- કચ્છમાં ભુકંપના આંચકાઓનો સિલસિલો યથાવત
- બપોરે 12:08 વાગ્યે 4.1ની તીવ્રતાનો આંચકો નોંધાયો
- ધોળાવીરાથી 23 કિલોમીટર દૂર ભુકંપનું કેન્દ્રબિંદુ
કચ્છ: 2001ના ભૂકંપ બાદ શરૂ થયેલા નાના મોટા આફ્ટર શોકનો સિલસિલો આજ દિન સુધી અવિરત રહેવા પામ્યો છે. આજે શનિવારે બપોરે 12:08 કલાકે 4.1ની તીવ્રતા સાથેના ભૂંકપના આંચકાથી કચ્છના વાગડ પંથક ધોળાવીરા, ભચાઉ, રાપર અને સુવઈ સુધી ધરા ધ્રુજી ઊઠી હતી. ભુકંપનું કેન્દ્રબિંદુ ધોળાવીરાથી 23 કિમી દૂર ઇસ્ટ સાઉથ ઈસ્ટમાં નોંધાયું હતું.
4.1ની તીવ્રતાના આંચકાથી ધરા ધ્રુજી ઉઠી
બપોરે 12:08 વાગ્યાના સમયગાળા દરમિયાન રિક્ટર સ્કેલ પર 4.1ની તીવ્રતાના નોંધાયેલ આંચકાથી કચ્છમાં લોકો ગભરાઈ ગયા હતા અને શહેર તથા ગ્રામ્ય વિસ્તારના ઘરોમાંથી લોકો સજાગ બની ગયા હતા.ધોળાવીરાથી 23 કિલોમીટર દૂરના વિસ્તારોમાં આંચકો અનુભવાયો હતો અને 4.1ની તીવ્રતાનો હોવાથી લોકોમાં ગભરાટ ફેલાયો હતો.