કચ્છ રાજ્યમાં વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022) જેમ જેમ નજીક આવી રહી છે. તેમ તેમ રાજકીય પાર્ટીઓના નેતાઓનો જમાવડો ગુજરાતમાં જોવા મળી રહ્યો છે. તેવામાં હવે આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ આજે બપોરે ભૂજની મુલાકાતે (Arvind Kejriwal Bhuj Kutch Visit) આવી રહ્યાં છે.
કેજરીવાલ કરશે ચર્ચા ભૂજમાં એરપોર્ટ રોડ પર આવેલી હોટેલના કોન્ફરન્સ હૉલમાં અરવિંદ કેજરીવાલ અતિ મહત્વપૂર્ણ (Arvind Kejriwal interaction with students) જાહેરાત કરશે. આ પહેલા તેઓ શાળા કૉલેજના વિદ્યાર્થીઓ, શિક્ષકો, શિક્ષણવિદો અને પ્રોફેસરો સાથે ચર્ચા વિચારણા કરશે. સાથે જ તેઓ છાત્ર સંગઠનો સાથે શિક્ષણને લગતા પ્રશ્નો અંગે ચર્ચા (Discussion on questions related to education) કરશે.
આ પણ વાંચો કૉંગ્રેસના આ દિગ્ગજ નેતા આજથી ગુજરાત પ્રવાસે
શિક્ષણ ક્ષેત્રે કરશે જાહેરાત ત્યારબાદ જો આમ આદમી પાર્ટીની સરકાર ગુજરાતમાં સત્તા પર આવે તો શિક્ષણ ક્ષેત્રે કયા કયા પ્રકારની સુવિધા અને રાહતોની ગેરન્ટી (AAP to declare Guarantee) આપશે. આ અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરશે તેવું પશ્ચિમ કચ્છ આમ આદમી પાર્ટીના મીડિયા ઈન્ચાર્જ ગિરિરાજસિંહ જાડેજાએ (West Kutch AAP Media in charge Giriraj Singh Jadeja) ETV Bharat સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું.
આ પણ વાંચો Arvind Kejriwal Gujarat Visit: કેજરીવાલે જામનગરના વેપારીઓ સાથે કરી બેઠક, આપી પાંચ ગેરંટી
પહેલા વિદ્યાર્થીઓ ને પછી મીડિયા સાથે સંવાદ અરવિંદ કેજરીવાલ વિદ્યાર્થીઓ સાથે સંવાદ બાદ (Arvind Kejriwal interaction with students) મીડિયા સાથે સંવાદ ક૨શે. ઉલ્લેખનીય છે કે, આગામી સમયમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) આમ આદમી પાર્ટી પણ ઝંપલાવી રહી છે અને તે સંદર્ભે જ અરવિંદ કેજરીવાલના કચ્છ આવી રહ્યા છે.