ETV Bharat / state

Kutch News : LLDC ક્રાફટ મ્યુઝીયમ ખાતે "દાસ્તાને ગુલ-દુઝી" પ્રદર્શની, અફઘાનિસ્તાનના ભરતકામથી કચ્છી કારીગરો મેળવશે પ્રેરણા - ભરતકામથી કચ્છી કારીગરો મેળવશે પ્રેરણા

કચ્છના LLDC -LIVING AND LEARNING DESIGN CENTRE ક્રાફટ મ્યુઝીયમ ખાતે અફઘાનિસ્તાનના ભરતકામને દર્શાવતી ગેલેરી ઊભી કરવામાં આવી છે જેનું નામ દાસ્તાને ગુલ-દુઝી રાખવામાં આવ્યું છે. જેનો અર્થ અફઘાનિસ્તાનની પેસ્તો ભાષામાં 'ભરત' એવો થાય છે. આ પ્રદર્શનીનો હેતુ મુખ્યત્વે કચ્છના કારીગરોની આવનારી પેઢીને પ્રેરિત કરવા માટે એલએલડીસી ટેકસટાઈલ આર્કાઈવમાંથી ઉદાહરણ સ્વરૂપે પ્રદર્શિત કરવાનો છે.

dastane-gul-duzi-exhibit-at-lldc-craft-museum-kutch

author img

By

Published : May 5, 2023, 8:01 PM IST

LLDC ક્રાફટ મ્યુઝીયમ ખાતે "દાસ્તાને ગુલ-દુઝી" પ્રદર્શની

કચ્છ: કચ્છના LLDC મ્યુઝીયમ ખાતે "દાસ્તાને ગુલ-દુઝી" પ્રદર્શની અફઘાનિસ્તાનના ભરતકામને દર્શાવવાનો એક અનોખો પ્રયાસ છે. અફઘાનિસ્તાન સિલ્ક રોડનો મુખ્ય અંગ હતો. ઘણી સદીઓથી તે લોકો વેપાર તેમજ સંસ્કૃતિના આવન-જવનનો રસ્તો રહ્યો હતો તેમજ સમગ્ર એશિયા, યુરોપ અને તેનાથી આગળના વિશાળ નેટવર્કને જોડતો હતો. એના પરિણામે અનેક સાંસ્કૃતિક જૂથોએ આ દેશ પર તેઓની છાપ છોડતા ગયા અને આ દેશ તથા એમની ભરતકામની કલાએ તેની આગવી ઓળખ ટકાવી રાખી છે.

સોના, ચાંદી અને રેશમના દોરાનો ઉપયોગ કરીને ભરતકામ

સોના, ચાંદી અને રેશમના દોરાનો ઉપયોગ કરીને ભરતકામ: અફઘાનિસ્તાનમાં કુચી, પશ્તુન, કાબુલી, નુરીસ્તાની, તાજિક, હઝારા, ઉઝબેક, તુર્કમેન અને બલોય જેવી વંશીય કોમો રહે છે. આ બધી કોમોની બહેનોના ડ્રેસ લાલ, લીલો, કાળો અથવા બુડી રંગના કાપડમાંથી બનાવેલ હોય છે. તેના પર સોના, ચાંદી અને રેશમના દોરાનો ઉપયોગ કરીને ભરતકામ કરે છે. ભરતકામ ડ્રેસના ઉપરના ભાગમાં, બાંયના નીચેના ભાગમાં તેમજ કમરથી નીચે આવેલા ખીસ્સા ઉપર કરેલ હોય છે. આ દોરા બહેનો રેશમના કકૂન્સમાંથી પોતે જ બનાવે છે. બહેનો પોતાના વસ્ત્રો સીવવા માટે ભરતકામ સાથે આભલા, મોતી, ટીક્કીઓ, સિક્કાઓ અને છીપલાંઓનો ઉપયોગ કરે છે.

કચ્છ-અફઘાની ભરતકામ ભરેલી ટેક્ષટાઈલ્સમાં સમાનતા

શું હોય છે અફઘાનિસ્તાનની ભરતકામમાં વિશેષતા? ભરતકામમાં ભરવામાં આવતા બુટ્ટાઓ જેમકે, સૂર્ય અને તારાઓ, ભૌમિતિક ડિઝાઈન અને ફૂલો આધારિત ડિઝાઈન કારીગરના કૌશલ્યને દર્શાવે છે. તે ઉપરાંત, રેમાં નર ઘેટાંના શિંગડા, સિંહની પૂંછડીઓ અને પક્ષીઓ વડે પ્રેરિત બુટ્ટાઓ સાથે વસ્ત્રો પર ભરત કરવામાં આવે છે. વસ્તુઓ જેવી કે ચાયની કીટલીઓ અને અલંકારિક નિરૂપણથી પ્રભાવિત છે.

