ETV Bharat / state

Dvishatabdi Mahotsav: મહોત્સવમાં જશો તો તમે મોહી જશો, તૈયાર કરવામાં આવ્યો અદભૂત વનવગડો - Mirjapar at edge of Bhuj city

કચ્છમાં એપ્રિલ મહિનામાં શરૂ થનારા નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવને અત્યારથી ખુલ્લું મુકવામાં આવ્યું છે. વન બનાવામાં આવ્યું છે જેમાં પ્રાકૃતિક વનની જેમ ડુંગર, પશુ-પક્ષીઓ, ઝરણાં વહેરે લોકોને આકર્ષી રહ્યા છે. ભુજ શહેરની ભાગોળે 250 એકરમાં આ આયોજન કરવામાં આવી રહ્યું છે. સંસ્કૃતિનો મહત્વ સમજાવવા કૃત્રિમ ગામડું પણ ઊભું કરવામાં આવ્યું છે.

મહોત્સવમાં જશો તો તમે મોહી જશો
મહોત્સવમાં જશો તો તમે મોહી જશો
author img

By

Published : Mar 31, 2023, 4:37 PM IST

મહોત્સવમાં જશો તો તમે મોહી જશો

કચ્છ: 200 વર્ષ પહેલાં ભુજમાં બિરાજમાન નરનારાયણદેવ સંદર્ભે આગામી પેઢી પણ સુપેરે અવગત થાય તેવા હેતુસર આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. 17 એપ્રિલથી 26 એપ્રિલ સુધી યોજાનારા આ દ્વિશતાબ્દી મહોત્સવ માટે અત્યારથી જ એક બદ્રીવન પ્રદર્શન પ્રારંભ કરવામાં આવ્યો છે. 5 વાગ્યાથી 9 વાગ્યા સુધી અનેક હરિભક્તો અત્યારથી જ આ પ્રદર્શનીની મુલાકાતે આવી રહ્યા છે.

ઉજવણીની શરૂઆત: ભુજ શહેરના છેડે મિરજાપર પાસે 250 એકરમાં બદ્રિકાશ્રમ ધામ મધ્યે પ્રદર્શની ખુલ્લી મૂકી દ્વિશતાબ્દી મહોત્સવના ઉજવણીની શરૂઆત કરવામાં આવી છે. પ્રદર્શનીમાં વિવિધ દેવી દેવતાઓના ધાર્મિક ઘટનાઓની સાથે એક અનોખી વન પ્રદર્શની પણ ઊભી કરવામાં આવી છે. જીવંત પશુ-પક્ષી, ડુંગર, ઝરણાં સહિત એક પ્રાકૃતિક વનનો આભાસ મુલાકાતીઓને થાય તે મુજબનો ભવ્ય આયોજન ગોઠવવામાં આવ્યું છે.

વિદેશી નાસ્તા: દ્રીવન પ્રદર્શનમાં ગુજરાતમાં પ્રથમ વખત 7-ડી શો લોકોને જોવા મળશે. આ પ્રદર્શન માટે સંતો અને હરિભક્તોએ છેલ્લા ત્રણ મહિનાથી મહેનત કરીને પ્રદર્શન તૈયાર કર્યું છે. આ પ્રદર્શનમાં આધુનિકતા સાથે પુરાણા મૂલ્યોની જાળવણી પણ જોવા મળશે. પ્રદર્શનની અંદર શું શું વિશેષતાઓ હશે તેની વાત કરવામાં આવે તો ભુજ દર્શન, રામશ્યામ ચરિત્ર, સ્ત્રી ચરિત્ર-નારી તું નારાયણી વગેરે અલગ-અલગ ડોમમાં પ્રદર્શિત કરાયા છે. અક્ષરધામ, હિમાલય દર્શન, નીલકંઠવર્ણી દર્શન, કૈલાસ માનસરોવર દર્શન, દેશી ભૂંગા, કચ્છી સંસ્કૃતિ, પહેરવેશ, દેશી ભોજન - રોટલા, ગોળ, વિદેશી નાસ્તા વગેરે જેવા આકર્ષણ પણ આ બદ્રીવન પ્રદર્શનમાં છે--રમેશ વેકરીયા

