લોકશાહીમાં મતદાન કરવું ખૂબ જરૂરી છે. મત ન આપવો હોય તો નોટાનો પણ ઉપયોગ કરીને પોતાનો મત ચોક્કસ આપવો જોઈએ. કચ્છ કલેકટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે, યુવાનોમાં અને ખાસ કરીને શહેરી વિસ્તારમાં મતદાન માટે જાગૃતિ ઓછી હોય છે. લોકોએ આ સમજવું પડશે અને જાણવું પડશે તેમજ પોતાનો મત પણ આપવો પડશે તેવો સમય છે.
કચ્છમાં સ્કુલ-કોલેજમાં ખાસ આયોજન સાથે સંકલ્પ લેવડાવવામાં આવ્યા છે. આગામી 23મી એપ્રિલના દિવસે લોકો મોટી સંખ્યામાં મતદાન કરે તેવી અપીલ કચ્છના કલેક્ટરે કરી હતી.