કચ્છ અંજારના ખંભરા ગામે અજાણ્યા શખ્સોએ કોર્ટ મેરેજની અદાવતના (court marriage) કારણે ખોખર પરિવારના ઘરને આગ ચાંપી દીધી (personal enmity) હતી. તેના કારણે ઘરમાં સૂતેલા મહિલા અને તેમના 2 યુવાન પૂત્રો ગંભીર રીતે દાઝી ગયા (fire incident in kutch gujarat) હતા. મધરાત્રે 2 વાગ્યે અચાનક લગાવવામાં આવેલી આ આગના કારણે સોફા અને દરવાજા પણ સળગી ગયા હતા.
ગંભીર રીતે દાઝ્યા આ અંગે મળતી માહિતી અનુસાર, જિલ્લામાં અંજાર તાલુકાના ખંભરામાં રહેતા અને કામ અનુસાર મજૂરી કરતાં પ્રેમજી શામજી ખોખર ગત રાત્રે પરિવાર સાથે ટીવી જોઈને અંદરના રૂમમાં ઊંઘવા ગયા હતા. જ્યારે તેમના પત્ની લખીબેન અને 2 પુત્રો 27 વર્ષીય વિનોદ તેમ જ 22 વર્ષીય દિનેશ ટીવીવાળા રૂમમાં જ સૂઈ ગયાં હતા. મધરાત્રે 2 વાગ્યે અચાનક ઘરમાં આગ લાગી હતી. તેના કારણે દોડધામ મચી હતી. જ્યારે અંદર સૂતા સૂતાં માતા પુત્રો ત્રણેય ગંભીર રીતે દાઝી ગયાં (fire incident in kutch gujarat) હતા.
ઘરમાં અજાણ્યા શખ્સોએ આગ લગાડી ઘરમાં આગ લાગી જતાં પ્રેમજીભાઈના મોટા પૂત્ર વિનોદે બૂમાબૂમ કરીને પિતાને જગાડ્યાં હતા. આગના લીધે આસપાસના લોકો એકઠાં થયાં હતા અને ડોલ વડે પાણીનો મારો કરી આગ બુઝાવવા માટેના પ્રયત્નો કર્યા હતા. આ બનાવમાં ત્રણે જણના ચહેરાં, ગરદન, પીઠ, સાથળ, બંને હાથ સહિતના વિવિધ અંગ દાઝી (fire incident in kutch gujarat) ગયાં હતા. આસપાસના લોકો દ્વારા 108 એમ્બુલન્સ મારફતે સૌપ્રથમ અંજારની રેફરલ હોસ્પિટલ ખસેડવામાં (referral hospital anjar) આવ્યા હતા અને ત્યાર બાદ ત્યાંથી ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ સારવાર માટે ખસેડાયાં હતા.
આ પણ વાંચો ડાકોરમાં બુટલેગરે ધંધાની અદાવત રાખીને બીજા બુટલેગર પર કર્યો હુમલો
કોર્ટ મેરેજ બાદ પુત્રને લગાતાર ધમકીઓ આપવામાં આવી રહી હતી પ્રેમજીભાઈના પૂત્રએ જેની પુત્રી સાથે કોર્ટ મેરેજ (court marriage) કર્યા હતા. તેના પરિવાર તરફ આરોપ લગાવ્યો હતો. તે શખ્સે ઘરમાં પ્રવેશી આગ લગાડી પરિવારની હત્યાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે. તેમના પૂત્ર વિનોદે દસેક માસ પૂર્વે ગામનાં જ એક શખ્સની મરજી વિરુદ્ધ તેની પુત્રી સાથે કોર્ટ મેરેજ (court marriage) કર્યાં હતા. પરંતુ ત્યાર બાદ ગામવાળાએ અને બધાએ ભેગા થઈને છોકરા છોકરી બંનેને અલગ કર્યા હતા.
આ પણ વાંચો મિત્રોએ જૂની બબાલની અદાવત રાખીને મિત્રને મોતને ઘાટ ઉતાર્યો, પોલીસે ઉકેલ્યો Murder case
યુવતીના પરિવાર પર આક્ષેપ ત્યારબાદથી વિનોદને લગાતાર ધમકીઓ આપવામાં આવી રહી હતી. વિનોદનું એક્સિડન્ટ પણ કરાવવામાં આવ્યો હતો. તેમ જ ગઈકાલે રાત્રે લગ્નવાળી બાબતની અદાવત (personal enmity) રાખી સામાવાળા પિતાપુત્રે આગ ચાંપી હોવાનું પ્રેમજીભાઈએ શંકા દર્શાવી છે. પોલીસે ફોરેન્સિક નિષ્ણાતો સાથે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે અને આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.