- ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા કચ્છના ખેડૂતો બન્યા પાયમાલ
- ભૂગર્ભ જળ પાંચસોથી હજાર ફૂટ સુધી નીચે ચાલ્યા ગયા
- સરકાર સમક્ષ યોગ્ય સહાયની કરાઈ માગ
કચ્છ: જિલ્લામાં 70 ટકા વરસાદ (Rain) આધારિત ખેતી થાય છે અને ઉપરથી ચાલુ વર્ષે વરસાદ (Rain) ખેંચાઇ જતા શહેરોની પાણી સમસ્યા તો કદાચ ઉકેલાઈ જાય પરંતુ સૌથી વિપરીત અસર પડે ખેડૂતો પર. કચ્છ (Kutch) માં ભૂગર્ભ જળ પાંચસોથી હજાર ફૂટ સુધી નીચે ચાલ્યા ગયા છે, ત્યારે ખારાશ પણ વધી ગઈ છે. ખેતીલાયક પાણી ન રહેતા મહત્તમ આધાર વરસાદી પાણી છે. ઉપરાંત ચાલુ વર્ષે કચ્છ જિલ્લામાં વરસાદ જરૂરિયાત કરતા ઘણો ઓછો પડ્યો છે. ખેડૂતોએ વાવણી કરી નાખી છે, પરંતુ સમયસર વરસાદ ન આવતા હવે વાવણી વ્યર્થ જાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. હાલ કચ્છમાં વરસાદ નથી પડ્યો પરંતુ ખેડૂતોએ વરસાદી પાક એરંડો, કપાસ, તલ, મગ, બાજરી જેવા વગેરે પાકોનું વાવેતર કરી નાખ્યું છે પણ જો હવે આગામી દિવસોમાં વરસાદ નહીં પડે તો વાવેતર કરવામાં આવેલ પાકનું માત્ર 20 થી 25 ટકા જેટલું ઉત્પાદન થયેલ પાક હાથમાં આવે તેવી પરિસ્થિતિ ઊભી થશે.
આ પણ વાંચો : ભૂંડના ત્રાસથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા ખેડૂતો
ભૂગર્ભ જળમાં કાયા વાળું પાણી આવે છે
આ ઉપરાંત પાતાળમાં પાણીનું સ્તર પણ ઉંડુ ચાલ્યું ગયું છે. ભૂગર્ભ જળ પાંચસોથી હજાર ફૂટ સુધી નીચે ચાલ્યા ગયા છે, ત્યારે ખારાશ પણ વધી ગઈ છે અને કાયા વાળું પાણી આવે છે. જેનો ઉપયોગ માનવી કરે તો તેની કિડની ફેલ થઈ જાય તથા આ ખરાબ ગુણવત્તાવાળા પાણીના લીધે ખેડૂતોના પશુઓ પણ મૃત્યુ પામી રહ્યા છે તેવું ખેડૂતોનું કહેવું છે.
![વરસાદ ખેંચાતા કચ્છના ખેડૂતો બન્યા પાયમાલ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-kutch-10-kutch-farmers-ruined-by-rain-chopal-video-story-7209751_13082021120422_1308f_1628836462_757.jpg)
આ પણ વાંચો: સુરત જિલ્લામાં મેઘરાજા રુઠતા ખરીફ પાકના વાવેતરમાં ધરખમ ઘટાડો, ખેડૂતોની ચિંતા વધી
સરકાર માત્ર જાહેરાતો ન કરે: ખેડૂત
હાલમાં સરકારે જાહેરાત કરી છે કે, કેનાલમાં પાણી છોડવામાં આવશે. જેથી ખેડૂતોને રાહત મળી શકે. ઉપરાંત નર્મદાના પાણીના વાયદાઓ પણ સરકારે કર્યા છે પરંતુ કચ્છના ખેડૂતોને આ પાણી નહીં મળે. કારણ કે કચ્છ જિલ્લામાં કેનાલનું કામ કરવામાં આવ્યું જ નથી માટે કચ્છ જિલ્લાના ખેડૂતોને રાહત આપવી હોય તો એક ઉપાય છે કે, સરકારે SDR યોજના હેઠળ ખેડૂતોને લાભ મળે તેવા ઉપાય કરવા જોઈએ એવું ખેડૂતોનું માનવું છે.
ખેડૂતો ઉપરાંત સરકાર માલધારીઓની પણ સહાય કરે તેવી માંગણી
આ ઉપરાંત ખેતી સિવાયની વાત કરવામાં આવે તો વરસાદ ખેંચાઈ જતા પાણી તથા ઘાસચારાની તંગી ઉભી થઇ છે. જેથી પશુઓની હાલત પણ ખરાબ થઈ ગઈ છે માટે સરકારે ખેડૂતો માલધારીઓને સહાય કરે તેવી માંગણી પણ ખેડૂતો કરી રહ્યા છે.
સરકાર ખેડૂતોની મદદની વ્હારે આવે એવી આશા
આમ તો કચ્છ જિલ્લામાં વારંવાર દુષ્કાળ થતો હોય છે. ખેડૂત એ જગતનો તાત છે માટે સરકાર માત્ર જાહેરાતો ન કરે પરંતુ હકીકતે ખેડૂતોની મદદની વ્હારે આવે એવી આશા કચ્છના ખેડૂતો વ્યકત કરી રહ્યા છે.
પાણી નહીં મળે તો ખેડૂતો હિજરત કરવા થશે મજબૂર
કચ્છમાં જે કેનાલો આવેલી છે તે અતિ નબળી ગુણવત્તા વાળી કેનાલ છે. જો પાણીના આપોની વિચારધારા સરકારની છે અને જો આવતા સમયની અંદર સરકાર કચ્છમાં નર્મદાનું પાણી નહીં પહોંચાડે તો કચ્છના ખેડૂતોને હિજરત કરવાનો વારો આવશે. ઉપરાંત અત્યારે કપિત મોલ પણ પૂર્ણ થઈ ગયા છે. જેથી પાણીની સમસ્યા ખેડૂતોને સતાવી રહી છે. આમ, કચ્છના ખેડૂતોની સરકાર સમક્ષ માંગણી છે કે, ચાલુ વર્ષે વરસાદ ખેંચાયો છે માટે સરકાર દ્વારા પૂરતી સહાય આપવામાં આવે અને આગામી સમયમાં કેનાલનું કાર્ય કરીને ખેતી માટે વાડી સુધી પાણી પહોંચાડવામાં આવે ઉપરાંત માલધારીઓની પણ મદદ કરવામાં આવે.