ETV Bharat / state

દુશ્મન દેશોના દાંત ખાટા કરવા ભારતની સુરક્ષા એજન્સીઓ સક્ષમ, સાગર શકિ્ત એક્સરસાઇઝનું પ્રદર્શન - ભારતની સુરક્ષા એજન્સીઓ

સરહદી જિલ્લો કચ્છ કે જ્યાં સુરક્ષાની તમામ પાંખો (Defense agencies of India) દેશની રક્ષા કરે છે. કચ્છ જિલ્લામાં દર વર્ષે દેશની સુરક્ષા એજન્સીઓ દ્વારા વાર્ષિક તટ રક્ષક એક્સરસાઇઝ યોજવામાં આવે છે. આ વર્ષે કચ્છની આંતરાષ્ટ્રીય સીમાએ સાગર શક્તિ એક્સરસાઇઝ (sagar shakti exercise 2021)માં સેના, નેવી, એર ફોર્સ, તટ રક્ષક દળ, સીમા સુરક્ષા બળ સાથે ગુજરાત પોલીસ, મરીન પોલીસ તેમજ ફિશરીઝ ડિપાર્ટમેન્ટે ભાગ લીધો હતો અને કંઈ રીતે દુશ્મન દેશ પર હુમલો કરાય છે, તેનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

સાગર શકિ્ત એક્સરસાઇઝનું પ્રદર્શન
સાગર શકિ્ત એક્સરસાઇઝનું પ્રદર્શન
author img

By

Published : Nov 22, 2021, 7:36 PM IST

  • દેશની તમામ સુરક્ષા એજન્સીઓનું કચ્છમાં સાગર શકિત ઓપરેશનનું લાઈવ પ્રદર્શન
  • BSF, Airforce, Navy, Coast Gaurd અને Marine Police દ્વારા પ્રદર્શન
  • દુશ્મન દેશ પર કેવી રીતે હુમલો કરાય છે એનું લાઈવ પ્રદર્શન

કચ્છ: ખપતના લક્કી નાળાના ક્રીક વિસ્તારમાં જમીન, આકાશ તેમજ જળ માર્ગે સુરક્ષા એજન્સીઓ દ્વારા આ જોઇન્ટ એક્સરસાઇઝ (sagar shakti exercise 2021) થકી તાકાત પ્રદર્શિત કરવામાં આવી હતી. આ વર્ષે આ સંરક્ષણ કવાયતમાં ખાસ ફિલ્ડ ટ્રેનિંગ એક્સરસાઇઝનું લખપત ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

સાગર શકિ્ત એક્સરસાઇઝનું પ્રદર્શન

સાગર શકિત એક્સરસાઇઝને પર્પલ પ્લસ તરીકે પણ ઓળખાય

જ્યારે આપણો દેશ દુશ્મન દેશ પર હુમલો કરે કે સર્જીકલ સ્ટ્રાઈક (surgical strike) કરતું હોય છે, ત્યારે કેવી રીતે તમામ સુરક્ષા દળ કાર્યવાહી કરતા હોય છે, તેનું આજે લાઈવ પ્રદર્શન (Demonstration of Sagar Shakti Exercise ) કરવામાં આવ્યું હતું. તમામ સુરક્ષા એજન્સીઓ દ્વારા કરાતી આ સાગર શકિત એક્સરસાઇઝને પર્પલ પ્લસ તરીકે પણ ઓળખવામાં આવે છે.

જળ, જમીન અને હવાઈ માર્ગે પ્રદર્શન

આ ક્ષેત્રમાં તૈનાત સંરક્ષણ દળો અને અન્ય સુરક્ષા એજન્સીઓ (Defense agencies of India)ની શક્તિને એકીકૃત કરતી સાચી સંયુક્ત કવાયત સમુદ્ર, હવા અને જમીન દ્વારા સૈનિકોની હિલચાલનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આર્મી, એરફોર્સ, BSF, નેવીના સ્પેશિયલ ફોર્સના કમાન્ડો, BSFના ક્રોકોડાયલ કમાન્ડો, ઇન્ડિયન નેવીના સ્પેશિયલ માર્કોસના જવાનો દ્વારા આ સાગર શકિત એક્સરસાઇઝ હાથ ધરાયું હતું.

બોંબ બ્લાસ્ટ, એર સ્ટ્રાઈક, દુશ્મનન ચોકી કબ્જો, અંડરવોટર એટેકનું પ્રદર્શન

જુદી જુદી સુરક્ષા એજન્સીઓના 100થી વધુ જવાનો દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં બોંબ બ્લાસ્ટ, એર સ્ટ્રાઈક, દુશ્મનની ચોકી કબ્જો, અંડરવોટર એટેક વગેરેનું પ્રદર્શન કરાયું હતું અને નવા ભારતની શકિતનું પ્રદર્શન કરી દુશ્મનોના દાંત ખાટા કરવા દેશના જવાનોએ પોતાની સક્ષમતા દર્શાવી હતી.

દેશની તમામ સીમાઓ સુરક્ષિત છે: DIG, G-ગુજરાત

ભુજ બ્રિગેડ કમાન્ડર અને તેમના ઓફિસરે આ એક્સરસાઇઝનું આયોજન કર્યું અને આ એક સફળતા છે કે તમામ સુરક્ષા એજન્સીઓને એક સાથે ભેગા કરવામાં આવ્યા. પુરુ હિન્દુસ્તાન એક સાથે છે એ જ સૌથી મોટો સંદેશ છે અને દેશની તમામ સીમાઓ સુરક્ષિત છે.

આ પણ વાંચો: ભારતીય સેનાના ટોચના કમાંડરો 4 દિવસીય સંમેલનમાં દેશના સુરક્ષા પડકારોની સમીક્ષા કરશે

આ પણ વાંચો: નેપાળ આર્મી ચીફને ભારતીય સેનાના માનદ જનરલ રેન્કથી નવાજવામાં આવ્યા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.