બહેનો પોતાના વસ્ત્રો સીવવા માટે ભરતકામ સાથે આભલા, મોતી, ટીક્કીઓ, સિક્કાઓ અને છીપલાંઓનો ઉપયોગ કરે છે

કચ્છ-અફઘાની ભરતકામ ભરેલી ટેક્ષટાઈલ્સમાં સમાનતા: એલ.એલ.ડી.સી. આર્કાઈવમાં કચ્છની ટેક્ષટાઈલ્સનો સૌથી બહોળો સંગ્રહ છે પણ તેની સાથે અફઘાનિસ્તાન અને બીજા દરમિયાન દેશોની ટેક્ષટાઇલ્સને સાચવવામાં આવે છે. અહીં રિસર્ય ઠરમિયાન કચ્છ અને અફઘાની ભરતકામ ભરેલી ટેક્ષટાઇલ્સમાં ઘણી સમાનતા જોવા મળે છે. વધુ રસપ્રદ બાબત એ છે કે, કચ્છ અને અફઘાનિસ્તાનના અમુક મુદ્દાયો સ્થળાંતરિત થવાના કારણે નજીકના સંબંધો ધરાવે છે. તદ્દુપરાંત એશિયાના ઘણા ભાગોમાંથી ઘણા લોકો અફઘાનિસ્તાન થઇને કચ્છમાં આવ્યા. આ એક કારણ હોઈ શકે કે જે કચ્છ અને અફઘાની ભરતકામ ભરેલી ટેક્ષટાઈલ્સમાં સમાનતા જોવા મળે છે.

આ પણ વાંચો

Padma shree Mahipat Kavi : પદ્મશ્રી મહિપત કવિના જીવન સંઘર્ષ અને પપેટ કળાની સફળતાની પ્રેરક વાતો, વારસો લઇ રહી છે નાનકડી દોહિત્રી

Surat news: દિવ્યાંગો માટે અનોખી વ્હીલ ચેર, માત્ર 30 સેકન્ડમાં એક સાધારણ વ્હીલ ચેર ઇલેક્ટ્રીક વ્હીલ ચેરમાં પરિવર્તિત થઈ જશે

હસ્તકલાના ઉત્પાદકોની ભાવિ પેઢીઓને પ્રેરણા: આ શૉ-પ્રદર્શની વિવિધ ક્રાફટના પીઢ કારીગરો અને યુવા પેઢી માટે તેમની હસ્તકલામાં નવું સ્વરૂપ અને રંગોને આત્મસાત કરવા પ્રેરણારૂપ બનશે. એલ.એલ.ડી.સી. તરીકે આજના સમયમાં, વિશ્વસ્તરે કચ્છની હાજરીને સમજવા પરંપરાગત હસ્તકલાને ટકાવી રાખવા મદદ મળે છે અને આવતીકાલ માટે હસ્તકલાના ઉત્પાદકોની ભાવિ પેઢીઓને પ્રેરણા મળે છે.

'અફઘાનિસ્તાનનું ક્રાફ્ટ કલ્ચર ખૂબ જ સારું છે તો તે આ શૉમાં બતાવવાની કોશિશ કરવામાં આવી છે. એવું કહેવાય છે કે અફઘાનિસ્તાન એક એવો પ્રદેશ રહ્યો છે કે જ્યાંથી કોઈકને કોઈ કોમ્યુનિટી સ્થળાંતર કરીને કચ્છ આવેલી છે તો કચ્છ અને અફઘાનિસ્તાન વચ્ચે થોડી સામ્યતા રહેલી છે તો જેવી રીતે અફઘાનિસ્તાનનું ભરત કામની અંદર અમુક પાસા એવા છે કે જે કચ્છની રબારીની ભરતકામમાં દેખાય છે પછી જત કોમ્યુનિટીમાં પણ દેખાય છે. એવી જ રીતે સુંફ ભરત છે તો એની ઝલક પણ તેમાં જોવા મળે છે. આ શોનું મુખ્ય ઉદ્દેશ કચ્છના કારીગરો છે તેઓ અહીં આવીને કલર થીમ શીખી શકશે એમને જે એમ્રોડરી હોય કે બીજી ક્રાફ્ટ હોય તો એની અંદર આમાંથી જોઈને ઘણું બધું શીખી શકે છે.' -અવની દેવધર, LLDCના આસિસ્ટન્ટ ક્યુરેટર

શૉ દરમિયાન અફઘાની ફૂડ અને સંગીતનો પણ લ્હાવો: LLDCના પીઆર ડિપાર્ટમેન્ટના હેડ મહેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, આ શૉ દરમ્યાન 4 મહિના અફઘાનિસ્તાનનો ફૂડ પણ અહીં મળશે. ગેલીરીની શરૂઆતમાં જ હિંદુ-કુશ પર્વતમાળા અને ત્યાંની હઝરત અલીની પ્રખ્યાત દરગાહ છે જેને મસ્જિદ-એ-કાબુદ કહેવાય છે. તેનું મઝાર એ શરીફ દરગાહમાં આવેલ મોજેક પણ અહીં બનાવવામાં આવેલ છે. સાથે ગેલેરીમાં અફઘાન સંગીત વગાડવામાં પણ આવે છે. આ પ્રદર્શની થકી કચ્છના કારીગરો કચ્છની ભરતકામ કરતી બહેનો અફઘાનિસ્તાનનું ભરતકામ જોઈને પ્રેરણા લે છે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.