ETV Bharat / state

પ્રતિષ્ઠાની પેટા ચૂંટણીઃ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે વિથોણા ખાતે જાહેર સભા સંબોધી - પ્રતિષ્ઠાની પેટા ચૂંટણી 2020

કચ્છના અબડાસા વિધાનસભાની પેટા ચૂંટણીનો પ્રચાર પ્રસારનો અંતિમ દોર ચાલી રહ્યો છે, ત્યારે શનિવારે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ કચ્છ પહોંચ્યા હતા.

પ્રતિષ્ઠાની પેટા ચૂંટણીઃ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે વિથોણા ખાતે જાહેર સભા સંબોધી

author img

By

Published : Nov 1, 2020, 4:11 AM IST

Updated : Nov 1, 2020, 4:37 AM IST

  • નાયબ મુખ્ય પ્રધાને વિથોણ ખાતે સભા સંબોધી
  • નીતિન પટેલે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યો
  • સભામાં ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા

કચ્છઃ શનિવારે બપોરે ભુજ પહોંચેલા નીતિન પટેલનું ભાજપના આગેવાનોએ સ્વાગત કર્યું હતું, ત્યારબાદ સમગ્ર કાફલો નખત્રાણા પહોંચ્યો હતો. નખત્રાણા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલના પ્રતિમાને હારઆરોપણ બાદ વિરાણી રોડ પર રૂડી સતી માઁના મંદિર ખાતે યોજાયેલી પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલની શોકસભામાં નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રતિષ્ઠાની પેટા ચૂંટણીઃ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે વિથોણા ખાતે જાહેર સભા સંબોધી

અબડાસામાં મતોનું પ્રભુત્વ

અબડાસા વિધાનસભામાં મુસ્લિમ અનુસૂચિત જાતી સમુદાય, પટેલ અને ક્ષત્રિય સમુદાયના મતોના સમીકરણો વચ્ચે નખત્રાણામાં પાટીદાર મતોના પ્રભુત્વના મુદ્દે પાટીદાર નેતા અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલની વિથોણ ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. નખત્રાણા તાલુકાના પાટીદાર સમુદાયના ધાર્મિક સ્થળ ખેતાબાપા સંસ્થાન નજીક આવેલા સરદાર વલ્લભભાઈ પટેલ ગ્રાઉન્ડ ખાતે આયોજિત સભામાં નાયબ મુખ્યપ્રધાન નીતીનભાઇ પટેલ રાજ્ય સરકારની વિવિધ વિકાસલક્ષી કામગીરીની માહિતી આપી હતી. કોરોના મહામારી વચ્ચે ગુજરાતની સફળ કામગીરીને આવરી લેતા પાટીદાર નેતા નીતિનભાઈએ કોંગ્રેસને આડે હાથ લઈને કમળના બટન પર મત આપીને કોંગ્રેસના પંજાને જાકારો આપવાની હાકલ કરી હતી.

નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે વિથોણા ખાતે જાહેર સભા સંબોધી

ભાજપના નેતાઓની હાજરી

નીતિનભાઈએ ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજા પોતાના વિસ્તારના વિકાસ કામો માટે કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય તરીકે કરેલી કાર્યવાહીને તેમણે ધારાસભ્ય પદેથી આપેલા રાજીનામાને બલિદાન ગણાવીને વિકાસમાં પોતાનું યોગદાન ગણાવ્યું હતું. આ સભામાં પ્રધાન વાસણભાઈ આહિર, ભાજપના મહામંત્રી કે.સી પટેલ, કચ્છના યુવા સાંસદ અને ભાજપના સ્ટાર પ્રચારક વિનોદ ચાવડા, ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય સહિતના પ્રવક્તાએ ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાને વિજય બનાવવાની આ સાથે ભાજપના વિકાસનો મુદ્દો રજૂ કર્યો હતો અને કોંગ્રેસને વિવિધ રીતે ઘેરી હતી.

પ્રદ્યુમનસિંહ જાડેજાના વિજયને દોહરાવવા અપિલ

સભાના અંતે પત્રકારો સાથે વાત કરતા નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલે અબડાસામાં ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજા જવલત વિજયને દોહરાવીને જણાવ્યું હતું કે રાજકીય જીવનમાં આક્ષેપ પર્તિઆક્ષેપ થતા હોય છે. ત્યારે કોંગ્રેસ દ્વારા અબડાસા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા સત્તાના ગેર ઉપયોગનો આક્ષેપ પાયાવિહોણો હોવાનું જણાવ્યું હતું.

Last Updated : Nov 1, 2020, 4:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.