ETV Bharat / state

અંજારના વીર બાળક સ્મારકની વિશેષતાઓ, પીએમ મોદી કચ્છ પ્રવાસમાં કરશે લોકાર્પિત

પીએમ મોદી દ્વારા 27 ઓગસ્ટે કચ્છ જિલ્લામાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે. વર્ષ 2001ના ગુજરાત ભૂકંપમાં ભોગ બનેલા કચ્છના બાળકોની યાદમાં વીર બાળક સ્મારકનું નિર્માણ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદી લોકાર્પણ કરવાના છે ત્યારે આવો જાણીએ આ વીર બાળક સ્મારકની વિશેષતાઓ અને આકર્ષણો. Features of Veer Balak memorial in Anjar, Pm Modi kutch visit aug 2022

અંજારના વીર બાળક સ્મારકની વિશેષતાઓ, પીએમ મોદી કચ્છ પ્રવાસમાં કરશે લોકાર્પિત
અંજારના વીર બાળક સ્મારકની વિશેષતાઓ, પીએમ મોદી કચ્છ પ્રવાસમાં કરશે લોકાર્પિત
author img

By

Published : Aug 25, 2022, 7:25 PM IST

Updated : Aug 28, 2022, 6:36 AM IST

કચ્છ 26 જાન્યુઆરી 2001 ગુજરાત ભૂકંપથી ધણધણી ઉઠી હતી. આ ગણતંત્ર દિવસ હોવાથી 185 બાળકો અને 20 શિક્ષકો એક રેલીમાં જઇ રહ્યા હતાં ત્યારે આસપાસની ઇમારતોના કાટમાળ નીચે દટાઇ જવાથી મૃત્યુ પામ્યા હતાં. આ ગોઝારી ઘટનામાં જીવ ગુમાવેલા માસુમ આત્માઓની યાદમાં અંદાજે 17 કરોડના ખર્ચે કચ્છના અંજારમાં વીર બાળક સ્મારક બનાવવામાં આવ્યું છે. જ્યાં આ દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ આપવા પાંચ વિભાગમાં આ સ્મારકનું નિર્માણ કરાયુ છે. પીએમ મોદી તેનું લોકાર્પણ કરવાના છે ત્યારે તેેની વિશેષતા પર નજર કરીએ તો મેમોરિયલની દિવાલ પર દિવંગતોના નામ લખવામાં આવ્યા છે અને તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે ડિજિટલ મશાલ નિર્માણ કરાઈ છે જેના પ્રકાશ પુંજને અંજાર શહેરમાંથી જોઈ શકાશે.

ભૂકંપમાં ભોગ બનેલા કચ્છના બાળકોની યાદમાં વીર બાળક સ્મારકનું નિર્માણ કરવામાં આવ્યું

સ્મારકમાં સ્ટિમ્યુલેટર જે મુલાકાતીઓ ભુકંપનો લાઈવ અનુભવ કરાવશે વીર બાળક સ્મારકના મ્યૂઝિયમમાં દિવંગત બાળકોની તસવીરો અને સ્મૃતિચિહ્નો રખાયા છે. ગુજરાતના નકશાનું પ્રતિકૃતિ જમીન પર રાખવામાં આવેલ છે જ્યાં સમગ્ર રાજ્યમાં ભૂકંપની ક્યાં કેવી અસર થઈ હતી તે દર્શાવે છે. ભૂકંપનું કેન્દ્રસ્થાન રહેલા એવા અંજાર શહેરના નકશાનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સ્મારકમાં સ્ટિમ્યુલેટર પણ છે જે મુલાકાતીઓ ભુકંપનો લાઈવ અનુભવ કરાવશે. આ ઉપરાંત જ્ઞાન વિજ્ઞાન ગેલેરી છે જ્યાં બાળકો મોડેલ દ્વારા જાણી શકશે કે ભૂકંપ કેવી રીતે આવે છે અને તે અંગે મોડલ તૈયાર કરવામાં આવ્યા છે.

185 બાળકો અને 20 શિક્ષકો ભૂકંપના કાટમાળમાં દબાઈ ગયાં હતાં તેઓને શ્રદ્ધાંજલિ

ભૂકંપમાં પોતાનો જીવ ગુમાવેલ 205 લોકોના સ્મૃતિચિન્હ 2001માં આવેલા વિનાશક ભૂકંપ વેળા અંજારમાં 26મી જાન્યુઆરીએ નીકળેલી રેલીમાં દિવંગત થયેલાં બાળકો સહિતના 205 લોકોની સ્મૃતિ અને શ્રદ્ધાંજલિ અર્થે અંજારના વીડી ચાર રસ્તા પાસે અંદાજિત 15 કરોડના ખર્ચે વીર બાળક સ્મારક આકાર પામેલું છે. વર્ષોના વિલંબ બાદ આ સ્મારકના મ્યુઝિયમ, મેમોરિયલ પાર્ક વગેરે વિભાગની મુલાકાત પ્રવાસીવર્ગમાં ભાવુક ક્ષણો બનશે.

2008માં તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્મારક બનાવવા માટે જાહેરાત કરાઈ હતી ભૂકંપના કારણે ઐતિહાસિક અંજાર શહેરની અનેક ઈમારતો પત્તાના મહેલ માફક ધ્વસ્ત થઈ હતી. ચોતરફ કાટમાળમાંથી સંભળાતી ચીસો અને મદદની માંગ સાથેના ઊઠતા અવાજો વચ્ચે તત્કાળ કાંઈ જ ન કરી શકવા માટેની અસમર્થતાઅને લાચારીભર્યા કરુણ દૃશ્યો અસંખ્ય નાગરિકોના માનસપટ્ટમાંથી ભુંસાયા નથી. તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સંભવત વર્ષ 2008માં અંજારની આ રેલીમાં દિવગંત થયેલા લોકોની સ્મૃતિ અર્થે વીર બાળ સ્મારક બનાવવા માટે જાહેરાત થઈ હતી.

સ્મારકમાં મ્યુઝિયમ, વીર બાળ સ્મારક અને ઓડિટોરિયમ આ પ્રકલ્પ જુદા-જુદા કારણોસર ગૂંચવાયો હતો.આડાના ચેરમેન નીરવ ભારદિયાના સમયગાળામાં ભારે પ્રયત્નો પછી વર્ષ 2017માં સરકાર દ્વારા જરૂરી મંજૂરીઓ અપાયા બાદ વર્ષ 2018થી સ્મારકનું કામ શરૂ થયુ હતું. અનેક પ્રકારના ગ્રહણો બાદ ચાલુ વર્ષે આ સ્મારક પૂર્ણતાના તબક્કે પહોંચ્યુ છે. આ સ્મારકમાં મ્યુઝિયમ, વીર બાળ સ્મારક અને ઓડિટોરિયમ આવેલા છે.

આ પણ વાંચો પીએમ મોદી 27 ઓગસ્ટ ગુજરાત પ્રવાસે, કચ્છમાં રોડ શો સહિતના કાર્યક્રમો સંદર્ભે સીએમે સમીક્ષા કરી

જુદાં જુદાં પાંચ વિભાગોમાં ફેલાયેલું છે માતબર રકમના ખર્ચે તૈયાર થયેલા આ પ્રકલ્પનું વીર બાળક મ્યુઝિયમના પાંચ વિભાગ છે. પ્રથમ વિભાગમાં ભૂતકાળનાં સ્મરણે અને દિવંગત લોકોની તસવીરો, દ્રિતીય વિનાશ વિભાગમાં કાટમાળ દર્શાવતા જુદા જુદા પ્રકારના પથ્થરો વચ્ચે મૃત્યુ પામેલાં બાળકોનાં સ્મૃતિચિહ્નો અને તેની પ્રતિકૃતિ, ભૂકંપની વિગતો સહિત કાચ સાથે લાઈટિંગનું દૃશ્ય. આ ઉપરાંત સિમ્યુલેટર , પ્રોજેકટર તથા પડદા સાથેના ત્રીજા અનુભવ વિભાગમાં અહીં ચાલુ ભૂકંપનાં ચલચિત્ર સાથે તેની અનુભૂતિ થશે.

આ પણ વાંચો વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છમાં સ્મૃતિવન સહિત અનેક વિકાસકામોનું કરશે લોકાર્પણ

અસરગ્રસ્તોના અનુભવો પ્રસ્તુત ફિલ્મમાં અસરગ્રસ્તોના અનુભવો પણ બતાવવામાં આવ્યા છે. આ તમામ બાબતો મુલાકાતી વર્ગ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. જ્ઞાન વિજ્ઞાન વિભાગમાં ભૂકંપ કેવી રીતે આવે છે, જેના વૈજ્ઞાનિક કારણો સહિતની વિગતો સમાવિષ્ટ કરાઈ છે. આટલું વિચારો વિભાગમાં મુલાકાતીઓને પ્રશ્નો પૂછતી વિગતો મુકાઈ છે. PM Modi At Veer Balak memorial in Anjar, Pm Modi kutch visit aug 2022 , 26 January 2001 Gujarat Earthquake, Five Sections of Veer Balak memorial, વીર બાળક સ્મારકનું પીએમ મોદી લોકાર્પણ કરશે, કચ્છના અંજારમાં વીર બાળક સ્મારક , 26 જાન્યુઆરી 2001 ગુજરાત ભૂકંપ , વીર બાળક સ્મારકના પાંચ વિભાગ

Last Updated : Aug 28, 2022, 6:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.