કચ્છમાં: છેલ્લા કેટલાય દિવસોથી ગુજરાતના ક્ચ્છમાં ભૂકંપ આવી રહ્યા છે.જાણે કે કુદરત લોકો માથે રુઠી હોય તેવું જોવા મળી રહ્યું છે કારણ કે, વાતાવરણમાં પણ કોઇ મેળ રહ્યો નથી. શિયાળો હોવા છતા ગરમીનો અનૂભવ થઇ રહ્યો છે. તો બીજી બાજુ મહા મહિનામાં માવઠું પણ પડી રહ્યું છે. આ જોતા એવું કહી શકાય કે કુદરત રુઠી છે. આજે સવારે કચ્છમાં ફરી વાર ભૂકંપ આવ્યો છે.
આ પણ વાંચો કચ્છની જર્જરિત ઐતિહાસિક ઈમારતો ફરી જોવા મળશે તેના મૂળ રૂપમાં, CEPT યુનિ. શરૂ કર્યું કામ
અનુભવાયો આંચકો: આજે સવારના દોઢ કલાકના સમયગાળા દરમિયાન બે આંચકા અનુભવાયા હતા.વહેલી સવારે પશ્ચિમ કચ્છમાં 5.18 મિનિટે ખાવડા નજીક 3.2 નો આંચકો નોંધાયો હતો તો સવારે 6:38 મિનિટે પૂર્વ કચ્છમાં 4.2 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. કચ્છના અનેક વિસ્તારોમાં અનુભવાયો આંચકો.
આજ દિન સુધી અવિરત: કચ્છમાં 2001ના મહા ભૂકંપ બાદ શરૂ થયેલા નાના મોટા આફટરશોકનો સિલસિલો આજદિન સુધી અવિરત રહેવા પામ્યો છે. આજે વહેલી સવારના સમયે 5:18 કલાકે 3.2ની તીવ્રતા સાથેના ભૂંકપના આંચકાથી કચ્છના સરહદી વિસ્તાર ખાવડામાં ધરા ધ્રુજી ઊઠી હતી. લોકો ઊંઘમાંથી સફાળા જાગ્યા હતા.
ધ્રુજી ઉઠી ધરા: સવારના 6:38 વાગ્યાના સમયગાળા દરમિયાન પૂર્વ કચ્છમાં 4.2 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. ભુકંપનો કેન્દ્ર બિંદુ દુધઈથી 11 કિલોમીટર દૂર નોંધાયો હતો. રિક્ટર સ્કેલ પર 4.2ની તીવ્રતાના નોંધાયેલ આંચકાથી દુધઈ, ભચાઉની આસપાસના વિસ્તારોમાં આંચકો અનુભવાયો હતો. ધડાકા સાથે આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. 4.2ની તીવ્રતાનો આંચકો નોંધાતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો.
ગુજરાતનું એક ગામ: જ્યાં લોકો ભૂકંપના આંચકાના કારણે રાત્રે શાંતિથી ઊંઘી શકતા નથી. વાત કરીએ છીએ અમરેલી જિલ્લાના મિતિયાળા ગામ જે જંગલ વિસ્તારમાં આવેલું છે, મિતિયાળા ગામ જંગલ વિસ્તારના નજીક હોવાથી ત્યાં સિંહ અને દીપડાનો વસવાટ છે. પરતું અહીંના લોકોને સિંહ દીપડાઓનો ડર લાગતો નથી. અહીંના લોકોને ડર લાગે છે અવારનવાર આવતા ભૂકંપના આંચકાઓથી. ભૂકંપના આંચકાના કારણે કડકડતી શિયાળાની ઠંડીમાં ગામના લોકો ફળિયા અને શેરીઓમાં સુવા માટે મજબૂર બન્યા છે.આ ગામમાં 15 -15 દિવસે ભૂકંપ આવે છે જેના કારણે લોકોના માથે મોતની તલવાર લટકતી હોય તેવી રીત જીવન પસાર કરી રહ્યા છે.