ETV Bharat / state

કચ્છ જિલ્લાના ખાવડા વિસ્તારમાં માટી નીચે ડટાઇ જવાથી 3 બાળકોના મોત

ભુજ તાલુકાના ખાવડા વિસ્તારમાં ધ્રોબાણાના માટીની ભેખડ ધસતા હુસેનીવાંઢના 3 પિતરાઈ ભાઈઓ મોતના મુખમાં ધકેલાયા હતા. બનાવને પગલે ખાવડા પચ્છમ વિસ્તારમાં તેમજ હતભાગી પરિવારમાં માતમ છવાઈ ગયો છે. નદી પટ્ટમાં રમતા બાળકો ભેખડ ધસતા માટીમાં દટાઈ જતા મોતને ભેટ્યા હતા.

કચ્છ જિલ્લાના ખાવડા વિસ્તારમાં માટી નીચે ડટાઇ જવાથી 3 બાળકોના મોત
કચ્છ જિલ્લાના ખાવડા વિસ્તારમાં માટી નીચે ડટાઇ જવાથી 3 બાળકોના મોત
author img

By

Published : Feb 1, 2021, 9:03 PM IST

  • ભુજ તાલુકાના ખાવડા વિસ્તારમાં ત્રણ બાળકોના મોત
  • માટી નીચે ડટાઇ જવાથી મોત
  • ભેખડ ધસી પડતા ત્રણેય માસૂમો માટીમાં દટાઈ ગયા હતાં

કચ્છઃ જિલ્લાના ભુજ તાલુકાના ખાવડા વિસ્તારમાં ધ્રોબાણાના માટીની ભેખડ ધસતા હુસેનીવાંઢના 3 પિતરાઈ ભાઈઓ મોતના મુખમાં ધકેલાયા હતા. ખાવડા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ ખાવડાના ધ્રોબાણા નજીકની હુસેનીવાંઢમાં રહેતા 13 વર્ષિય મુનીર કાદર સમા, 13 વર્ષિય કલીમઉલ્લા ભીલાલ સમા અને 14 વર્ષિય ૨જાઉલ્લા રસીદ સમાનું કરૂણ મોત નીપજયું હતું. ત્રણેય બાળકો ગામ પાસેની નદીના પટ્ટમાં રેતીમાં ખાડો ખોદીને રમતા હતા, માસૂમ બાળકોને સ્વયંનેય ખ્યાલ નહીં હોય કે, આ રમત મોતનો ખેલ બની રહેશે.

કચ્છ જિલ્લાના ખાવડા વિસ્તારમાં માટી નીચે ડટાઇ જવાથી 3 બાળકોના મોત
કચ્છ જિલ્લાના ખાવડા વિસ્તારમાં માટી નીચે ડટાઇ જવાથી 3 બાળકોના મોત

ત્રણેય બાળકો એકબીજાના પિતરાઈ ભાઈ હતાં

નદીપટમાં ખાડો ખોદીને બાળકો તેમાં બેઠા હતા ત્યારે અચાનક ભેખડ ધસી પડતા ત્રણેય માસૂમો માટીમાં દટાઈ ગયા હતા. મોડી સાંજ સુધી બાળકો પરત ન ફરતા પરિવારજનો શોધખોળ કરવા નીકળ્યા હતા. ત્યારે બનાવ પ્રકાશમાં આવ્યો હતો. ત્રણેય બાળકો એકબીજાના પિતરાઈ ભાઈ થતા હતા. એક જ પરિવારના ત્રણ-ત્રણ માસૂમનું આ કરૂણાંતિકામાં મોત નીપજતાં પરિવારજનો સહિત ખાવડા પચ્છમ વિસ્તારમાં માતમ છવાઈ ગયો હતો. ઘટનાને પગલે ખાવડા પોલીસ મથકે અકસ્માત મોતનો બનાવ નોંધ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.