ETV Bharat / state

Cyclone Biparjoy Landfall Impact : દુર્ગાપુરના વાડી વિસ્તારમાં કમર ડુબ પાણીમાં ફસાયેલા 16 લોકોને માંડવી પોલીસે રેસ્ક્યુ કર્યા - દુર્ગાપુરના વાડી વિસ્તારમાં કમર ડુબ પાણીમાં ફ

કચ્છમાં દુર્ગાપુરના વાડી વિસ્તારમાં કમરડુબ પાણીમાં ફસાયેલા 16 લોકોને માંડવી પોલીસે રેસ્ક્યુ કર્યા હતા. વાડી વિસ્તારમાં ગાડી જઈ શકે એમ નહોતી તેથી પોલીસે બે કિલોમીટર ચાલીને પાણીમાંથી લોકોને બહાર કાઢ્યા હતા. બિપરજોય વાવાઝોડાની ભયાનક પરિસ્થિતિ વચ્ચે પોલિસએ સરાહનિય કામગીરી કરી હતી.

cyclone-biparjoy-landfall-impact-mandvi-police-rescued-16-people-trapped-in-waist-deep-water-in-wadi-area-of-durgapur

author img

By

Published : Jun 16, 2023, 5:45 PM IST

16 લોકોને માંડવી પોલીસે રેસ્ક્યુ કર્યા

કચ્છ: બિપરજોય વાવાઝોડાના લેન્ડફોલ થકી માંડવી તાલુકાના દુર્ગાપુર વાડી વિસ્તારમાં ભારે વરસાદ થકી કમરસમા પાણી ભરાઈ જતા વાડી વિસ્તારમાં રહેતા મજૂર પરિવારો પર જીવનું જોખમ સર્જાયું હતું. જેની જાણ માંડવી પોલીસને થતા પોલીસ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરી 16 લોકોને સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસે બે કિલોમીટર ચાલીને પાણીમાંથી લોકોને બહાર કાઢ્યા હતા.

પોલીસે પાણીમાંથી બહાર કાઢ્યા: મળતી માહિતી મુજબ માંડવી તાલુકામાં ગતરાત્રે વાવાઝોડાને પગલે ભારે વરસાદ થતાં દુર્ગાપુરના વાડી વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. અહીંયા મજૂરી અર્થે રહેતા પરિવારો પર જીવનું જોખમ ઊભું થતાં આ અંગેની જાણકારી પોલીસ કંટ્રોલ રૂમમાં પરિવારજનોએ કરી હતી. જેની જાણ માંડવી પોલીસને થતા જ સવારના 10:00 વાગ્યે 9 બાળકો 4 મહિલા અને 3 પુરુષોને પોલીસે પાણીમાંથી બહાર કાઢ્યા હતા.

'પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા જાણ કરવામાં આવતા સવારે 10 વાગ્યે માંડવી પોલીસની ટીમ રેસ્ક્યુ ઓપરેશન માટે પહોંચી ગઈ હતી.પરંતુ સ્થળ ઉપર જતા માલુમ પડ્યું હતું કે, પરિવારો વાડી વિસ્તારમાં જ્યાં રહેતા હતા ત્યાં સુધી ગાડી જઈ શકે એમ નથી.જેથી મુખ્ય રોડ ઉપર જ ગાડીઓ ઉભી રાખીને બે કિલોમીટર સુધી પોલીસ કમરસમા પાણીમાં પગે ચાલીને પરિવારો સુધી પહોંચી હતી.' -એમ.જે. ચૌહાણ, પી.આઈ, માંડવી પોલીસ સ્ટેશન

દોરડા અને અન્ય સાધનોની મદદથી રેસ્ક્યું: તમામ પરિવારના લોકોને દોરડા અને અન્ય સાધનોની મદદથી મુખ્ય રોડ સુધી લઈ આવી સહી સલામત શેલ્ટર હોમ સુધી પહોંચાડ્યા હતા.આ પરિવારજનોમાં કુલ 16 લોકોનો સમાવેશ થતો હતો. જેમાં નવ બાળકો ચાર મહિલા અને ત્રણ પુરુષ સામેલ હતા.

જામનગરમાં પણ સફળ રેસ્ક્યુ: જામનગરના સેતાવાડ ગામમાં મકાનની છત અચાનક ધરાશાયી થતાં પરિવારના 5 લોકો ફસાઇ ગયા હતા. જો કે ઘટનાની જાણ થતાં તાબડતોબ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને પાંચેય લોકોને સલામત રીતે રેસ્ક્યુ કર્યું હતું.

  1. Cyclone Biparjoy Landfall Impact: વડોદરામાં ભારે પવનના કારણે 73 વૃક્ષ ધરાશાયી, એક વ્યક્તિ ઇજાગ્રસ્ત
  2. Cyclone Biparjoy Landfall Updates: વાવઝોડાની અસરથી થયેલા નુકસાન બાદ NDRF ટીમની ઉત્કૃષ્ટ કામગીરી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.