ ઓપરેશન કરવામાં આવે છે. વધુ જોખમ એટલા માટે હતું કે, દર્દીને હાઇ બી.પી., ડાયાબિટીસ ઉપરાંત તેમનું હ્રદય માત્ર 25% જેટલું જ કાર્યરત હતું. દર્દીને બેભાન કરી દૂરબીન વડે ઓપરેશન કરવામાં ભારોભાર જોખમ રહેલું હોય છે. આ જોખમ વચ્ચે દર્દીને કોઈપણ પ્રકારની વધુ જટિલતા સર્જાય નહીં તે માટે એનેસ્થેસિયા ટીમને ખડેપગે રાખવામાં આવી હતી.

આ પણ વાંચો: કચ્છમાં GK Hospitalના 231 હાઈસકિપિંગ કોરોનાથી સાજા થઈને ફરજ પર થયા હાજર

78 વર્ષના દર્દીનું ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડયું

ટીમમાં એનેસ્થેસિયા વિભાગના હેડ ડો. મંદાકિની ઠક્કર, ડો. જયદીપ પટેલ, ડૉ. નિરાલી ત્રિવેદી અને ડો. ખ્યાતિ વગેરે જોડાયા હતા. 78 વર્ષના કોઈ દર્દીને આ પ્રકારના ઓપરેશન ઓછા સફળ થતાં હોય છે, પરંતુ અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલના ડો. નરેન્દ્ર હિરાણી અને તેઓની ટીમે દર્દીને ઉગારી લેવા જોખમ ખેડીને પણ ઓપરેશન કર્યું અને સફળતાપૂર્વક પાર પાડયું હતું.

Last Updated : Feb 15, 2022, 8:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.