ETV Bharat / state

Cyclone Biparjoy : બિપરજોય વાવાઝોડાને લઈને કચ્છનું તંત્ર ઉપરથી નીચે સુધી સજ્જ, મીનીમમ નુકસાનનો સંકલ્પ - કચ્છ સમાચાર

કચ્છનું વહિવટી તંત્ર બિપરજોય વાવાઝોડાને લઈને ઉપરથી નીચે સુધી સજ્જ થઈ ગયું છે. કલેકટર દ્વારા બેઠક યોજીને કોઈપણ પ્રકારની જાનહાનિ ન થાય તે સૂચન કરવામાં આવ્યા છે. ફૂડ, બચાવ રાહતના સાધનો, મેડિકલ સુવિધા, શાળાઓમાં શેલ્ટર હોમ્સ બનાવવાને લઈને મહત્વના સુચનો અધિકારીઓને અપાયા હતા.

Cyclone Biparjoy : બિપરજોય વાવાઝોડાને લઈને કચ્છનું તંત્ર ઉપરથી નીચે સુધી સજ્જ, મીનીમમ નુકસાનનો સંકલ્પ

author img

By

Published : Jun 8, 2023, 5:55 PM IST

બિપરજોય વાવાઝોડાને લઈને કચ્છનું તંત્ર ઉપરથી નીચે સુધી સજ્જ

કચ્છ : બિપરજોય વાવાઝોડાના ખતરાની સંભાવના સામે જિલ્લા વહીવટી તંત્રની પૂર્વ તૈયારીઓના આયોજન બાબતે આજે કચ્છ કલેકટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી. મીનીમમ લોસ, ઝીરો કેઝ્યુલટીના સંકલ્પ સાથે તમામ આગમચેતીની તૈયારીઓ કરવા અધિકારીઓને કલેક્ટરે સૂચનો આપ્યા હતા.

બિપરજોય વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારાથી અંદાજે 1000 કિલોમીટર દૂર છે. હાલ વાવાઝોડાની દિશા પ્રમાણે ઓમાન તરફના દેશોમાં લેન્ડ ફોલ થાય એવી શક્યતા છે. જો કે, તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટીતંત્ર સજ્જ છે. - અમિત અરોરા (કલેક્ટર)

કેવા કરાયા સૂચનો : કચ્છના દરિયાકાંઠાના વિસ્તારો જેવા કે જખૌ, માંડવી, મુંદ્રા વગેરે ખાતે અધિકારીઓને સંપૂર્ણ આગમચેતીની તૈયારી કરીને કોઈપણ પ્રકારની જાનહાનિ ન થાય તે સુનિશ્ચિત કરવા કલેકટર દ્વારા સૂચન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, કચ્છ જિલ્લામાં વાવાઝોડા જેવી આપતિથી બચવા માટે તૈયાર કરાયેલા શેલ્ટર હોમ્સને કોઈપણ પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે તમામ સુવિધાઓથી સજ્જ કરવા જણાવ્યું છે. જો લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડે તો શેલ્ટર હોમ્સ ખાતે મેડિકલ, ફૂડ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ રહે તે માટે સંબંધિત અધિકારીઓને કલેક્ટરે સૂચના આપી હતી. આ ઉપરાંત, ભારે પવનના લીધે કોઈપણ પ્રકારની જાનમાલની હાનિ ન થાય તે માટે અગાઉથી જ જોખમી ઘરો, હોર્ડિંગ્સ અને વૃક્ષોનો સર્વે કરવા માટે સૂચનો આપ્યા હતા.

મેડિકલ સુવિધા માટે સૂચનો : બચાવ રાહતના સાધનો તાલુકા વાઈઝ ઉપલબ્ધ થાય તે માટે સર્વે પ્રાંત અધિકારીઓને કલેકટર દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત, જો કોઈ સર્ગભા મહિલા, ગંભીર બીમારીવાળા દર્દીઓ હોય તો સંભવિત વાવાઝોડા ખતરા પહેલા જ સરકારની આરોગ્ય ફેસિલિટીઝમાં દાખલ કરવા તાકીદ કરી હતી. આવા દર્દીઓનો સર્વે કરીને જરૂરિયાતની દવાઓ અને મેડિકલ સુવિધા પુરી પાડવા માટે કલેક્ટરે આરોગ્ય અધિકારીઓને સૂચના આપી હતી.

