ETV Bharat / state

રણ પ્રદેશમાં લીલું શાકભાજી , ખેડૂતોથી લઈને ગ્રાહક સુધી અનોખું વેચાણ કેન્દ્ર - શાકભાજી અને ફળ વેચાણ કેન્દ્ર ભુજ

કચ્છમાં ભૂકંપ બાદ ખેડૂતો સતત અનોખું (farmer in Kutch) કાર્ય કરી રહ્યા છે. કચ્છના એક ખેડૂતોએ રણ પ્રદેશમાં સ્ટ્રોબેરી, કમલમ, શિમલા મિર્ચ અને શાકભાજી, ફળનું વાવેતર સફળ ઉત્પાદન કરી બતાવ્યું છે. તો બીજી તરફ ખેડૂતોને ફાયદો અને ગ્રાહકોની બચત માટે વેચાણ કેન્દ્ર શરૂ કર્યું છે. શું છે આ રસપ્રદ વાત જૂઓ.

રણ પ્રદેશમાં લીલું શાકભાજી , ખેડૂતોથી લઈને ગ્રાહક સુધી અનોખું વેચાણ કેન્દ્ર

author img

By

Published : Oct 4, 2022, 3:24 PM IST

કચ્છ ભૂકંપ બાદ પ્રગતિશીલ ખેડૂતોએ કાઠું કાઢ્યું હોય (farmer in Kutch) તેમ ઠંડા અને પર્વતીય વિસ્તારમાં થતા ફળો પણ હવે કચ્છમાં ઉત્પાદિત થઈ રહ્યા છે. ઉપરાંત રાજ્યમાં કચ્છ બાગાયતી પાકોમાં પણ પ્રથમ ક્રમાંકે છે. તો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સતત ખેડૂતોને વધુને વધુ વળતર મળે તેવા પ્રયત્નો યોજના સ્વરૂપે લાવતા હોય છે. ઉત્પાદનમાં સીધો કિસાનને ફાયદો થાય એવા વિચાર સાથે કચ્છમાં પ્રથમ વખત રેલડીના ખેડૂત દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો છે. (Kutch vegetable and fruit)

કચ્છમાં ખેડૂતોથી લઈને ગ્રાહક સુધી અનોખું વેચાણ કેન્દ્ર

શાકભાજી ફળનું વેંચાણ કેન્દ્ર કચ્છના પ્રગતિશીલ ખેડૂત આશાપુરા ફાર્મના હરેશ ઠક્કરે રણ પ્રદેશમાં સ્ટ્રોબેરી, કમલમ, સફરજન, એક્સોટિકા વેજીટેબલ, શિમલા મિર્ચ ઉપરાંત અનેક શાકભાજી, ફળનું વાવેતર અને સફળ ઉત્પાદન કરી બતાવ્યું છે. તો આ વર્ષે હરેશ ઠક્કર દ્વારા ખેડૂતોને ફાયદો અને ગ્રાહકોની બચત થાય તેવા હેતુસર ભુજ અંજાર હાઇવે પર એક કન્ટેનરની એક તરફની દીવાલ કાઢી અને કાચની દીવાલ તેમજ દરવાજો બનાવી એર કન્ડીશનર ફીટ કરી અંદાજે એકથી સવા લાખના ખર્ચે વેચાણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. જે કચ્છના લોકો તેમજ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. (Vegetables Fruits Sale in Kutch)

અનોખું વેચાણ કેન્દ્ર
અનોખું વેચાણ કેન્દ્ર

જથ્થાબંધ - છુટક વેપારી અને ટ્રાન્સપોર્ટ ખર્ચ ભુજ તાલુકાના રેલડી ગામે આશાપુરા ફાર્મની નજીક આ કન્ટેનર શરૂ કરવામાં આવ્યું છે. આ કન્ટેનરમાં દરરોજ તાજા શાકભાજી અને ફળ સીધા ગ્રાહક સુધી પહોંચે છે. ફળ અને શાકભાજી ખેડૂત પાસેથી સીધા ગ્રાહકને મળતા પડતર નીચી આવતા ગ્રાહકને પણ ઓછા ભાવે મળે છે. ફ્રેશ ફોર્મ ફાર્મ ટુ ફોર્ક અંગે વાતચીત કરતા ખેડૂત હરેશ ઠક્કરે જણાવ્યું હતું કે, ખરેખર આ રીતે ખેડૂતો વેચાણ કરે તો જથ્થાબંધ વેપારી, છુટક વેપારી અને ટ્રાન્સપોર્ટ ખર્ચ બચી જાય છે. જેને કારણે તેને સીધા ગ્રાહકના ભાવ મળે છે. જે વ્યાજબી રાખી શકે. ખરીદનાર શાકભાજી અને ફળ ફળાદી સસ્તા ભાવે મળી રહે અને ખેડૂતની આવક પણ બમણી થાય. (Fruit and Vegetable Cultivation in Kutch)

ગ્રાહકોને કરે તો યોગ્ય વળતર મળી રહે હરેશ ઠક્કરે જણાવ્યું હતું કે, હાલ દૂધીના એક કિલોનો છૂટક ભાવ 60 રૂપિયા છે, પરંતુ ખેડૂતને જથ્થાબંધ ભાવ પ્રતિ કિલો 10 રૂપિયા મળે છે, જે ખૂબ ઓછા છે. જો વાડીની બહાર કે પછી ગામમાં આવી રીતે કન્ટેનર મારફતે ખેડૂતો તાજા ફળ અને શાકભાજીનું સીધું વેચાણ ગ્રાહકોને કરે તો ખેડૂતો તરફથી કાયમી ફરિયાદ હોય છે કે તેમને યોગ્ય વળતર મળતું નથી, તે દૂર થાય કારણ કે ખેડૂતોને પણ આમાં બમણી આવક થઈ શકે છે. આવા વેચાણ કેન્દ્ર શરૂ કરવામાં આવે તો ખેડૂતોને સારો નફો મળી શકે છે. જેમ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતોની આવક બમણી કરવા માટે સતત પ્રયત્નો કરતા હોય છે તેવી રીતે. (vegetable and fruit sale center Bhuj)

સરકાર યોજના બહાર પાડે આ ઉપરાંત હરેશ ઠક્કરે સરકાર સમક્ષ અપીલ કરતા જણાવ્યું હતું કે, જો સરકાર આ પ્રકારે ખેડૂતોને કોઈ નિશ્ચિત સ્થળ આપીને આવા વેચાણ કેન્દ્ર મારફતે વેપાર કરવા માટે સહકાર આપે અને આ વિચારનો પ્રસાર થાય. તેમજ વધુને વધુ ખેડૂતો જોડાય તો ખેડૂતોને બમણી આવક નો તો ફાયદો થશે. સાથે જ ગ્રાહકની બચત પણ થશે. સાથે જ તાજા ફળ અને શાકભાજી મળી રહેશે. (Bhuj Anjar Highway)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.