કચ્છ: સરહદી જિલ્લા કચ્છમાં માનવ વસ્તી કરતા વધારે પશુધન છે. જિલ્લામાં 23.79 લાખ પશુધન છે. જે પૈકી 5.74 લાખ ગાયો છે. તેમાંથી 1.33 લાખ ગાયોનું લમ્પી રોગ માટેનું રસીકરણ કરાયું છે. હાલમાં જિલ્લામાં 35867 લમ્પી રોગની અસરગ્રસ્ત ગાયો છે. 41526 પશુઓને સારવાર આપવામાં આવી છે. 907 ગાયોના આ રોગના કારણે મોત નીપજ્યા છે તેમજ 72 તબીબી ટીમો કાર્યરત છે.

આ પણ વાંચો: લમ્પી લહેરનો કાળો કહેર, શું છે આ રોગનો આયુર્વેદિક ઉપચાર
શિક્ષણ રાજ્યપ્રધાન અને જિલ્લા પ્રભારીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઇ - કચ્છ જિલ્લાના પ્રભારી પ્રધાન અને શિક્ષણ રાજ્યપ્રધાન કિર્તીસિંહ વાઘેલાની અધ્યક્ષતા હેઠળ આજરોજ જિલ્લામાં લમ્પી ચર્મરોગ વાયરસ નિયંત્રણ કામગીરી(Lumpy Disease Control Operations), ભારે વરસાદ દરમિયાન રાહત કામગીરી તેમજ વિવિધ વિકાસ કામોની પ્રગતિ બાબતે સમીક્ષા બેઠક યોજાઇ હતી. કલેકટર કચેરીમાં યોજાયેલી બેઠકમાં લમ્પી વાયરસ બાબતે જનજાગૃતિ(Lumpy Virus Awareness) અને સાવચેતીના પગલાનો(Precautions Regarding lumpy Virus) ગ્રામ્ય સ્તર સુધી પ્રચાર-પ્રસાર કરવા બાબતે કિર્તીસિંહ વાઘેલાએ સબંધિતોને અનુરોધ કર્યો હતો.

લમ્પી વાયરસની જનજાગૃતિ માટે બેઠકો - જિલ્લામાં હાલમાં રખડતાં ચરિયાણના પશુઓને રસીકરણ(Vaccination of stray animals) કરવામાં આવી રહ્યું છે. તેમજ પાંજરાપોળ, ગૌશાળાવાળા અને પશુપાલકો પણ ગાયોને રસીકરણ કરાવી રહયા છે. આ ઉપરાંત જિલ્લા, તાલુકા અને તમામ ગ્રામ્ય પંચાયતોમાં લમ્પી વાયરસ અટકાવવા અને સાવચેતી માટે જનજાગૃતિ માટે બેઠકો થાય છે. દરેક ગ્રામસભામાં ગ્રામજનોને અને ગ્રામ પંચાયતે રાખવાની તકેદારી અને અમલવારી કરવાના કામોની ચર્ચા પણ કરવામાં આવી રહી છે.
1.15 લાખ જેટલો વેકસીનેશનનો ડોઝ સ્ટોકમાં - આ બેઠકમાં લમ્પી ચર્મરોગ વાયરસ અટકાવવા અમલવારી બાબતે વધુ જરૂરિયાત અને વ્યવસ્થા બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી. નાયબ પશુપાલન અધિકારી(Deputy Animal Husbandry Officer) ડો.હરેશ ઠકકરે પણ લમ્પી બાબતે સમગ્ર જિલ્લાની સ્થિતિ અને રાજય સરકારના એકશન મોડ હેઠળ કરાયેલી મદદ અને પુરા પાડવામાં આવેલા માનવ બળ વિશે વિગતે માહિતી રજૂ કરી હતી. જે પૈકી 1.15 લાખ જેટલો વેકસીનેશનનો ડોઝ સ્ટોકમાં છે.
આ પણ વાંચો: લમ્પી વાયરસને લઈને માત્ર દુઆની આશા, જૂનાગઢમાં ગાય તરફડીને મૃત્યુને ભેટી
પશુધનને સુરક્ષિત કરવામાં આવે: કિર્તીસિંહ વાઘેલા - પ્રભારી પ્રધાન(Minister in Charge of Kutch District) કિર્તીસિંહ વાઘેલાએ દૈનિક રસીકરણમાં વધારો કરવા તેમજ બિન અસરગ્રસ્ત પશુઓમાં પણ વેકસીનેશન કરાય તે બાબતે ચર્ચા કરી હતી.તેમજ કિર્તીસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે,લમ્પી રોગ વાયરસ અંગેની જનજાગૃતિ અને સરકાર સાથે પ્રજાની અગમચેતી પણ મહત્વપૂર્ણ છે. લમ્પી રોગને કાબુમાં લેવાના તમામ પ્રયત્નો કરી પશુધનને સુરક્ષિત કરવામાં આવે તે જરૂરી છે.