શાળાઓમાં શેલ્ટર હોમ્સ બનાવવા જરૂરી : વાવાઝોડાની સ્થિતિ સમયે જો ભારે પવન હોય તો પશુપાલકો પોતાના ઢોર એક જગ્યાએ બાંધી નહીં રાખીને તેને સલામત સ્થળે ખસેડે તેવો અનુરોધ કરવામાં આવ્યો હતો. જો સ્થળાંતર કરવાની ફરજ પડે તો શાળાઓમાં પણ શેલ્ટર હોમ્સ બનાવવા જરૂરી વ્યવસ્થાઓ કરવા માટે જિલ્લા શિક્ષણાધિકારીને જણાવવામાં આવ્યું છે.

આરોગ્ય, ફોરેસ્ટ, શિક્ષણ વિભાગ સાથે સંકલન : આ ઉપરાંત કલેક્ટરે જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં માછીમારીની કોઈ જ બોટ દરિયામાં નથી અને કોઈપણ સંજોગોમાં માછીમારો દરિયામાં ન જાય તે સુનિશ્ચિત કરવા સૂચનો કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, મરીન પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરીને ધ્યાન રાખવા જણાવ્યું હતું. તાલુકા વિકાસ અધિકારીઓએ તલાટી, સરપંચ સાથે કલસ્ટર બનાવીને ગ્રામજનોને જાગૃત કરવા માટે મિટીંગનું આયોજન કરીને ગામડાઓની મુલાકાત લેવા માટે કલેકટરે ભલામણ કરી હતી. જો રોડ પર વૃક્ષો ધરાશાયી થાય તો માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ તેમજ પંચાયતે ફોરેસ્ટ વિભાગ સાથે સંકલનમાં રહીને તુરંત ધરાશાયી વૃક્ષોને હટાવી રોડ ખુલ્લા કરવાની કામગીરી કરવા સૂચના આપી હતી.

સંબંધિત વિભાગના તમામ અધિકારીઓ ઉપસ્થિત : આ ઉપરાંત, સ્થળાંતર માટે જરૂરી પરિવહનની વ્યવસ્થા કરવા, સ્થાનિક એનજીઓ સાથે સતત સંકલનમાં રહેવા, જિલ્લામાં કોમ્યુનિકેશન જાળવી રાખવા વૈકલ્પિક વ્યવસ્થા કરવા જિલ્લા કલેક્ટરે સૂચના આપી હતી. આ બેઠકમાં પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક કરણરાજ વાઘેલા, કચ્છ પૂર્વ પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા, નિવાસી અધિક કલેક્ટર મિતેશ પંડ્યા, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર વી.એન.વાઘેલા, સર્વે પ્રાંત અધિકારીઓ, ડિઝાસ્ટર મામલતદાર કલ્પના ગોંદિયા સહિત સંબંધિત વિભાગના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અધિકારીઓ પાસેથી વિગતો માંગી : સરકારના મહત્વના વિભાગોની તૈયારીઓ અંગે જિલ્લા કલેક્ટરે અધિકારીઓ પાસેથી વિગતો માગીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત, તમામ વિભાગના અધિકારીઓ પરસ્પર સંકલનમાં રહીને રાહત બચાવની પૂર્વ તૈયારીઓ કરવા માટે જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું.

  1. Monsoon Arrives in Kerala: કેરળમાં ચોમાસાની દસ્તક, 'બિપરજોય' વાવાઝોડાને કારણે ગુજરાતમાં 10-11 જૂને ભારે પવન સાથે વરસાદની શક્યતા
  2. Cyclone Biporjoy: સંભવિત બિપરજોય વાવાઝોડાને લઈ દ્વારકા વહીવટી તંત્ર એલર્ટ, તમામ કન્ટ્રોલ રૂમ 24 કલાક ચાલુ, શેલ્ટર હોમની વ્યવસ્થા કરાઈ
  3. Biporjoy Cyclone Update : દરિયાકાંઠે ફરતું બિપરજોય વાવાઝોડાને લઈને નવસારી તંત્ર એ લોકોને આપી સુચના

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.