- દિનેશ ગુપ્તાનું CHA (કસ્ટમ હાઉસ એજન્ટ) તરીકેનું લાઇસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું
- કસ્ટમ ડિપાર્ટમેન્ટ દ્વારા ઉદ્યોગપતિ દિનેશ ગુપ્તાને પણ આગામી દિવસોમાં હાજર થવા ફરમાન આપ્યું
- ઇન્વેસ્ટિગેશન બાદ ગુપ્તાની કંપનીએ આયાત-નિકાસની પ્રક્રિયામાં ગેરરીતિ કરી હોવાનું બહાર આવ્યું
આ પણ વાંચોઃ દિલ્હી કસ્ટમ વિભાગએ IGI એરપોર્ટ પર 32 લાખના સોનાની દાણચોરી કરનારા 3 પ્રવાસીઓની ધરપકડ કરી
કચ્છઃ કસ્ટમ ડિપાર્ટમેન્ટનાં સૂત્રોના જણાવ્યાં પ્રમાણે, ચેમ્બરનાં પૂર્વ પ્રમુખ દિનેશ ગુપ્તાની રિશી કિરણ લોજીસ્ટિક કંપની પ્રતિબંધિત એવા ઇથાઇલ આલ્કોહોલનું એક્સપોર્ટ કરવામાં આવી રહ્યા હોવાની જાણ થતાં આ અંગે તપાસ કરવામાં આવી હતી. જેમાં ઇન્વેસ્ટિગેશન બાદ ગુપ્તાની કંપનીએ આયાત-નિકાસની પ્રક્રિયામાં ગેરરીતિ કરી હોવાનું બહાર આવ્યું હતું. જેને પગલે તેમનું CHA તરીકેનું લાઇસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવતા કંડલા-ગાંધીધામ સંકુલનાં ઇન્ડસ્ટ્રીયાલિસ્ટમાં આ ઘટનાની ચર્ચા શરૂ થઈ ગઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને કસ્ટમ ડિપાર્ટમેન્ટ દ્વારા ઉદ્યોગપતિ દિનેશ ગુપ્તાને પણ આગામી દિવસોમાં હાજર થવા ફરમાન આપ્યું છે.
આ પણ વાંચોઃ ચેન્નાઈ કસ્ટમ ટીમે દુબઈથી આવતા પ્રવાસી પાસેથી 388 ગ્રામ સોનું જપ્ત કર્યું
કસ્ટમ અને GSTના કમિશ્નરો સાથે અંગત ઓળખાણ
કિરણ ગ્રુપનું નામ બહું મોટુ છે. દેશના એક કુશળ ઉદ્યોગપતિ તરીકે જાણીતા દિનેશ ગુપ્તા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રહી ચૂક્યા છે. ચેમ્બરનાં પ્રમુખ હોવાને કારણે કસ્ટમ ડિપાર્ટમેન્ટ ઉપરાંત GST અને કંડલા પોર્ટ સહિતનાં કેન્દ્રના મોટાભાગના મંત્રાલયો સાથે તેમની ઓળખાણ છે. કસ્ટમ કે GSTનાં મોટાભાગનાં કમિશ્નર તેમને અંગત રીતે ઓળખે છે ત્યારે તેમની કંપની સામેની કસ્ટમ વિભાગની કાર્યવાહી શહેરમાં ચર્ચાનો વિષય બની હતી.