કચ્છ: સરહદી વિસ્તાર કચ્છમાં અવારનવાર ભૂકંપના આંચકાઓ આવતા હોય છે. ભારત પાકિસ્તાન બોર્ડર નજીક આજે બપોરના સમયે પશ્ચિમ કચ્છના અનેક વિસ્તારમાં આ આંચકો અનુભવાયો હતો.
2.6ની તીવ્રતાનો આંચકો: કચ્છમાં ભારત પાકિસ્તાન બોર્ડર નજીક 2.6ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. 3:11 કલાકે ખાવડા નજીક આ ભૂકંપના આંચકો અનુભવાયો હતો. સરહદી જિલ્લા કચ્છમાં 2001ના ગોઝારા ભૂકંપ બાદ શરૂ થયેલા નાના મોટા આફટરશોકનો સિલસિલો આજ દિન સુધી અવિરતપણે ચાલુ જ રહ્યો છે. આજે બપોરના સમયે 3:11 કલાકે 2.6ની તીવ્રતા સાથેના ભૂંકપના આંચકાથી કચ્છના ખાવડા, બન્ની, ધોરડો સુધી ધરા ધ્રુજી ઊઠી હતી. ભૂકંપનો આંચકો ખાવડાથી 42 કિલોમીટર દૂર નોર્થ - નોર્થ ઈસ્ટમાં નોંધાયો હતો.
આ પણ વાંચો: Earthquake Tremors in Amreli : વારંવાર ભૂકંપના આંચકાઓ અનુભવાતા ગ્રામ્ય જીવનના લોકોમાં ભયનો માહોલ
ફોલ્ટ લાઈન પર આંચકા: કચ્છમાં અગાઉ વાગડ વિસ્તારમાં આવેલ ફોલ્ટ લાઈન પર અવારનવાર આંચકાઓ નોંધાઈ રહ્યા હતા. તો આજે સરહદી રણ વિસ્તારમાં લોકોએ ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો. તો કચ્છમાં જેટલી ભૂકંપની ફોલ્ટ લાઈન છે તે ફોલ્ટ લાઈનની આસપાસ જ છેલ્લાં કેટલાક દિવસથી ભૂકંપના આંચકાઓ નોંધાઈ રહ્યા છે. જોકે ખાવડાના સરહદી વિસ્તાર પાસે પણ હવે અવારનવાર આંચકાઓ નોંધાવા લાગ્યા છે. નાની તીવ્રતાના આંચકાઓને લીધે કોઈ જાતની નુકસાનીના કોઈ પણ સમાચાર સામે આવ્યા નથી.
આ પણ વાંચો: Kutch Earthquake : અનેક વખત ભૂકંપના આંચકાઓ આવવા છતાં વિકાસની રફતાર પુરપાટ
શું કરવું, શું ન કરવું?: ભૂકંપ દરમિયાન શક્ય તેટલું સુરક્ષિત રહો. ધ્યાનમાં રાખો કે કેટલાક ધરતીકંપ વાસ્તવમાં પૂર્વ આંચકા હોય છે અને થોડા સમય પછી મોટો ધરતીકંપ આવી શકે છે. તમારી હિલચાલને સંપૂર્ણપણે ઓછી કરો અને નજીકના સલામત સ્થળે પહોંચો. ધ્રુજારી બંધ ન થાય ત્યાં સુધી ઘરની અંદર રહો અને તમને ખાતરી છે કે તે બહાર નીકળવું સલામત છે.