ETV Bharat / state

કચ્છની દરિયાઈ સીમામાંથી ડ્રગ્સ મળી આવ્યું, ઘુસણખોર શોધતી BSF ટીમને મળ્યું ડ્ર્રગ્સ - બ્રાઉન સુગર જપ્ત કર્યું

કચ્છ: જિલ્લાની દરિયાઈ સીમમાંથી બે બિનવારસી પાકિસ્તાની બોટ મળી આવ્યાની ઘટના બાદ દરિયાઈ સીમમાં સર્ચ ઑપરેશન દરમિયાન BSFની ટીમને અટપટી ક્રીક વિસ્તારમાંથી ડ્રગ્સના બે પેકેટ મળી આવ્યા છે. ગત 21 મેના રોજ પાકિસ્તાની બોટ મારફતે ભારતમાં ઘુસાડવામાં આવેલા ડ્રગ્સના જથ્થા પૈકીના જ આ પેકેટ હોવાની આશંકા રહેલી છે.

ઘુસણખોર શોધતી BSF ટીમને મળ્યું ડ્ર્રગ્સ
author img

By

Published : Oct 7, 2019, 8:17 PM IST

મળતી માહિતી મુજબ બે દિવસ પહેલા BSF દ્વારા બે બિનવારસી બોટ મળ્યાં બાદ ક્રીકમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન આ પેકેટ મળી આવ્યા છે. પેકેટમાં કયું ડ્રગ્સ છે અને આંતરરાષ્ટ્રીય બજાર અનુસાર તેની કેટલી કિંમત આંકી શકાય તે નિષ્ણાતોની તપાસ બાદ સ્પષ્ટ થશે. જોકે, જાણકારોના જણાવ્યા અનુસાર, આંતરરાષ્ટ્રીય બજારમાં એક પેકેટની કિંમત અંદાજીત રૂપિયા પાંચ કરોડ આંકવામાં આવે છે.

Drugs recovered from kutch coast
કચ્છની દરિયાઈ સીમામાંથી ડ્રગ્સ મળી આવ્યું

21 મે 2019નાં રોજ પાકિસ્તાનની અલ મદિના બોટ દ્વારા ભારતમાં ડ્રગ્સનો મોટો જથ્થો ઘુસાડાઈ રહ્યો હતો. કોસ્ટગાર્ડે બોટને આંતરી તેમાંથી 1 હજાર કરોડનું બ્રાઉન સુગર જપ્ત કર્યું હતું.

કોસ્ટગાર્ડને જોઈને બોટમાં રહેલાં ડ્રગ્સ કેરીયર્સએ ડ્રગ્સના કેટલાંક પેકેટ દરિયામાં ઠાલવી દીધા હતા. આ જથ્થા પૈકીના 50 કરોડથી વધુના ડ્રગ્સના પેકેટ જખૌથી લઈ અબડાસાના દરિયાકાંઠે છૂટક રીતે મળવાનું શરૂ થયું હતું.

તેને ધ્યાનમાં રાખી જૂન 2નાં રોજ કચ્છ પોલીસ અને BSF દ્વારા સઘન સર્ચ ઑપરેશન હાથ ધરાયું હતું. જેને અમુક કારણોસર પડતું મુકાયું હતું. દરમિયાન વધુ બે પેકેટે મળી આવ્યા છે. હજૂ આ વિસ્તારમાંથી વધુ પેકેટ મળી આવે એવું જાણકારોએ અનુમાન લગાવ્યું છે.

Intro: કકચ્છની દરિયાઈ સીમમાંથી બે બિનવારસી પાકિસ્તાની બોટ મળી આવ્યાની ઘટના પછી દરિયાઈ સીમમાં સર્ચ ઓપરેશન દરમિયાન બીએસએફની ટીમમે અટપટી ક્રિક વિસ્તારમાંથી ડ્રગ્સના બે પેકેટ મળી આવ્યા ગત 21 મેના રોજ પાકિસ્તાની બોટ મારફતે ભારતમાં ઘુસાડાઈ રહેલા ડ્રગ્સના જથ્થા પૈકીના જ આ પેકેટ હોવાની શક્યતા છે.Body: મળતી વિગતો મુજબ બે દિવસ પહેલા બીએસએફ દ્વારા બે બીનવારસી બોટ મળ્યાં બાદ ક્રીકમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તે દરમિયાન આ પેકેટ મળી આવ્યા છે. . અલબત્ત તેમાં કયું ડ્રગ્સ છે અને આંતરરાષ્ટ્રીય માર્કેટ અનુસાર તેની કેટલી કિંમત થાય છે તે નિષ્ણાતોની તપાસ બાદ સ્પષ્ટ થશે. જોકે જાણકારોના કેહવા મુજબ આંતરરાષ્ટ્રીય બજારમાં એક પેકેટની કિંમત રૂપિયા પાંચ કરોડ આસપાસ ગણવામાં આવે છે.

21મી મે 2019નાં રોજ પાકિસ્તાનની અલ મદિના બોટ દ્વારા ભારતમાં ડ્રગ્સનો મોટો જથ્થો ઘુસાડાઈ રહ્યો હતો. કોસ્ટગાર્ડે બોટને આંતરી તેમાંથી 1 હજાર કરોડનું બ્રાઉન સુગર જપ્ત કર્યું હતું. જો કે, કોસ્ટગાર્ડને જોઈને બોટમાં રહેલાં ડ્રગ્સ કેરીયર્સએ ડ્રગ્સના કેટલાંક પેકેટ દરિયામાં ઠાલવી દીધા હતા. આ જથ્થા પૈકીના પચાસ કરોડથી વધુના ડ્રગ્સના પેકેટ જખૌથી લઈ અબડાસાના દરિયાકાંઠે થોડાંક દિવસો બાદ છૂટક છૂટક રીતે મળવાનું શરૂ થયું હતું. જેથી બીજી જૂનનાં રોજ કચ્છ પોલીસ અને બીએસએફ સહિતની એજન્સીઓ દ્વારા સઘન સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. દરિયો રફ હોઈ આ ઓપરેશન અધવચ્ચે પડતું મુકાયું હતું અને ત્યારબાદ નવેસરથી કોઈ કવાયત હાથ ધરાઈ નહોતી. આ વચ્ચે આ વધુ બે પેકેટે મળી આવ્યા છે. જાણકારોના કહેવા મુજબ હજુ કેટલાક પેકેટ આ જ વિસ્તારમાથી મળી આવે તેવી શકયતા છે. Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.