ETV Bharat / state

દુધઈ પાસે ડમ્પર-બાઈક ભટકાતાં પિતા પુત્રના મોત - kutch local news

અંજાર તાલુકાના દુધઈ નજીકના માર્ગ પર ડમ્પર અને બાઈક સામ સામે ભટકાતાં પુત્રનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતુ. જ્યારે પિતાનું સારવાર દરમિયાન મોત થયું હતુ.

દુધઈ પાસે ડમ્પર-બાઈક ભટકાતાં પિતા પુત્રના મોત

author img

By

Published : May 26, 2021, 11:42 AM IST

  • ડમ્પર અને બાઈક સામસામે અથડાતાં અકસ્માત સર્જાયો
  • અન્ય વાહનને ઓવરટેક કરવા જતાં સર્જાયો અકસ્માત
  • પુત્રનું ઘટનાસ્થળે મોત, સારવાર દરમિયાન પિતાએ દમ તોડયો

કચ્છ: મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં રહેતા ભલાભાઈ અને તેમનો પુત્ર લાલાભાઈ અને પત્ની કાંતાબેન સંતરામપુરથી કોટડા ચકાર આવવા નીકળ્યા હતા ત્યારે તેમને અકસ્માત નડ્યો હતો. કોટડા ચકારમાં વાડીમાં મજૂરી કરતા માતા-પિતા અને પુત્ર દુધઈથી ચકાર બાજુ જઈ રહ્યા હતા ત્યારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

આ પણ વાંચો: જામનગરના વાલકેશ્વરીમાં યુવતીએ સર્જ્યો અકસ્માત

પુત્રનું ઘટનાસ્થળે મોત, માતા પિતા બંનેને સારવાર અર્થે ખસેડાયા

બાઈક લાલાભાઈ ચલાવી રહ્યા હતા ત્યારે અન્ય એક ગાડીને ઓવરટેક કરવા જતાં સામેથી આવી રહેલા ડમ્પરે બાઈકને અડફેટે લેતાં બાઈકચાલક લાલાભાઈનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે માતા અને પિતા બંને ને સારવાર અર્થે ભુજ ખસેડવામાં આવ્યા હતા જેમાં સારવાર દરમિયાન ભલાભાઈએ દમ તોડયો હતો. અકસ્માતમાં પિતા પુત્ર બંનેનું મોત નીપજતાં ભારે ગમગીની છવાઈ ગઈ હતી.આ અકસ્માત અંગે પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો: સાવા પાટિયા નજીક સર્જાયો અકસ્માત, 01નું મોત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.