કચ્છ માતાના મઢ ખાતે આસો નવરાત્રી દરમિયાન કરવામાં આવતી (Kutch Mata no Madh) ચામર-પત્રી વિધિ અંગે ભુજ કોર્ટે વર્ષ 2021માં આપવામાં આવેલા ચુકાદાને ગુજરાત હાઇકોર્ટ દ્વારા રદ્દ કરવામાં આવ્યો છે. વર્ષ 2021માં ભુજ કોર્ટ દ્વારા આ વિધીનો એકમાત્ર અધિકાર કચ્છના રાજવી પરિવારના સ્વર્ગસ્થ જયેષ્ઠ યુવરાજ પ્રાગમલજી ત્રીજાના પત્ની એવા પ્રીતિદેવીને આપવામાં આવ્યો હતો. (Royal family of Kutch)
પ્રથમવાર પત્રી વિધિ કરી ઉલ્લેખનીય છે કે, માતાના મઢ મધ્યે 2021માં કચ્છની રાજાશાહી પરંપરા પ્રમાણે આઠમના દીને 350 વર્ષમાં પ્રથમવાર કોઈ મહિલા દ્વારા પત્રી વિધિ કરવામાં આવી હતી. સ્વર્ગસ્થ મહારાવ પ્રાગમલજી ત્રીજાના પત્ની મહારાણી પ્રિતિદેવી દ્વારા પત્રી વિધિ કરવામાં આવી હતી. (Navratri chamar patri vidhi in Kutch)
ભુજ કોર્ટ દ્વારા ઐતિહાસિક ચુકાદો 2021માં માતાના મઢ ખાતે વર્ષોથી કરવામાં આવતી ચામર-પત્રી વિધિ અંગે ભુજ કોર્ટ દ્વારા ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો હતો. જેમાં આ વિધીનો એકમાત્ર અધિકાર કચ્છના રાજવી પરિવારના સ્વર્ગસ્થ જયેષ્ઠ યુવરાજ પ્રાગમલજી ત્રીજાના પત્ની પ્રીતિદેવીને આપવામાં આવ્યો હતો. તેઓ ઈચ્છે તો આ વિધિ જાતે કરી શકે, પરંતુ તેઓ કોઈને અંગે નિયુક્ત કે આદેશ ન કરી શકે તેવો હુકમ ભુજ કોર્ટે કર્યો હતો. (Kutch chamar patri vidhi Court Judgment)
હાઈકોર્ટ ભુજ કોર્ટનો ઓર્ડર રદ્દ કર્યો ભુજ કોર્ટના આ ચુકાદામાં માત્રને માત્ર પ્રીતિદેવીને જ આ અધિકાર આપવાની વાતને પગલે જે તે સમયે તેમના પછી કચ્છમાં પત્રી વિધિની પરંપરા સમાપ્ત થઈ જશે તેવું લાગતું હતું. જોકે હવે ગુજરાત હાઇકોર્ટના હાલના આ ચુકાદા બાદ પત્રી વિધિ ચાલુ રહેશે તેવું લાગી રહ્યું છે. ભુજ કોર્ટના આ હુકમને મહારાજકુમાર હનુવંતસિંહ મદનસિંહ જાડેજા દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. હાઇકોર્ટે ભુજ કોર્ટનો ઓર્ડર કેન્સલ કરવામાં આવતા હવે દયાપર કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદા પ્રમાણે માતાના મઢ ખાતે વર્ષોથી કરવામાં આવતી ચામર-પત્રરી વિધિ વંશાનુક્રમે આવતા વ્યક્તિએ કરવાની રહેશે તેવું જણાવ્યું હતું. (Mata no Madh Navratri chamar patri vidhi)
2010માં પત્રી વિધિ માટે લખપત -દયાપરની કોર્ટે વર્ષ 2010માં કચ્છના રાજવી પરિવારના સ્વર્ગસ્થ જયેષ્ઠ યુવરાજ પ્રાગમલજી ત્રીજાએ પત્રી વિધિ અંગે લખપત-દયાપર કોર્ટમાં અપીલ કરી હતી. તેમણે એવી માંગણી કરી હતી કે, માતાના મઢ ખાતે આવેલા કચ્છના દેશદેવી એવા કુળદેવીમાં આશાપુરા મંદિરમાં તેઓ અથવા તેમના દ્વારા નિયુક્ત વ્યક્તિને ચામર-પત્રી વિધિ કરવા દેવામાં આવે જેમાં દયાપર કોર્ટે એવો ચુકાદો આપ્યો હતો કે, પ્રાગમલજી પોતે વિધિ કરી શકે છે પરંતુ તેઓ કોઈને આ અંગેનો અધિકાર કે નિયુક્ત ન કરી શકે, જેની સાથે સ્વ. પ્રાગમલજી દ્વારા ભુજની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં માતાના મઢ મંદિરના પૂજારી યોગેન્દ્રસિંહ ગુરુ કરમશી રાજાબાવા સહિત તેમના નાના ભાઈ હનુવંતસિંહજી મદનસિંહજી જાડેજા તથા દેવેન્દ્રસિંહ જોરાવરસિંહ જાડેજા વિરુદ્ધ અપીલ કરવામાં આવી હતી.
