કચ્છ: રાજ્યના હવામાનમાં (State weather) ગરમીમાં આજે 1 થી 2 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો છે. તો ગઈ કાલના પ્રમાણમાં આજે રાજ્યના જિલ્લાઓમાં ફરી મહત્તમ તાપમાનના પારામાં 1 ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો હતો. અગાઉ જે હિટ વેવની અસર હતી, તેની સામે આજે લોકો થોડી ઠંડકનો અહેસાસ કરશે .
આ પણ વાંચો: અમદાવાદમાં તાપમાન 44 ડીગ્રીને પાર, યલો એલર્ટ કર્યું જાહેર
સૌથી વધારે મહત્તમ તાપમાન ગાંધીનગર:રાજ્યમાં નોંધાયેલ મહત્તમ તપામાનના આંકડા મુજબ રાજ્યમાં સૌથી વધારે મહત્તમ તાપમાન ગાંધીનગર, ભુજ અને રાજકોટ ખાતે 40 ડિગ્રી નોંધાયુ જ્યારે અમદાવાદ, બરોડા,જૂનાગઢ અને કંડલા ખાતે 39 ડિગ્રી નોંધાયું છે, તો સુરત ખાતે 37 ડિગ્રી અને કચ્છના નલિયા અને ભાવનગર ખાતે 36 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.
આ પણ વાંચો: પંચમહાલમાં કાળઝાળ ગરમી,તાપમાન 44 ડિગ્રીને પાર
ગુજરાતના શહેરોમાં મહત્તમ તાપમાન (ડિગ્રીમાં)
શહેર | મહત્તમ તાપમાન |
અમદાવાદ | 39.0 |
ગાંધીનગર | 40.0 |
રાજકોટ | 40.0 |
સુરત | 37.0 |
ભાવનગર | 36.0 |
જૂનાગઢ | 39.0 |
બરોડા | 39.0 |
નલિયા | 36.0 |
ભુજ | 40.0 |
કંડલા | 39.0 |