- જમ્મુમાં ડ્રોન હુમલો થયા બાદ સરહદી જિલ્લા કચ્છમાં ડ્રોન વપરાશકારો માટે જાહેરનામું બહાર પડાયું
- કચ્છ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સતર્ક બની
- 19મી ઓગસ્ટ સુધી જિલ્લામાં ડ્રોન ચલાવવા પર પ્રતિબંધ
કચ્છ: જિલ્લામાં ડ્રોન કમેરાનો ઉપયોગ ક્યારેક લગ્ન પ્રસંગે, તો ક્યારેક કચ્છની સંસ્કૃતિના દર્શનના નામે થતો હોય છે. તો કચ્છમાં ઘણા એવા વિસ્તારો છે. જ્યાના વીડિયો સોશિયલ મીડીયામાં વાયરલ થયા છે. જમ્મુમાં ડ્રોન હુમલો થયા પછી કચ્છ પોલિસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે અને સુરક્ષાના ભાગરૂપે કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આ પણ વાંચો: Jammu Kashmir: અરનિયા સેકટરમાં બોર્ડર પર દેખાયું પાકિસ્તાની ડ્રોન
ડ્રોન વપરાશકારો સાથે બેઠક યોજાઇ
ડ્રોન વપરાશકારો સાથે બેઠક યોજી જરૂરી સમજ આપવામાં આવી હતી. આ પહેલા જમ્મુમાં થયેલા હુમલા પછી કચ્છના વિવિધ પોલીસ મથકોએ ડ્રોન વપરાશકારો સાથે બેઠક યોજી જરૂરી સમજ આપવામાં આવી હતી, ત્યારે આજે પશ્ચિમ કચ્છ પોલીસ હેડ ક્વાર્ટર ભુજ ખાતે એક બેઠકનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમાં ભુજ શહેરના વિવિધ પોલીસ મથકના અધિકારીઓ તથા પશ્ચિમ કચ્છ ભુજ વિભાગના નાયબ પોલિસ અધિક્ષક ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: Jammu And Kashmir: અરનિયા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય બોર્ડર પર ડ્રોન હુમલો
19મી ઓગસ્ટ સુધી જિલ્લામાં ડ્રોન ચલાવવા પર પ્રતિબંધ
ભુજ શહેરના ડ્રોન વપરાશકારોને પોલીસ દ્વારા જરૂરી સમજ અને ડ્રોન વપરાશ સમયે મંજુરી લેવા સહિતની માહિતીથી અવગત કરાયા હતા. તારીખ 19-08 સુધી પ્રસિદ્ધ થયેલા કલેક્ટરના જાહેરનામાં અતર્ગત જિલ્લામાં ડ્રોન, પેરા મોટર, હોટ એર બલુન, ક્વાડ કોપ્ટર, પાવર્ડ એરકાર્ફટ, હેન્ડ ગ્લાઇડર-પેરાગ્લાઇડર તેમજ પેરા ગ્લાઇડીંગ ચલાવવા પર પ્રતિબંધ હોવાની માહિતી સાથે જાહેરનામાની નકલ આપવામાં આવી હતી.
કચ્છમાં લાંબા સમયથી નોટીફાઇડ એરિયામાં ડ્રોન પર પ્રતિબંત
કચ્છમાં છેલ્લાં લાંબા સમયથી અનેક નોટીફાઇડ એરીયામાં ડ્રોન કેમેરા દ્વારા શુટીંગ કરવા પર પ્રતિબંધ લગાવામાં આવ્યા છે. કચ્છ સરહદી જિલ્લો હોવા છંતા પ્રવાસન-પ્રકૃતિ અને કચ્છની રમણીયતા દર્શાવવા માટે ઘણા એવા સ્થળો પર મંજુરી વગર લેવાયેલા ડ્રોનના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે અને સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયા છે. તેવામાં જમ્મુમાં થયેલા હુમલા બાદ કચ્છ જિલ્લામાં દર્શાવાયેલી જાગૃતતા કાયમ રહે તે કચ્છની સુરક્ષાના હીતમાં છે. તો ડ્રોન વપરાશકારો પણ તેનો સાવચેતી અને જરૂરી ઉપયોગ કરે તે જરૂરી છે સાથે લોકો પણ પોતાના વિસ્તારની આસપાસ આવી કોઇ પ્રવૃતિ નિહાળે તો પોલીસનો સંપર્ક કરે તે અનિવાર્ય છે.