ભુજ શહેરનો આમ તો કોઇપણ તહેવાર હોય હમિરસર તળાવના કાંઠે જ ઉજવાય છે. તો પછી દિવાળી કેમ નહી. વર્ષોથી ભુજની પરંપરા રહી છે તે મુજબ સવારે મંગળા આરતીના દર્શન કરી હમિરસર કાંઠે ફટાકડા ફોડવાનો આનંદ મેળવે છે. પરીવાર સહિત અબાલ વૃદ્ધો ,સહુ આ ઉજવણીમાં જોડાય છે.
દિવાળીના દિવસે સવારથી લઈને રાત સુધી સામુહિક રીતે એક જ સ્થળ પર ફટાકડા ફોડવાનો આનંદ ભુજવાસીઓ હમિરસર કાંઠે મેળવે છે. તેમાં પણ આ વર્ષે તળાવ ભરાઇ જતા લોકોનો આનંદ બેવડાયો છે. તો યુવાનોની મજાકમાં એકબીજા પર ફટાકડા ફેંકવા સહિતના બનાવો બને છે. જોકે પોલીસે પુરતો બંદોબસ્ત જાળવ્યો છે.
આજે વહેલી સવારે જ ભુજવાસીઓ હમીરસર તળાવના કિનારે પહોંચી આવ્યા હતાં. વિવિધ મંદિરોમાં મંગળાઆરતી અને દેવ દર્શન બાદ સામુહિક રીતે દિવાળીની ઉજવણી કરી હતી. સવારે જે માહોલ જામે છે તેના કરતા વિશેષ માહોલ રાત્રે જોવા મળે છે.