ETV Bharat / state

Dholavira festival 2024 : વૈશ્વિક ધરોહર ધોળાવીરા ખાતે ઇતિહાસની સાથે રેલાશે સંગીતના સૂર

કચ્છના વૈશ્વીક ધરોહર ધોળાવીરા ખાતે આગામી 06 જાન્યુઆરીએ સંગીત સાથે લોકો સમક્ષ ધોળાવીરા ફેસ્ટિવલ પ્રસ્તુત થશે. સંગીત દ્વારા ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને ઉજવવા અને પુનર્જીવિત કરવા માટે સમર્પિત સંસ્થા 'ક્રાફટ ઓફ આર્ટ' દ્વારા સતત બીજા વર્ષે ધોળાવીરા ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો મુખ્ય ઉદ્દેશ કળાત્મક અભિવ્યક્તિ સાથે વારસાને જોડવાનો છે.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 28, 2023, 12:56 PM IST

Dholavira festival 2024

કચ્છ : ધોળાવીરા ખાતે યોજાનારા આ ફેસ્ટિવલમાં આંતરરાષ્ટ્રીય સંગીત સાથે આ વર્ષે કચ્છ, પોરબંદર અને રાજસ્થાનના લોક કલાકારોને સમાવવામાં આવ્યા છે. ધોળાવીરા ફેસ્ટિવલના આ આયોજનમાં ફોટો પ્રદર્શન, મ્યુઝિયમ ડિસ્પ્લે અને સ્થાનિક હસ્તકલા અને રાંધણકળા પ્રદર્શનનો સમાવેશ કરવા આવશે. વૈશ્વિક ધરોહર ખાતે લોક સંગીત અને નૃત્ય ની રજૂઆત કરવામાં આવશે. આ સમગ્ર ઉત્સવ દરમિયાન કચ્છની સાંસ્કૃતિક સમૃદ્ધિની ભાતીગળ ઝાંખી ઊભી કરવામાં આવશે.

રાષ્ટ્ર નિર્માણ અને યુવા પેઢીને ભારતના વારસા સાથે પુન: જોડવા માટે આ 'ધોળાવીરા ફેસ્ટિવલ નું આયોજન કરવામાં આવ્યું છે. ધોળાવીરા ફેસ્ટિવલ એ આપણા ભવ્ય ભૂતકાળની ઉજવણી છે, જે સંગીત અને કળાની સાર્વત્રિક ભાષા દ્વારા રજૂ કરવામાં આવે છે. ધોળાવીરાના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની ઓળખ સમી કળાઓ માટીકામ, ચર્મ કલા, થાંગલિયા વણાટ, અજરખ પ્રિન્ટ સહિત અનેક કળા દર્શકોને પણ અહીં સ્થાન આપવામાં આવશે. - બિરવા કુરેશી, ક્રાફટ ઓફ આર્ટ ના સ્થાપક અને કલાત્મક નિર્દેશક

લોકો નિ:શુલ્ક નિહાળી શકશે : આ ધોળાવીરા ફેસ્ટિવલમાં ખ્યાતનામ કારીગર એ. એ. વઝીર અને એમના પુત્ર સલીમ વઝીરની સંગ્રહ માંથી કચ્છ અને સિંધના સંબંધોને વાચા આપતા વિન્ટેજ ક્રાફટના નમૂનાઓનું પણ પ્રદર્શન કરવામાં આવશે. ASI ના આર્કાઇવ્સ માંથી મળેલી તસવીરોનું પ્રદર્શન જોવાનો લ્હાવો પણ લોકો મેળવી શકશે. ધોળાવીરા ફેસ્ટિવલનું કાર્યક્રમ નિ:શુલ્ક છે, પણ વ્યવસ્થાના ભાગરૂપે રજીસ્ટ્રેશન જરૂરી છે. અને વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ ઉપલબ્ધ રહેશે. ગુજરાત ટુરિઝમ ધોળાવીરા ફેસ્ટિવલના મુખ્ય સ્પોન્સર છે.

અનેક વિસ્તારના કલાકાર પરફોર્મન્સ આપશે : પ્રખ્યાત તબલા વાદક ઉસ્તાદ ફઝલ કુરેશી એ જણાવ્યું કે, ખ્યાતનામ કલાકારોનો સમૂહ લોકો સમક્ષ સંગીતના સૂર રેલાવશે. જેમાં સારંગી પર દિલશાદ ખાન, કિ-બોર્ડ પર સ્ટીફન દેવાસી, વોકલમાં સરતાજ ખાન અને સરવર ખાન, ડ્રમ્સ પર અરુણ કુમાર, ઢોલક પર નવીન શર્મા, બાસ ગિટાર પર જોશી જોહ્ન રહેશે. આ સમગ્ર ધોળાવીરા ફેસ્ટિવલનું સંચાલન પ્રખ્યાત અભિનેત્રી દિવ્યા દત્તા દ્વારા કરવામાં આવશે.

  1. Migratory birds in Kutch: કચ્છમાં પક્ષીઓનો કલરવ, જળ પ્લાવિત વિસ્તારોમાં દેશી-વિદેશી પક્ષીઓનો જામ્યો મેળાવળો
  2. Ayodhya Dham Junction : રામનગરી રેલવે સ્ટેશન હવે અયોધ્યા ધામ જંકશન તરીકે ઓળખાશે, CM યોગીની ઈચ્છા થઇ પૂરી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.