ETV Bharat / state

નિસર્ગની અસર : કચ્છમાં વરસાદને પગલે કેસર કેરીને વ્યાપક નુકસાન

વાવાઝોડાને પગલે આવેલા વરસાદને કારણે કચ્છમાં કેરીનું ઉત્પાદન કરતાં ખેડૂતોને નુકસાન થયું છે.

kutch
kutch
author img

By

Published : Jun 5, 2020, 5:51 PM IST

ભૂજઃ કચ્છની ખનીજ તત્વોથી ભરપૂર ઉચ્ચ ગુણવત્તાની કેસર કેરીની સીઝન શરૂ થવાની તૈયારી વચ્ચે નિસર્ગ વાવાઝોડાની અસરમાં ભારે પવનથી કેરીનો પાક ખરી પડયો છે અને 30 ટકા ઉત્પાદન ઘટવાની શક્યતા છે. જેના પગલે ખેડૂતોને મોટુ નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

કચ્છમાં વરસાદને કારણે કેસર કેરીને વ્યાપક નુકસાન
નિસર્ગ વાવાઝોડાને પગલે રાજ્યના અનેક શહેરોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. કચ્છમાં પણ 3 અને 4 મે ના રોજ ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. આ બે દિવસના વરસાદ અને પવનને પગલે કચ્છની કેસર કેરીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યુ છે.

ETV BHARATની ટીમે આજે શુક્રવારે ભુજના કુકમા ગામના ખેડૂત હરજીભાઈ વોરાની વાડીની મુલાકાત લીધી હતી. જયાં સ્પષ્ટ રીતે જોવા મળ્યું હતું કે ઝાડ પરથી કાચી કેરીઓ નીચે પડી હતી. જે કેરીમાંથી 50% માલ જ બજાર સુધી પહોંચે તેમ હતો. કચ્છની વિવિધ વાડીઓમાં 30 ટકા જેટલો માલ ખરી પડયો છે. આ વર્ષે 10 હજાર હેક્ટરમાં 70,000 મેટ્રિક ટન માલ ઉત્પાદનની આશા હતી પરંતુ વાવાઝોડાના પગલે ઉત્પાદનમાં 30 ટકા જેટલું નુકસાન થયું છે.

આ તકે ખેડૂત હરજીભાઈ વોરાએ જણાવ્યું હતું કે, બે દિવસમાં વરસાદની સ્થિતિના પગલે કેરીના ભાવ પણ અચાનક બેસી ગયા છે. બીજી તરફ કેરી ખરી પડી છે. હવે બજારમાં ભાવ ઓછા થયા, ઉત્પાદન ઘટયું જેનાથી ખેડૂતો પર પણ બેવડો માર પડી રહ્યો છે. કેરીના માલ ખરી પડે તેને એકઠી કરવા માટે પણ શ્રમિકોની ખુબ અછત છે. આમ, ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે, કુદરતી આફત હોય ત્યારે તેની ફરિયાદ પણ કોને કરવી..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.