કચ્છઃ જિલ્લાના વાગડ વિસ્તારમાં ઘાસચારાની અછત ના ઉભી થાય તે માટે કચ્છ જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક મેહૂલ જોશીના માર્ગદર્શન હેઠળ રાપર તાલુકા વિકાસ અધિકારી ડી.જે ચાવડાના વડપણ હેઠળ રાપર તાલુકામાં હાલ છ ગામોએ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના પ્રયત્નોથી રાપર તાલુકા પંચાયત કચેરી દ્વારા રાપર તાલુકાના સુવઈ, રવ, ત્રંબૌ સોનલવા, ખેંગારપર થોરીયારી સહિતના ગામોએ કુલ આઠ લાખના ખર્ચે જુદા-જુદા પ્રકારના ઘાસચારાનું વાવેતર કરવામાં આવ્યું છે.


રાપર તાલુકા વિકાસ અધિકારી ડી.જે ચાવડાએ જણાવ્યું કે, નારેગા યોજના હેઠળ રાપર તાલુકાના ઉપરોક્ત ગામોએ દરેક ગામમાં પાંચ એકરમાં ઘાસચારાનું વાવેતર કરવામાં આવેલ છે. જે ઘાસચારાનું આગામી સમયમાં અછત ઉભી થાય ત્યારે આ ઘાસચારો અબોલ પશુઓ માટે ઘાસચારો ઉપયોગી થશે. ઘાસચારાનું ગોડાઉનમાં સંગ્રહ કરવામાં આવશે.