ETV Bharat / state

જી20 સમિટના પ્રતિનિધિઓએ સ્મૃતિવન મ્યૂઝિયમની અજાયબીઓ નિહાળી ભૂકંપના દિવંગતોને અંજલિ અર્પી - ભૂકંપના દિવંગતોને અંજલિ

ભૂકંપની ગોઝારી ઘટનાની યાદગીરીઓ સાચવતું કચ્છના ભુજમાં બનાવાયેલું જી20ના સદસ્યોએ સ્મૃતિવન નિહાળ્યું હતું. તેઓએ 2001ના ભૂકંપમાં હતાહત થયેલા દિવગંતોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સાથે સ્મૃતિવન મ્યૂઝિયમના કુલ સાત બ્લોકમાં ફરીને તમામ ઝીણવટભરી માહિતી લીધી હતી.

જી20 સમિટના પ્રતિનિધિઓએ સ્મૃતિવન મ્યૂઝિયમની અજાયબીઓ નિહાળી ભૂકંપના દિવંગતોને અંજલિ અર્પી

author img

By

Published : Feb 10, 2023, 4:35 PM IST

ભુજ ભૂકંપના દિવંગતોની યાદમાં બનેલા કચ્છના ભુજ ખાતેના સ્મૃતિવનની આજરોજ જી-20 સમિટના સભ્ય દેશો, આમંત્રિત દેશો તેમજ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના પ્રતિનિધિઓએ મુલાકાત લીધી હતી. કેપીએમજીના રાજા ભટ્ટાચાર્યે પધારેલા ડેલિગેટસને મ્યૂઝિયમ વિશેની માહિતી આપીને જીએસડીએમ વતી સ્વાગત કર્યું હતું.

ગેલેરીમાં ભવિષ્ય માટેનો સંદેશ પણ પ્રતિનિધિઓએ લખ્યો‌ : સ્મૃતિવન મ્યૂઝિયમમાં ભૂસ્તરશાસ્ત્રને લગતી વિવિધ રસપ્રદ માહિતી તેમજ ભૂકંપની સ્મૃતિઓને દર્શાવતી અલગ અલગ ગેલેરીઓની જી 20 પ્રતિનિધિઓએ વિઝીટ કરી હતી. આ સાથે અંતિમ ગેલેરીમાં ભવિષ્ય માટેનો સંદેશ પણ પ્રતિનિધિઓએ લખ્યો‌ હતો અને દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

આ પણ વાંચો G20 Summit in Kutch : G20ના આયોજનમાં ફરી કચ્છી કલા ખીલી, રોગાન કલાના રંગોમાં લોગોનું નિર્માણ

ભૂકંપની પરિસ્થિતિનો અનુભવ : મ્યૂઝિયમમાં ભૂકંપની અનુભૂતિ કરાવતા વિશેષ થિયેટરનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે વિશ્વમાં સૌથી મોટા સિમ્યુલેટર પૈકીનું એક છે. ત્યારે અહીં જી-20ના સભ્યશ્રીઓને ધ્રુજારી, ધ્વનિ તથા પ્રકાશના સંયોજનથી એક વિશેષ ભૂકંપની પરિસ્થિતિનો અનુભવ કરાવવામાં આવ્યો હતો.

સ્મૃતિવન મ્યૂઝિયમના કુલ સાત બ્લોકમાં ફરીને તમામ ઝીણવટભરી માહિતી લીધી

વર્કશોપ અને પ્રેઝન્ટેશન : આ સાથે સ્મૃતિવનમાં મ્યૂઝિયમના કુલ સાત બ્લોક જે પુન: સંરચના, પુન:પરિચય, પુન:પ્રત્યાવર્તન, પુન:નિર્માણ, પુન:વિચાર, પુન:આવૃતિ અને પુન:સ્મરણને દર્શાવે છે તેને પ્રતિનિધિશ્રીઓએ નિહાળ્યા હતા. ઐતિહાસિક હડપ્પન વસાહતો, ભૂકંપને લગતી વૈજ્ઞાનિક માહિતી, ગુજરાતની કળા અને સંસ્કૃતિ, વાવાઝોડાનું વિજ્ઞાન, રિયલટાઇમ આપાતકાલિન સ્થિતિ અંગે કંટ્રોલ રૂમ દ્વારા સમજૂતિ તેમજ ભૂકંપ બાદના ભુજની સાફલ્યગાથાઓ અને રાજ્યની વિકાસયાત્રાને વર્કશોપ અને પ્રેઝન્ટેશનના માધ્યમથી જી-20ના ડેલીગેટસએ માહિતી મેળવી હતી.

આ પણ વાંચો 2001 ભૂકંપમાં પોતાની પત્ની ગૂમાવનાર સ્મૃતિવન વિશે આવું બોલી ગયા

ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા : આ મુલાકાત દરમિયાન ભારત સરકાર ટૂરિઝમ વિભાગના સેક્રેટરી અરવિંદ સિંઘ, ગુજરાત ટૂરિઝમ વિભાગના સેક્રેટરી હારિત શુક્લા, જોઈન્ટ એમડી હનુમંતસિંહ જાડેજા, જિલ્લા કલેકટર દિલીપ રાણા, વિદેશ મંત્રાલયના અધિકારી અંકિત જૈન, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક સૌરભ સિંઘ, જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા સહિત પ્રવાસન વિભાગના ઉચ્ચ અધિકારીઓ, વિદેશ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કચ્છી સંસ્કૃતિની ઝાંખી મેળવી હતી : આ પહેલાં જી20 સદસ્યોના સ્વાગતમાં પણ સંસ્કૃતિ, ડેલીગેટસનું કેમલ સફારી અને કચ્છી સંસ્કૃતિની ઝાંખીથી વેલકમ કરવામાં આવ્યું હતું. G20 સમિટ ડેલીગેટનું સફેદ રણમાં કેમલ સફારી અને કચ્છી સંસ્કૃતિની ઝાંખી પેશ કરીને સ્વગાત કરવામાં આવ્યું હતું. જેમાં અનેક મહેમાનો કચ્છની સંસ્કૃતિ જોઈને ભાવવિભોર થઈ ગયા હતા. જી-20 સમિટ અનુસંધાને વિવિધ દેશના ડેલીગેટસ કચ્છના મહેમાન બન્યા છે. આ કાર્યક્રમ અંતર્ગત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને રૂપાલા TWGનું ઉદ્ઘાટન કરવાનું આયોજન થયું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.