કચ્છ ભારતમાં તારીખ 1લી ડિસેમ્બરથી ઈન્ડોનેશિયા પાસેથી જી-20 ( 20 Summit) સમિટનો અધ્યક્ષ પદ પ્રાપ્ત કરશે. ત્યારે દેશમાં વિવિધ સ્થળોએ બેઠક યોજવાની હાલમાં તૈયારીઓ ચાલી રહી છે. જી-20નું 20 દેશોનો એક સમૂહ છે. આ ગ્રુપ-20ના સમૂહનું પ્રમુખ પદ ભારત પાસે હોવાથી ગ્રુપ-20 સાથે જોડાયેલા 29 દેશના પ્રવાસન વિભાગના પ્રતિનિધિઓની આંતરરાષ્ટ્રીય સમીટનું યજમાન પદ ભારતે લીધું હોવાથી તેના ભાગરૂપે આગામી ફેબ્રુઆરીમાં 29 દેશના પ્રતિનિધિઓ (G20 international Summit) કચ્છના મહેમાન બનવાના હોવાથી ભારત સરકારના ઉચ્ચ અધિકારીઓનો કાફલો આગોતરી તૈયારીના ભાગરૂપે ધોરડો પહોંચ્યો હતો.
આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાશે તારીખ 7થી તારીખ 11 ફેબ્રુઆરી દરમ્યાન કચ્છમાં ધોરડો ખાતે સમીટ યોજાશે. કલેક્ટર કચેરીએથી મળતી વિગતો મુજબ કચ્છના સફેદ રણમાં (White desert) પણ જી-20 ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાશે. જી-20ના 29 દેશોના પ્રવાસન વિભાગ ઉપરાંત 4 મોટી સંસ્થા દ્વારા આગામી ફેબ્રુઆરીમાં ભારતમાં બેઠકોનો દૌર ચાલશે. આગામી તારીખ 7થી 11 ફેબ્રુઆરી દરમ્યાન કચ્છમાં ધોરડો (Khordo in Kutch) ખાતે 29 દેશના પ્રતિનિધિઓની પ્રવાસન ક્ષેત્રે સમીટ યોજાઇ શકે છે. તેની તૈયારીઓ કરવા સ્થળ નિરીક્ષણ કરવા ભારત સરકારના અધિકારી રાજીવ જૈનની આગેવાની હેઠળનું પ્રતિનિધિ મંડળ ધોરડો પહોંચ્યું હતું.
G-20 એટલે શું? G-20 એટલે 20 દેશોનું જૂથ. એટલે કે, તેમાં 20 દેશો સમાવેશ હોય છે. G20 દેશોમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, યુરોપિયન યુનિયન, ફ્રાન્સ, જર્મની, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, દક્ષિણ કોરિયા, તુર્કી, યુનાઇટેડ કિંગડમ, યુનાઇટેડ સ્ટેટ્સ અને ભારતનો સમાવેશ થાય છે.
ટેન્ટસિટીના સંચાલકો સાથે ચર્ચા પ્રવાસનમંત્રીઓ કે વિદેશમંત્રીઓની વ્યવસ્થા માટે ચર્ચા માટે આગામી ફેબ્રુઆરી માસમાં ચાર દિવસ સુધી 29 દેશના પ્રવાસનમંત્રીઓ કે વિદેશમંત્રીઓ જેવી વ્યક્તિઓ ધોરડો આવી શકે છે. એ માટે તેઓના રહેઠાણની વ્યવસ્થા, બેઠકો માટે કોન્ફરન્સ હોલ, ડાયનિંગ હોલ વગેરેની જાણકારી આ ટીમે આજે મેળવી હતી. ઉચ્ચ અધિકારીઓ ડબલ્યુ. ડી. સિંઘ, બી. કે. શર્મા, જશવીર સિંઘ, વૈંકટ આર. ડી., અમૂલ્ય રતન વગેરેએ ધોરડો ખાતે ટેન્ટસિટીના સંચાલકો સાથે ચર્ચા કરી હતી.
વિદેશી પ્રતિનિધિઓ કચ્છના પ્રવાસન સ્થળોની પણ મુલાકાત પણ લેવાશે. વિદેશ મંત્રાલયના કેન્દ્રીય અધિકારી રાજીવ જૈને ટેન્ટસિટીમાં કેટલા ટેન્ટ જોઇશે તેની વિગતો આપી હતી. ધોરડો ઉપરાંત કાળા ડુંગર, ધોળાવીરા જેવા કચ્છના પ્રવાસન સ્થળોની પણ મુલાકાત લેવાના છે. કારણ કે ફેબ્રુઆરીમાં સમીટ વખતે આ વિદેશી પ્રતિનિધિઓ કચ્છના અન્ય સ્થળો પણ જોવા જશે તેવું જણાવ્યું હતું. આ પ્રતિનિધિ મંડળ સાથે લાયઝન ડી.આર.ડી.એ.ના નીરવ પટ્ટણી પણ જોડાયા હતા.
પ્રવાસનને વેગ મળશે કચ્છની સાથે સાથે ગુજરાતના પ્રવાસનને પણ વેગ મળશે. વર્ષ દરમિયાન અલગ અલગ સ્થળો યોજાનારી આ બેઠકમાં આમ તો ગ્લોબલ પોલીસી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર,ફાઈનાન્સ, ડિજિટલ અર્થતંત્ર, પર્યાવરણ અને આબોહવા, શિક્ષણ, ઉર્જા સંક્રમણ સહિતના મુદ્દા ઉપર ચર્ચા થવાની છે. ત્યારે સફેદ રણ ખાતે યોજાનારી આંતરરાષ્ટ્રીય પરિષદમાં પ્રવાસન વિષય પર ચર્ચા કરવામાં આવશે કચ્છ હવે ટુરિસ્ટ હબ બની ગયું છે. ત્યારે કચ્છના જગ પ્રખ્યાત સફેદ રણમાં 20 દેશના પ્રતિનિધિઓ પ્રવાસન વિશે ચર્ચા કરશે. જેથી કચ્છની સાથે સાથે ગુજરાતના પ્રવાસનને પણ વેગ મળશે.