ETV Bharat / state

કચ્છમાં ટપ્પર ગામના ખેડૂતો જમીનનો હક મેળવવા 50 વર્ષથી કરી રહ્યા છે સંઘર્ષ, પૂર્વ વિપક્ષી નેતાએ ફરી મહેસુલ પ્રધાન સમક્ષ મૂકી માગ - નવા પ્રમોલગેશન હકપત્રક નોંધ નંબર- 300

કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં ટપ્પર ગામના 500 ખેડૂતો 50 વર્ષથી પોતાની જ જમીનના હક મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. ત્યારે હવે તેમને આ હક અપાવવા માટે પૂર્વ વિપક્ષી નેતા અને કોંગ્રેસના અગ્રણી વી. કે. હુંબલ (Former Leader of the Opposition and Congress leader V. K. Humbal) મેદાને ઉતર્યા છે. તેમણે ખેડૂતોની વર્ષો જૂની ટેક્નિકલ સમસ્યાનું નિરાકરણ લાવવા જિલ્લા કલેક્ટર મારફતે મહેસુલ પ્રધાનને રજૂઆત કરી હતી.

કચ્છમાં ટપ્પર ગામના ખેડૂતો જમીનનો હક મેળવવા 50 વર્ષથી કરી રહ્યા છે સંઘર્ષ, પૂર્વ વિપક્ષી નેતાએ ફરી મહેસુલ પ્રધાન સમક્ષ મૂકી માગ

author img

By

Published : Nov 18, 2021, 3:04 PM IST

  • કચ્છ જિલ્લામાં ટપ્પર ગામના 500 ખેડૂતો પોતાની જ જમીનના હકથી છે વંચિત
  • ખેડૂતો જમીનના હક મેળવવા 50 વર્ષથી કરી રહ્યા છે સંઘર્ષ
  • પૂર્વ વિપક્ષી નેતાએ કલેક્ટર મારફતે મહેસુલ પ્રધાનને કરી રજૂઆત
  • જમીનની કબજા કિંમત સ્વીકારી જમીનો ખેડૂતોના ખાતે કરવામાં આવે: પૂર્વ વિપક્ષી નેતા

કચ્છઃ ટપ્પર ગામના 500થી વધુ ખેડૂતો તેમની વડીલોપાર્જિત જમીનના હક (Land rights) મેળવવા 50 વર્ષથી સંઘર્ષ કરી રહ્યા છે. તેમ જ ગામના 1,080 સરવે નંબરમાંથી (Survey Number) માત્ર 755 સરવે નંબરો (Survey Number) જ સીમ નકશામાં બેસાડવામાં આવ્યા છે. આમ, ખેડૂતોની વર્ષો જૂની ટેક્નિકલ સમસ્યાનું (Old technical problem) નિરાકરણ લાવવા પૂર્વ વિપક્ષી નેતા અને કોંગ્રેસના અગ્રણી વી. કે. હુંબલે (Former Leader of the Opposition and Congress leader V. K. Humbal) જિલ્લા કલેક્ટર (District Collector) મારફતે મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી (Revenue Minister Rajendra Trivedi) સમક્ષ રજૂઆત કરી હતી. આ માટે પૂર્વ વિપક્ષી નેતાએ આ અંગેની રજૂઆત માટે કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું હતું.

કચ્છ જિલ્લામાં ટપ્પર ગામના 500 ખેડૂતો પોતાની જ જમીનના હકથી છે વંચિત

સરકારે હુકમ જાહેર કરી 147 જેટલા ખેડૂતોની જમીન ખાનગી માલિકીને ઠેરવી હતી

કચ્છના ઘણા ખેડૂતોના પ્રશ્નો (Farmers' questions) વર્ષોથી અટવાયેલા છે, જેમાં અંજાર તાલુકાના ટપ્પર ગામના અનેક ખેડૂતોની વડીલોપાર્જીત જમીન સરકાર દાખલ થઈ હોવાની રજૂઆત કરાતા કલમ- 37 (2) હેઠળ કેસ ચાલ્યો હતો અને 147 જેટલા ખેડૂતોની જમીનો સરકાર દ્વારા હુકમ જારી કરી ખાનગી માલિકીની ઠરાવાઈ હતી. આ હુકમ મુજબ મહેસુૂલી કબજા કિંમત મામલતદાર કે તલાટી સ્વીકારતા નથી અને આ જમીનો વર્ષોથી ખેડૂતોના કબજા ભોગવટામાં છે. આથી આ જમીન કલેક્ટર દ્વારા કબજા કિંમત સ્વીકારી જમીનો ખેડૂતોના ખાતે કરવામાં આવે તેવી માગ પણ પૂર્વ વિપક્ષી નેતાએ કરી હતી.

ખેડૂતોએ કબજા કિંમત ભરી ન હોવા જેવા એક માત્ર સામાન્ય કારણ થી જમીન ફ્રીઝ કરી દેવાઈ

તો આ અંગે પૂર્વ વિપક્ષી નેતા વી. કે. હુંબલે (Former Leader of the Opposition V. K. Humbal) જણાવ્યું હતું કે, ખેડૂતોની જમીનોના કેસ ચાલી ગયા બાદ નવા પ્રમોલગેશન હકપત્રક નોંધ નંબર- 300માં (New Promulgation Charter Note No. 300) ખેડૂતોએ કબજા કિંમત ભરી ન હોવા જેવા એક માત્ર સામાન્ય કારણથી જમીન ફ્રીઝ કરી દેવામાં આવી છે. તથા અંજાર તાલુકાના ટપ્પર ગામના કુલ સરવે નંબરો- 1080 આવેલા છે, જેમાંથી સીમ નકશામાં માત્ર 725 સરવે નંબરો જ બેઠેલા છે. બાકીના 355 નંબરો એવા છે કે, જેના નકશામાં કોઈ અતોપતો પણ નથી. આવું તો ગુજરાતના કોઈ પણ ગામમાં બનેલા નહીં હોય કે 30 ટકા સરવે નંબરો જૂની શરતના હોવા છતાં 7/12 અને હકપત્રકોમાં પણ ખેડૂતોના નામે બોલે છે, પરંતુ સીમ નકશામાં સરવે નંબરો બેસાડેલા નથી, જે ખુબ જ ગંભીર બાબત છે.

તાત્કાલિક 1080 સરવે નંબર મુજબ સીમ નકશો બનાવાય તેવી અપીલ

આ સરવે નંબરો (Survey Numbers) કયા કારણોસર નકશામાં ચડ્યા નથી, જે બાબતની નોંધ તંત્ર દ્વારા ગંભીરતાપૂર્વક લેવામાં આવે અને તાત્કાલિક ધોરણે ડી.એલ.આઈ.આર. (DLIR) મારફતે સરવે કરી સીમ નકશાની દુરસ્તી કરી અને તાત્કાલિક 1080 સરવે નંબર મુજબ સીમ નકશો બનાવવામાં આવે તેવી અપીલ કરવામાં આવી હતી. સાથે જ ખેડૂતોની માલિકીની જમીનો હોવા છતાં જમીનો નકશામાં બેઠેલી ન હોવાને કારણે ઘણી વખત બેન્કો લોન પણ નથી આપતી, કોઈ વીજલાઈનો કે તેલની લાઈનો નીકળે ત્યારે પણ વળતરના પ્રશ્નો ઉભા થાય છે. આથી ખેડૂતોને એનું ટાઈટલ મળે તે માટે વહીવટી તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી માગ કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.