આ પણ વાંચો Kutch News : આ તારીખથી ભુજમાં યોજાશે નરનારાયણ દેવનો દ્વિશતાબ્દી મહોત્સવ, પીએમ મોદીને આમંત્રણ અપાયું

વિભાગો તૈયાર: દેશ-વિદેશમાં ફરીને એકત્ર કરેલી માહિતીના આધારે પ્રદર્શની ઉલ્લેખનીય છે કે દોઢ વર્ષથી દેશ-વિદેશમાં ફરીને હરિભક્ત ખીમજી ભગતે એકત્ર કરેલી માહિતીના આધારે આ પ્રદર્શન તૈયાર કરાયું છે. બદ્રીવન પ્રદર્શનના હજુ અન્ય વિભાગો તૈયાર થઈ રહ્યા છે. જેમાં શંખનાદ, મોક્ષ, લાઈટિંગ શો, મ્યુઝિકલ ફલાવર શો, દસ્તાવેજી ફિલ્મો-ભૂમિ સંવર્ધન, ગ્રીન એનર્જી, પરિવાર આધારિત ફિલ્મ, વિખવાદનું નિવારણ વગેરે તથા ટુ-ડી કાર્ટૂન બાળકો માટે પ્રદર્શિત કરાશે.

પ્રાકૃતિક વન પ્રદર્શન: વનમાં પ્રવેશ કરતા કૃષ્ણ લીલા ની પ્રદર્શની જોઈ, મંદિર દ્વારા ચાલતા ગુરુકુળ અંગે માહિતી મેળવી, 7 D શોમાં ચાર ધામની યાત્રા માણી,ત્યાર બાદ વ્યસનમુક્તિ, મોબાઈલ થી દૂર રહેવા માટે વગેરેનું માર્ગદર્શન આપતી શોર્ટ ફિલ્મ જોઈ, ત્યાર બાદ 3 D માં અક્ષરધામની યાત્રા કરાવવામાં આવી. ઉપરાંત નરનરાયણ દેવે જ્યાં તપ કર્યું તેનું ધામ બનાવવામાં આવેલ છે સાથે 108 ગૌમુખની ધારા પણ બનાવવામાં આવેલ છે.સંપૂર્ણ પ્રાકૃતિક વન પ્રદર્શનની મુલાકાત લઈને આનંદ થયું--હરિભક્ત હરીશભાઇ

આ પણ વાંચો Kutch News: આને કેહવાય ગુરુ, વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષામાં પૂછાયેલા પ્રશ્ન બદલ ગ્રેસિંગ માર્ક આપવા અપીલ

આકર્ષણનું કેન્દ્ર: દ્વિશતાબ્દી મહોત્સવના ભાગરૂપે અહીં બદ્રીવન ખાતે જુદાં જુદાં પક્ષીઓ પોપટ, કબૂતર, બતક સહિતના પક્ષીઓ અને પ્રાણીઓ અહીં પાંજરામાં પ્રદર્શન માટે મૂકવામાં આવ્યા છે. ઉપરાંત કૃત્રિમ ડુંગર બનાવી તેના પરથી પાણીના વહેણ શરૂ કરી નયનરમ્ય ઝરણાં પણ બનાવવામાં આવ્યા છે. અહીં બાળકો માટે એક નગરી પણ ઊભી કરવામાં આવી છે. તો બાળકો માટે જુદા જુદા ગાર્ડન પણ તૈયાર કરવામાં આવ્યા છે. જે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. બાળકો માટે ખાસ લાઈટિંગ ગાર્ડન બનાવવામાં આવ્યું છે. જેમાં રોશની વડે વિવિધ જાનવરોની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. રાત્રિના સમયમાં આ બદ્રીવન પ્રદર્શન રોશનીથી ઝળહળી ઉઠે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.