- કચ્છમાં વિકાસની આંધળી દોટમાં પ્રકૃતિનો વિનાશ
- 25,000થી વધુ પક્ષીના બચ્ચાં અને ઈંડાઓનો વિનાશ
- પક્ષીપ્રેમીઓમાં ભારે રોષ
કચ્છ: જિલ્લામાં વિકાસના ઓઠા હેઠળ સરેઆમ પ્રકૃતિનું વિનાશ કરવામાં આવી રહ્યું છે. જિલ્લાના રણમાંથી બનતા સાંતલપુર તરફના બનતા માર્ગના પગલે અનેક પક્ષી વસાહતોને બુલ્ડોઝર દ્વારા કચડી નાખવામાં આવી હતી. ખાસ કરીને ‘ગુલાબી ધોમડો’ના 25 હજાર જેટલા ઇંડા અને સુરખાબના ઇંડાનો નાશ કરાતા જવાબદારો સામે વાઇલ્ડ લાઇફ એક્ટ હેઠળ ગુનો નોંધવા માંગ ઉઠી રહી છે. પક્ષીશાસ્ત્રનો અભ્યાસએ અવલોકનનો વિષય છે.
આ પણ વાંચો: વિદેશથી હજારો કિલોમીટરનું અંતર કાપી આવતા "સીગલ પક્ષી" બન્યા પોરબંદરના મહેમાન
કચ્છના ઇતિહાસમાં આ પક્ષીઓ દ્વારા પ્રથમ વખત મોટાપાયે પ્રજનન થયું હતું
સારા વરસાદના પગલે લબાલબ ભરાયેલા કચ્છના રણના પાણીએ સુરખાબને ત્રણ વખત બચ્ચાં ઉછેરવાની તક આપી હતી. ભર ઉનાળે પણ રણમાં પાણી ભરાયેલા હોવાથી અહીં પક્ષીઓ મોટા પ્રમાણમાં આવ્યા હતા. એકલમાતાના રણમાં એક લાખથી વધુ ‘ગુલાબી ધોમડો’ પાકિસ્તાનના મકરાનથી માંડીને ભૂમધ્ય સમુદ્ર સુધી બચ્ચાં ઉછેરે છે, પરંતુ કચ્છના રણની સરહદ બચ્ચાં ઉછેરમાં રૂકાવટ બનતી હતી. ‘ગુલાબી ધોમડો’ કયાં પ્રજનન કરે છે તેની ધારણામાં પક્ષીશાસ્ત્રીઓ અત્યાર સુધી કચ્છમાં ભટકતા રહ્યા હતા. પ્રથમ વખત ‘ગુલાબી ધોમડો’ બચ્ચાં ઉછેરવા માટે રણમાં મોટાપાયે પ્રજનન કર્યું હોવાના પૂરાવા સાથે ઇંડા, બચ્ચાં સહિત પક્ષીઓની એક મોટી વસાહત જોવા મળી છે.
વાઇલ્ડ લાઇફ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા માંગ
આ પક્ષી શિયાળા દરમિયાન કચ્છ આવે છે. વિકાસની આંધળી દોટમાં બનતા રોડની બંને બાજુ અને રોડ ઉપર કચ્છના ઇતિહાસમાં કદી નહીં નોંધાયેલા ‘ગુલાબી ધોમડો’ની પ્રજનન વસાહત જોવા મળી હતી. ડો. સાલીમ અલીએ નોંધેલા પેલીકન, સુરખાબ, ઉલ્ટીચાંચના પ્રજનન બાદ ‘ગુલાબી ધોમડો’નું પ્રજનન કચ્છની પક્ષીશાસ્ત્રની અનન્ય ઘટના છે. રોડના કામના પગલે કામદારો, કોન્ટ્રાક્ટર, મજૂરો અને કામ કરતી કંપનીના સત્તાવાળાની બેદરકારીના કારણે અહીં હજારો ઇંડા, બચ્ચાંનું કત્લેઆમ થઇ રહ્યું છે.
આ પણ વાંચો: પોરબંદરમાં પતંગના દોરાનો શિકાર બનેલ 20 કુંજ પક્ષીઓ જીવન ભર ઉડી જ નહીં શકે
પક્ષી નિરીક્ષક નવીન બાપટે આશંકા કરી વ્યક્ત
આ અંગે ભુજના પક્ષી નિરીક્ષક નવીન બાપટનો પણ આશંકા વ્યક્ત કરી હતી. પક્ષી વસાહત નામશેષ થાય તે પહેલા વન વિભાગ ગુનો નોંધશે. પક્ષી સૃષ્ટિ, પ્રાણી સંરક્ષણ ક્ષેત્રે કામ કરતી દેશની સંસ્થાઓ B.N.H.S અને W.I.I.A રોડ માટે મંજૂરી આપી ‘ગુલાબી ધોમડો’ના પ્રજનન સ્થળના વિનાશમાં આડકતરી રીતે સહભાગી બની છે. જો કે, આ ભૂલ હજુ જંગલ ખાતું જરૂર સુધારી શકે છે. જવાબદારો સામે ગુનો દાખલ કરવાની સત્તા વન વિભાગને છે. આ વસાહત સંપૂર્ણ નાશ પામે તે પહેલા વન વિભાગે જરૂરી કાર્યવાહી કરી પગલાં ભરવા જોઇએ તેવી લોક માંગ પક્ષીપ્રેમીઓ દ્વારા ઉઠી છે.
વાઈલ્ડ લાઈફ એક્ટ હેઠળ સજાની કરી માંગ
પક્ષીપ્રેમી નવીન બાપટે ETV Bharat સાથે વાત કરતા જણાવ્યું હતું કે, તેમને જાતે 2 થી 3 વાર મુલાકાત લીધી હતી અને જાતે અવલોકન કર્યું હતું અને 25,000 જેટલા બચ્ચાં અને ઈંડાઓનો વિનાશ થયો હોવાનું બહાર આવ્યું હતું અને હૃદય દ્રવી ઉઠે તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. જેમના દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે તેમને વાઈલ્ડ લાઈફ એક્ટ હેઠળ સજા કરવામાં આવે તેવી મારી માંગ છે.