પત્રી વિધિ માટેનો હક હોવાનો ચુકાદો કચ્છના રાજવી પરિવારના જયેષ્ઠ યુવરાજ પ્રાગમલજી ત્રીજાનુ અવસાન થતાં ત્યારે જયેષ્ઠ યુવરાજ પ્રાગમલજી ત્રીજાએ તેમની હયાતી દરમિયાન કુંવર તરીકે જેમની જાહેરાત કરી હતી તેવા ઇન્દ્રજીતસિંહ જુવાનસિંહ જાડેજા સહિત તેરાના મયુરધ્વજસીહ જાડેજા અને દેવપરના કૃતાર્થસિંહ જાડેજા પણ આ મામલામાં પક્ષકાર તરીકે જોડાયા હતા. જોકે તે વખતે કોર્ટે ત્રણેયની અપીલ કાઢી નાખી હતી. જેને પગલે પ્રાગમલજી ત્રીજાના પત્નિ પ્રીતિદેવી વારસદાર તરીકે કેસમાં આવવા માટે અરજી કરી હતી. જેને કોર્ટે માન્ય રાખી હતી. જેમાં ભુજના અધિક જિલ્લા જજ દ્વારા પ્રીતિદેવીને આજીવન ચામર પત્રી વિધિ માટેનો હક હોવાનો ચુકાદો આપ્યો હતો.
હનુવંતસિંહજી મદનસિંહજી જાડેજા કરી શકશે પતરી વિધિ ગુજરાત હાઇકોર્ટ દ્વારા ભુજની કોર્ટનો ચુકાદો જ રદ ઠેરવવામાં આવતા હવે લખપત-દયાપરની કોર્ટ દ્વારા જે આદેશ આપવામાં આવ્યો હતો તે પ્રમાણે માતાના મઢ ખાતે આસો નવરાત્રીમાં આઠમના રોજ કરવામાં આવતી ચામર-પત્રીની વિધિ કચ્છના છેલ્લા રાજવી મદનસિંહજીના મોટા પુત્ર કરી શકશે, જે હવે આ દુનિયામાં હયાત નથી. જે તે સમયે સ્વર્ગસ્થ જયેષ્ઠ યુવરાજ પ્રાગમલજી હતા. જેમની ગેરહાજરી કે અસમર્થ હોવાની સ્થિતિમાં પતરી વિધિની પૂજા રાજવી કુળના વંશાનુક્રમે આવતા નજીકના વ્યક્તિ મુખ્ય વ્યક્તિ સાથે રહીને કરી શકશે તેવું લખપત-દયાપરની કોર્ટ દ્વારા ચુકાદામાં જણાવવામાં આવ્યું હતું. તેથી વિધિનો હક વંશાનુક્રમેં જયેષ્ઠ યુવરાજ પ્રાગમલજી પછી આવતા વ્યક્તિ એટલે કે મહારાવ મદનસિંહના પુત્ર એવા હનુવંતસિંહ મદનસિંહ જાડેજા કરી શકશે. Kutch Royal Family Late Jyestha Yuvraj Pragmalji