- ઓઇલની કંપનીમાં પેટ્રોલની પાઇપલાઇનમાં થયું લીકેજ
- ફાયર ફાઈટર અને મરીન પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે સમારકામ હાથ ધરાયું
- કોઈ જાનહાનિ ન સર્જાઇ
- પેટ્રોલની પાઇપલાઇનમાં થયું લીકેજ
કચ્છ: જિલ્લાના કંડલા ખાતે આવેલી ઓઇલની કંપનીમાં આજે રવિવારે કોઈ પેટ્રોલની પાઇપલાઈનમાં લીકેજનો બનાવ સામે આવ્યો હતો. જેની જાણ થતાં કંડલા ફાયર ફાઈટર અને મરીન પોલીસ દ્વારા પાઇપનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : મોરબી કંડલા નેશનલ હાઈવેનો સર્વિસ રોડ તાત્કાલિક રિપેર કરાવો
તાત્કાલિક ધોરણે સમારકામ કરાતાં દુર્ઘટના ટળી
કંડલામાં આવેલી ઓઇલ કંપનીઓની પસાર થતી પેટ્રોલની પાઇપલાઇનમાં લીકેજનો બનાવ બન્યો હતો. જેની જાણ તંત્રને થતાં તાત્કાલિક ધોરણે કામગીરી કરીને લીકેજની સમસ્યા પર કાબુ મેળવવામાં આવ્યો હતો. સદભાગ્યે આ બનાવમાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી.