હોસ્પિટલનાં બાળરોગ નિષ્ણાંતનાં જણાવ્યા અનુસાર ગર્ભવતી મહિલા જો અધૂરા મહિને અને 600 ગ્રામ જેટલા વજનના બાળકને જન્મ આપે તો તેને બચાવવાની શક્યતા નહીવત એટલે કે ૨ ટકા જ હોય છે. તેવા સંજોગોમાં કચ્છ જીલ્લાના અબડાસા તાલુકાનાં રામપર ગામની મીરાબહેન હેમલિયાએ બાળકીને જન્મ આપતા આ પરિસ્થિતિ ઉભી થઇ હતી.
મીરાબહેનને અધૂરા મહિને એક જોખમરૂપે ઓળ છુટ્ટી પડી (placental abruption) જતા લોહી પડવાનું શરુ થઇ ગયું. માતાના હિત માટે 6 મહિને નોર્મલ ડીલીવરી કરાવવી પડી અને બાળકીનો જન્મ થયો. માતા તો હેમખેમ રહી પરંતુ બાળકીનું વજન 600 ગ્રામ હોવાથી તેને બચાવવી મુશ્કેલ હતી.આ બાળકીને ઘણી ગંભીર અને જીવલેણ બીમારી થવાની શક્યતા હતી. જન્મ સમયે ફેફસાં અલ્પ વિકસિત હોવાથી તેેને શ્વાસ લેવામાં પણ તકલીફ હતી. તેથી વેન્ટીલેટર ઉપટ મૂકી ફેફસાં પકાવવાના ઇન્જેક્શન (surfectant) આપવામાં આવ્યા હતા.
દરમિયાન બાળકને ચેપ ન લાગે એ માટે તથા પોષણની સારવાર કર્યાં પછી સુધારો જણાતા સાદા વેન્ટીલેટર પર મૂકી નળીથી દૂધ આપવાનું અને ક્રમશ; ચમચીથી અને છેવટે માતાનું ધાવણ શરુ કરાયું. અને અંતે વજન વધીને 800 ગ્રામ થઈ ગયું. પરિણામે બરાબર શ્વાસ લેતું થતા ભાગ્યે જ બનતા કિસ્સામાં નવજાત બાળકીનો જીવ બચી ગયો છે.
બાળરોગ વિભાગના વડા ડૉ. હસમુખ ચૌહાણ, ડૉ. રેખા થડાની, ડૉ. હરદાસ ચાવડા, ડૉ.શમીમ મોરબીવાલા તેમજ રેસી.ડૉ. સન્ન શેખ અને ડૉ. સોમીલ પટેલ અને નર્સિંગ સ્ટાફે જહેમત ઉઠાવી હતી.