કચ્છ: DRIએ ઓપરેશન સિગાર અંતર્ગત મુન્દ્રા પોર્ટ પર વિદેશી સિગારેટથી ભરેલું કન્ટેનર જપ્ત કર્યું છે. DRIએ માલસામાનની વિગતવાર તપાસ હાથ ધરી હતી. આ કન્ટેનર દુબઈના જેબેલ અલી પોર્ટ પરથી મોકલવામાં આવ્યું હતું.

6.5 કરોડની કિંમતની સિગારેટ જપ્ત: જે દરમિયાન અધિકારીઓએ નોંધ્યું કે કન્ટેનરમાં પ્રથમ હરોળમાં ઓટો એર ફ્રેશનર હતા. જો કે જણાવેલી પ્રથમ લાઈનની પાછળ તમામ પેકેજોમાં વિદેશી મૂળની સિગારેટ "ગોલ્ડ ફ્લેક્સ" હતી. આમાંની મોટાભાગની વિદેશી મૂળની સિગારેટ પર "મેડ ઈન તુર્કી"ના નિશાન હતા. કુલ 32.5 લાખ સિગારેટ જપ્ત કરવામાં આવી હતી. જપ્ત કરાયેલી સિગારેટની કિંમત અંદાજે 6.5 કરોડ જેટલી આંકવામાં આવી રહી છે.

કેટલાક પેકેટો પર "મેડ ઈન ઈન્ડિયા" નું ચિહ્ન: આ ઉપરાંત જપ્ત કરાયેલ સિગારેટના કેટલાક પેકેટો પર "મેડ ઈન ઈન્ડિયા" નું ચિહ્ન હતું. આ પ્રકારે નકલી સિગારેટ અથવા તેવી જ રીતે વિદેશી સિગારેટ આયાત કરવાના પ્રયાસ કરવામાં આવ્યા હોવાની વાત નિષ્ણાતોએ કરી હતી. મોટી માત્રામાં વિદેશી સિગારેટની જપ્તી એ ડીઆરઆઈ માટે મોટી સફળતા છે અને ભારતમાં વિદેશી સિગારેટની દાણચોરી પર તેની નોંધપાત્ર અસર પડશે. DRIએ સમગ્ર બાબતે વધુ તપાસ હાથ ધરી છે.