કચ્છ: મુન્દ્રા ખાતેના અદાણી સંચાલિત પોર્ટ ઉપર ફરી એક વાર મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો (American marijuana at Mundra port) ઝડપાયો છે. કસ્ટમ સહિતની કેન્દ્રની ઊચ્ચ એજન્સીઓ દ્વારા ફરી મુન્દ્રા પોર્ટ (Kutch adani port) પર થતી ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ભંગારની આડમાં કન્ટેનરમાં ગાંજો છૂપાવવામાં આવ્યો હતો તો આ ડ્રગ્સ હરિયાણાના સોનીપત લઈ જવામાં આવી રહ્યો હતો તેવું જાણવા મળી રહ્યું છે.
90 પેકેટની આંતરરાષ્ટ્રીય કિંમત તપાસનો વિષય
મુન્દ્રાના અદાણી પોર્ટ પરના હની કોમ્બ CFSમાં દિલ્હીના નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ અને કસ્ટમ દ્વારા દરોડા (Delhi NCB raids mundra port)પાડવામાં આવ્યા હતા. સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું, જેના પગલે એક કન્ટેનરમાંથી ગાંજાના 90 પેકેટ મળી આવ્યા હતા. તો આ ગાંજાનો જથ્થો કેટલો છે તથા આ 90 પેકેટની આંતરરાષ્ટ્રીય કિંમત કેટલી છે તે વિગતો હજી હવે બહાર આવશે.
કચ્છના દરિયાઈ માર્ગો પર એજન્સીઓની નજર
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ ગાંજાનાં પેકેટ અમેરિકાથી આવ્યા હોવાનું મનાઈ રહ્યું છે, તો કેન્દ્રીય તપાસ એજન્સીઓ હવે ગાંજાની દાણચોરી માટે ઉપયોગમાં લેવાતા ગુજરાતમાં કચ્છ થઈને દરિયાઈ માર્ગ પર નજર રાખી રહી છે અને સતત દરોડા પાડીને ગાંજાની થતી હેરાફેરીનો પર્દાફાશ કરી રહી છે.
અગાઉ પણ અનેક વખત જપ્ત કરાયો છે માદક પદાર્થ
ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બર 2021માં કચ્છ જિલ્લાના આ અદાણી સંચાલિત પોર્ટ પરથી 3,000 કિલો હેરોઈન (Heroin at Kutch adani port)નો જથ્થો DRI અને કસ્ટમના સયુંકત ઓપરેશનમાં જપ્ત કરવામાં આવ્યો હતો જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 21,000 કરોડ હતી અને ત્યાર બાદ આ કેસ NIA દ્વારા હસ્તક લેવાયો હતો.
આ પણ વાંચો:
લ્યો બોલો: 75 માઇક્રોનના પ્લાસ્ટિક ઝબલા બનાવનાર બિન્દાસ પણ દુકાનદાર દંડીત
UP Assembly Elections 2022: યુપી ચૂંટણીમાં બિકીની અને સોશિયલ મીડિયાની વાર્તા