કચ્છના ગ્રામ પંચાયતના નવા મકાનોનું લોકાપર્ણ
લોકાપર્ણમાં કોરોના સામે જાગૃતિની અપીલ
રાજયપ્રધાન વાસણ આહીરે કર્યું લોકાપર્ણ
કચ્છ: જિલ્લાના અંજાર તાલુકાના લોહારિયા ખાતે નવનિર્મિત લોહારિયા, પાંતિયા અને ચંદિયા ગ્રામ પંચાયતના ત્રણ ગામોના રૂ પિયા ૯૩.૭૦ લાખના વિકાસકામોનુું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના કલ્યાણ અને પ્રવાસન રાજય પ્રધાન વાસણ આહિરે જણાવ્યું હતું કે, છેવાડાના માનવીનો વિકાસ અમારો ગુરૂમંત્ર છે. કોવીડ-૧૯ની ગાઇડલાઇન પ્રમાણેની જીવનશૈલી અપનાવી લેવી સ્વ અને પરિવારના હિત માટે અતિજરૂરી છે. કચ્છ જિલ્લો કોરોનાથી બચતો રહે તે માટે પ્રજાની સાવચેતી અને સાવધાની મહત્વની છે. નાના માણસો પણ કોવીડ-૧૯ ની ગાઇડલાઇનને અનુસરી નાના કે સરકારી દવાખાનાની સારવારથી પણ સાજા થઇ શકે છે.
અંજાર તાલુકાના ગ્રામ પંચાયતના વિકાસકામોનુ લોકાપર્ણ 93.70 લાખના વિકાસકામોનું લોકાપર્ણઆ મકાનો ઉપરાંત માર્ગ અને મકાન વિભાગ દ્વારા નવનિર્મિત પંચાયત ઘરો, પેવર બ્લોક, સી.સી.રોડ, વન કુટિર રોડ, દિવાલનું વગેરે વિકાસ કામોનું લોકા પર્ણ કરવામાં આવ્યુું હતુંં. લોહારિયા ખાતે રૂપિયા ૨૫.૬૭ લાખના, ચંદિયામાં રૂપિયા ૧૯.૪૧ લાખના અને પાંતિયા ગામના રૂપિયા ૪૮.૬૩ લાખ પૈકી કુલ ૯૩.૭૦ લાખના વિકાસ કામો કરવામાં આવ્યા હતા. અંજાર તાલુકાના ગ્રામ પંચાયતના વિકાસકામોનુ લોકાપર્ણ કોરોના સામે જાગૃતિ સાથે લડત જારીજિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ અને અગ્રણી જીવા શેઠે પ્રાસંગિક પ્રવચનમાં તાલુકાના વિકાસકામોથી સૌને માહિતીગાર કરતા માસ્ક પહેરવા, સામાજિક અંતર જાળવવા તેમજ વારંવાર હાથ ધોવા અને કોવીડ-૧૯ની ગાઇડલાઇન પ્રમાણે જીવવા અનુરોધ કર્યો હતો.અંજાર તાલુકાના ગ્રામ પંચાયતના વિકાસકામોનુ લોકાપર્ણ બાકી પંચાયતને પણ મળશે નવા મકાનો કાર્યક્રમની રૂપરેખા આપતા તાલુકા વિકાસ અધિકારી એ.જી.દેસાઇએ અંજાર તાલુકામાં થયેલા વિવિધ પ્રાથમિક સુવિધાના વિકાસકામોથી સૌને માહિતગાર કર્યા હતા અને હવે માત્ર છ જેટલી ગ્રામ પંચાયત મકાન બાકી છે. જેની દરખાસ્ત પ્રક્રિયામાં છે તેમ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, સાંસદ વિનોદ ચાવડાની ગ્રાન્ટના વિકાસકામો પણ એમાં સામેલ છે. વિવિધ અગ્રણીઓ આગેવાનો મહિલાઓ, બાળકો કોવીડ-૧૯ની ગાઇડલાઇન અનુરૂપ ઉપસ્થિત રહ્યા હતા.અંજાર તાલુકાના ગ્રામ પંચાયતના વિકાસકામોનુ લોકાપર્ણ